નાની વયે સફળતા સર કરી છે! રાજકોટ ના આ યુવાને ! એમની સફળતા વાંચી તમે દંગ રહી જશો.-આલેખન-હાદિઁક સોરઠીયા


>> દાદા સ્વ. હીરાભાઇ પટેલ, ભાઇજી સ્વ. દિનેશભાઇ પટેલનું પટેલ ટીમ્બર ગૃપ વિખ્યાત છે તો િ૫તા સ્વ. ઘનશ્યામભાઇ પટેલ બિલ્ડર તરીકે ખ્યાતિ પામ્યા હતા

>> ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર ધ્રૂવિકભાઇ માટે પોલિટિકસ- ઇકોનોમિકસ રસના વિષયો છે તો યુવા વયે ક્રેડાઇ રાજકોટ બિલ્ડર એસોશીએશનના વાઇસ પ્રેસિડેન્ટ તો ક્રેડાઇ ગુજરાતની યુથ વિંગના પ્રેસિડેન્ટ છે


‘સ્પેસ ઓડિસી’ જેવો ગૌરવશાળી પ્રોજેકટ સાકાર કરી રહેલા શ્રી ધ્રૂવિક પટેલના કૂળ અને મૂળમાં વેપાર-બાંધકામ જેવી બાબતો સહજ અને સ્વાભાવિક છે, એમ કહીએ કે આ બધું તેના ડીએનએમાં છે !

રાજકોટના વિખ્યાત અને ભરોસેમંદ એવા પટેલ ટીમ્બર ગૃપનાં તેઓ વારસદાર છે. તેમના દાદા સ્વ. હીરાભાઇ પટેલ(તળાવિયા) ટીમ્બરના પ્રતિષ્ઠિત વેપારી હતા. તેમના ભાઇજી સ્વ. દિનેશભાઇએ પણ નાની ઉંમરમાં વ્યાપારિક પ્રતિષ્ઠા મેળવી હતી તો પિતાજી ઘનશ્યામભાઇ પટેલે બાંધકામ ક્ષેત્રે ઝંપલાવ્યું. તેઓ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખપદે રહી ચુકયા છે !

ધ્રૂવિકભાઇ સાતમા ધોરણ સુધી રાજકોટમાં હતા, આઠમું મુંબઇ, ૯ થી ૧૨ ધોરણ બેંગ્લોર ભણ્યા ને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરીંગની બેચલર્સ ડીગ્રી તેમણે અમેરિકામાં લીધી. એ પછી અમદાવાદની CEPT યુનિવર્સિટીમાં માસ્ટર્સ ડીગ્રીનો અભ્યાસ કરતા હતા ત્યાં જ સને ર૦૧૭માં પિતાજીનું નિધન થયું ને તેઓ અભ્યાસ અધૂરો છોડી રાજકોટ આવી ગયા.


ધ્રૂવિકભાઇ કહે છે કે મારા પપ્પા સને ૨૦૦૭થી બાંધકામ ક્ષેત્રમાં હતા પણ મારા ઉપર નાની વયે જવાબદારી આવી ગઇ. પપ્પાએ મુંજકામાં તૈયાર કરેલા રેસિડેન્સિયલ ટાવર્સનું મારે ભાગે બાંધકામ કરવાનું આવ્યું ને એમ મારી યાત્રા શરૂ થઇ - ‘સ્પેસ ઓડિસી’ મારો આમ તો પ્રથમ સ્વતંત્ર પ્રોજેકટ છે જે મારે ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ બનાવી દેવાની નેમ છે.

પિતાજીને પગલે પોતે પણ સંગઠનમાં બાંધકામ ક્ષેત્રે સેવા આપવા બાબતમાં રસ લઇ રહયા છે એટલે ક્રેડાઇ રાજકોટ બિલ્ડર એસોશીએશનના વાઇસ પ્રેસિડેન્ટ તો ક્રેડાઇ ગુજરાતની યુથ વિંગના પ્રેસિડેન્ટની જવાબદારી સંભાળી રહયા છે.

તેમના હોબીઝમાં પોલીટિકસ અને ઇકોનોમિકસ છે. ભારતીય સંસદમાં સેવા બજાવવા પ૦ વિદ્યાર્થીઓની પસંદગી થઇ હતી, જેમાં એક ધ્રૂવિક પટેલ હતા. તેમણે એક વર્ષ સુધી સંસદમાં કામ કર્યુંં ને રાજકારણને નજીકથી જાણ્યું-માણ્યું. આવા મહાકાય પ્રોજેકટ માટે વિલપાવર અને કોન્ફીડેન્સ હોવો જરૂરી છે.

Post a Comment

0 Comments