લોકડાઉનથી કંટાળેલા લોકો પૈસાની ચિંતા ન કરો, TVની આટલી ચેનલો મફતમાં જોઈ શકશો

  • કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તમામ લોકો હાલ પોતપોતાના ઘરમાં કેડ થઈ ગયા છે. લોકો હાલ ઘરમાં રહીને કંટાળી ન જાય આથી ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન એટલેકે IBF ડીટીએચ અને કેબલ નેટવર્ક પર પસંદ થયેલી ચેનલો બે મહિના સુધી મફતમાં જોઈ શકશે. જેમાં સોની પલ, કલર્સ, રિશ્તે અને અનમોલ ચેનલનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે પહેલા ટાટા સ્કાઇના યૂઝર્સ માટે ફિટનેસ ચેનલ ફ્રીમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી.
  • મફતમાં જોઈ શકશો સોની, ઝી ટીવી અને કલર્સની આ ચેનલ
  • IBFનું કહેવું છે કે લોકડાઉનના આ સમયમાં યૂઝર્સ સોની નેટવર્કનું સોની પલ, ઝીટીવીનું ઝી અણમોલ અને કલરનું કલર્સ રિશ્તે ચેનલ બે મહિના મફતમાં જોઈ શકશો. આ નિર્ણય હાલની પરિસ્થિતિને જોઈને લેવામાં આવ્યો છે.
  • ગ્રાહકો પહેલા આટલી ચુકવતા હતા કિંમત
  • આ ચેનલની કિંમતની વાત કરીએ તો સોની પલ પહેલા 1 રૂપિયામાં સ્ટાર ઉત્સવની કિંમત 1 અને ઝી અણમોલની કિંમત 0.1 રૂપિયા હતી. તો બીજી બાજુ કલર્સ રિશ્તેની કિંમત 1 રૂપિયો રાખવામાં આવી હતી.
  • ટાટા સ્કાઇની ફિટનેસ ચેનલ
  • ટાટા સ્કાઇની ફિટનેસ ચેનલ યૂઝર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ છે. આ ચેનલ 110 નંબર પર આવે છે. આ ચેનલ મોબાઇલ એપ પર લાઈવ ટીવીને સરળતાથી જોઈ શકશો. આ પહેલા કંપની ગ્રાહકો પાસેથી રોજના 2 રૂપિયા વસુલતી હતી.

Post a Comment

0 Comments