સૌરાષ્ટ્રમાં લોકડાઉનથી પરિવર્તન / લોકો કહે છે પત્ની-માતા શાક લેવા જશે તો ચિંતા, મસાલાનું વ્યસન મુકાઈ ગયું, લોકડાઉને ગામડાની કિંમત સમજાવી


રાજકોટના હિતેશ કાલાવડીયાએ જણાવ્યું હતું કે, લોકડાઉન પહેલાની જિંદગી અને પછીની જિંદગી વિશે હું કહું છું. મારે કાપડનો વેપાર છે. લોકડાઉન પહેલા વેપાર સારો હતો પરંતુ હવે મને ડર છે કે કાપડ લેવા હવે કોણ આવશે. મને હવે એ ડર છે કે, પહેલા હું મારી પત્નીને હોટલમાં જમવા માટે મહિનામાં બે વખત લઇ જતો હતો. હવે કેમ લઇ જઇ શકું. મને એ ડર છે કે વેકેશન છે તો હું મારા ફેમિલી બહાર કેમ લઇ જઇ શકું. મારી પત્ની કે મારા માતા શાકભાજી લેવા બહાર જાય તો મને ડર રહેશે. હું દુકાને જાવ તો મારા ફેમિલીને ડર રહેશે. લોકડાઉનમાં સૌથી મોટુ પરિવર્તન એ છે કે મને માવાનું વ્યસન હતું તે હવે નાબૂદ થયું છે.

પરિવારની સાથે ક્વોલિટી ટાઇમ મળ્યો અને એવું ઘણું બધું શીખ્યા

ભાવનગરના મેહુલભાઇ વડોદરીયાએ જણાવ્યું હતું કે, લોકડાઉ પહેલા, લોકડાઉન દરમિયાન અને લોકડાઉન પછી આ ત્રણ દરેક નાગરિકના જીવનના મહત્વના તબક્કા છે. આ ત્રણ તબક્કા વર્ષો સુધી રહેશે. લોકડાઉન પહેલા આપણે સમય અને સ્વાસ્થ્ય પ્રત્યે બેપરવાહ, બેદરકાર અને બિન્દાસ્ત હતા. લગભગ સૌ કોઇએ રૂપિયાને મહત્વ આપ્યું. આ લોકડાઉનથી આપણે સ્વાસ્થ્ય અને સમયની કિંમત જાણી. પરિવારની સાથે ક્વોલિટી ટાઇમ મળ્યો અને એવું ઘણું બધું શીખ્યા, ઘણી આદતો સુધરી, ઘણી કૂટેવો છૂટી. આપણે ઘણા સ્વાવલંબી બન્યા. હવે લોકડાઉન પછીએક જ ધ્યેય રાખવો કે સારી ટેવો, સારા વિચારો અને સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવું. હંમેશા યાદ રાખવું કે પહેલો સગો તે પરિવાર. ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સનું આવતા લાંબા સમયગાળા દરમિયાન પાલન કરવું. ખુશ રહો અને તંદુરસ્ત રહો. 

લોકડાઉન પહેલા ગામડા ખાલી ભાસતા હવે શહેરમાંથી લોકો આવતા ચહલપહલ વધી

જસદણના વિશાલ રાદડિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ અને લોકડાઉને શહેરમાં ગયેલા લોકોને ગામડાની કિંમત સમજાવી દીધી છે. ગામડામાં કોઇ રહેવા તૈયાર નહોંતુ પરંતું લોકડાઉનને કારણે મેગા સિટી છોડી લોકો ગામડામાં આવી ગયા છે. હવે તો લોકો ખેતી પણ આ વર્ષે બીજાને વવવા આપવાને બદલે ઘરે કામ કરીશું તેનો નિર્ણય લીધો છે. કારણ કે લોકડાઉન બાદ પણ ઉદ્યોગો શરૂ થાય તો તેને સેટ થતા છ મહિના કે વર્ષ જેટલો સમય લાગી શકે છે. લોકડાઉનમાં ગામડાની સ્થિતિ સારી છે. લોકોએ સ્વયં શિસ્ત રાખઈ લોકડાઉનનું પાલ કર્યું છે. લોકડાઉન પહેલા ગામડા ખાલી લાગતા હતા તે હવે લોકડાઉનમાં શહેરમાંથી લોકો પરત ફરતા ચહલપહલ વધી છે. ગામડાામં શુદ્ધ હવા મળે છે. ઘરની ખેતીમાંથી અનાજ, કઠોળનું ઉત્પાદન થતા શુદ્ધ ભોજન પમ મળી રહે છે. આથી લોકો બીમાર ઓછા પડે છે.

Post a Comment

0 Comments