માનવતા / લોકડાઉનમાં ગીર સોમનાથ પોલીસ ખરા અર્થમાં સિંઘમ બની, નવજાત શીશુને ગાડીમાં હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવ્યો


ગીર સોમનાથ. કોરોનાની મહામારી વચ્ચે ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ કોરોના વોરિયર બનીને એક નવજાત બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પહોંચાડી તેનો જીવ બચાવ્યો છે. સમગ્ર રૂટ દરમિયાન નર્સ નવજાત બાળકીને અમ્બુ બેગથી ઓક્સિજન આપતી રહી હતી. 

પેટ્રોલીંગમાં નિકળેલી પોલીસ મદદે આવી
પ્રાપ્ત વિગત અનુસાર પ્રભાસ પાટણની સરકારી હોસ્પિટલ ખાતે એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકને વધુ સારવાર જરૂર હોય ખાનગી હોસ્પિટલમાં ખસેડવી પડે તેમ હતી. પરંતુ ઇમરજન્સીમાં કોઇ એંબ્યુલન્સ હાજર ન હોવાથી. કોરોના મહામારીને કારણે અન્ય વાહન પણ ન મળી શકે તેમ ન હતું.

ત્યારે કોરોનો વોરિયર પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ મનસુખભાઇ અને ડ્રાઇવર રાહુલગીરી કાન્તીગીરી આ વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તેઓને આ અંગે જાણ થતાં તેઓ એંબ્યુલન્સની રાહ જોયા વિના નવજાત શીશુને વેરાવળ ખાતે એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. સમગ્ર રૂટ દરમિયાન નર્સ નવજાત બાળકીને અમ્બુ બેગ દ્વારા ઓક્સિજન આપતી રહી હતી અને તેને હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. જેથી આ કપરા સમયમાં બાળકીને મળેલી સારવારને કારણે તેનો જીવ બચી જતાં બાળકની માતા અને પરિવાજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી અને કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો.

Post a Comment

0 Comments