કોરોના રાજકોટ LIVE / ગ્રીન ઝોન અમરેલીમાં 67 વર્ષીય વૃદ્ધાને પોઝિટિવ, સલાયામાં 7 અને જામનગરમાં 4 કેસ નોંધાયાગ્રીન ઝોન અમરેલીમાં કોરોનાની એન્ટ્ર થઇ ચૂકી છે. રાજ્યમાં એક જ જિલ્લો બાકી હતો તે પણ કોરોનાના ભરડામાં આવી ગયો છે. સુરતથી આવેલા 67 વર્ષીય વૃદ્ધાને પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અમરેલીના ખેડૂત તાલીમ કેન્દ્ર જ્યાં તેમને તપાસતા હતા તે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વૃદ્ધાનું ચેકઅપ કરનાર ડોક્ટરને ક્વોરન્ટીન કરાયા છે. કોરોના પોઝિટિવ કેસની અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટી આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં સુરતથી કોરોનાએ એન્ટ્રી કરી છે. સુરતથી બસમાં આવેલા અનેક લોકો ક્વોરન્ટીન થાય તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. ગ્રીન ઝોનમાં કોરોનાની એન્ટ્રીથી લોકો પણ ચિંતિત બન્યા છે.દ્વારકાના સલાયામાં એક સાથે એક જ દિવસમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વિસ્ફોટ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જામનગરમાં પણ આજે વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી જામનગરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 33 થઇ છે.રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઉદ્યોગો શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં કન્ટેનમેન્ટ વિસ્તાર ઉપરાંત સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવામાં આવશે. સરકારની સુચના બાદ નિયમ મુજબ શરૂ કરવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો સાથે વહીવટી તંત્રની બંઠક યોજાઇ હતી. ઉદ્યોગો શરૂ કરવા માટે પાસ પરમિશન ન લેવા માટે જાહેરાત કરવા ચેમ્બરની માંગ છે.


અમરેલી જિલ્લામાં એક પોઝિટિવ કેસ આવતા તંત્ર એલર્ટ બન્યઅમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિલ કેસના પ્રવેશ બાદ તંત્ર એલર્ટ બન્યું છે. કલેક્ટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે, ગઇકાલે સુરતથી 27 લોકો એસટી બસ મારફત અમરેલી આવ્યા હતા. જેમાં 67 વર્ષના વૃદ્ધાના સંપર્કમાં આવેલા 27 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.ગઇકાલ સાંજથી આપણે તપાસ શરૂ કરી દીધી હતી. હાલ વૃદ્ધાની સારવાર ચાલુ છે. સુરત પ્રશાસનને પણ અમરેલી કલેક્ટરે જાણ કરી છે. સુરતમાં કોના સંપર્કમાં આવ્યા હતા તે સહિતની શોધખોળ ચાલુ છે. 

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, સતત બીજા દિવસે રાશન પૂરુ પાડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 1 કરોડથી વધુ પરિવારોને રાશન આપવામાં આવ્યું છે. એપીએ1ના 61 લાખ પરિવારોને ફરી વિનામૂલ્યે રાશન આપવામાં આવશે. ઘઉં અને તુવેરની ખરીદી કરવામાં આવી રહી છે. 47502 ખેડૂતોએ ઘઉં માટે ઓનલાઇન અરજી કરી છે જે પૈકી 3 હજાર ખેડૂતોના ઘઉંની ખરીદી કરવામાં આવી છે. 30 મે સુધી ટેકાના ભાવે તુવેર ખરીદવામાં આવશે. 16345 ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે. જે પૈકી 5500 ખેડૂતોએ વેચાણ કર્યું છે. 33જુન સુધી તુવેરની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે. ડુંગળીના ભાવ મુદ્દે સરકારના કૃષિ વિભાગને રજૂઆત કરવામાં આવશે

રાજકોટના સાંસદે ખેડૂતોના હિતમાં પત્ર લખ્યો છે. રાજકોટ અને મોરબીમાં ટેકાના ભાવે કપાસ ખરીદીના કેન્દ્રો શરૂ કરવા પત્ર લખવામાં આવ્યો છે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. ખેડૂતોને આગામી ચોમાસાની સિઝનમાં બિયારણ, ખાતર ખરીદી માટે પૈસાની જરૂર હોવાથી તાત્કાલિક કપાસની ખરીદી આ સેન્ટરો પર શરૂ કરવામાં આવે તેવી સાંસદ મોહન કુંડારિયાએ માંગ કરી છે..
ભાવનગરમાં રાત્રે એક કેસ નોંધાયો હતોભાવનગરમાં રાત્રે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આંબાચોક સવાઇગર શેરીમાં રહેતા શમાબાનું નયાની (ઉ.વ.27)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેસરના ઉગલવાણ ગામે સુરતથી આવેલા એક યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. નકુમ શેરીમાં રહેતા જગદીશ ઘનશ્યામભાઇને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે સરપંચ અને સ્વયંસેવકની ટીમ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેનામાં લક્ષણો જણાતા સેમ્પલ લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું. ભાવનગરમાં કુલ કેસ 99 થયા છે અને 49 દર્દી સાજા થયા છે. હાલ 43 દર્દીઓ સારવાર હેઠળ છે. ઉગલવાણા ગામને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કર્યો ત્યાં આજે ઉગલવાણમાંથી પોઝિટિવ કેસ આવ્યો છે. બસમાં આવ્યો તે સહિત કોના કોના સંપર્કમાં આવ્યા તેને શોધવા તંત્ર કામે લાગ્યું છે. 

કોરોનાનો કહેર રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. જ્યાં કોરોના પોઝિટિવનો આંક 6 હજારને પાર પહોચ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાંથી અમદાવાદ સિવિલ માટે કોરોના વોરિયર્સની માંગ સાથેના આદેશને પગલે આજે ભાવનગર રેડક્રોસની 11 દીકરીઓ અને 5 દીકરાઓ મળી કુલ 16 એટેન્ડન્ટ અને આસી.નર્સિંગ સ્ટાફ અમદાવાદ સિવિલમાં સેવા આપવા ખાસ બસ મારફતે રવાના થયા હતા.

(જયદેવ વરૂ, અમરેલી/ભરત વ્યાસ, ભાવનગર)

Post a Comment

0 Comments