મોદીની એક અપીલ પર ‘PM કેયર્સ’માં દેશભરમાંથી થયો કરોડોનો વરસાદ, જાણો કોને કેટલા આપ્યા રૂપિયા

 • વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. તેથી જનજીવન થંભી ગયું છે. દેશને દૈનિક ધોરણે આર્થિક મોર્ચે ઘણું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ આ ખતરનાક વાયરસ વધુ ન ફેલાય તે માટે લોકોને દૂર રાખવા જરૂરી છે અને તે માટે લોકડાઉન એક માત્ર વિકલ્પ છે.
 • માહિતી મુજબ દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1000થી પણ વધુ કેસ સામે આવ્યા છે. આ સંકટના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કેયર્સ એટલે કે રાહત ફંડની રચના કરી છે.પીએમની આ અપીલ પછી લોકોએ ખુલા દિલથી દાન કર્યું છે. એવામાં દેશની કેટલીક એવી જાણીતી હસ્તીઓ છે જેમને પીએમની અપીલ પર દેશની મદદ માટે આ દાન કર્યું છે.
 • ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ- 1500 કરોડ:
 • મીડિયા રિપોર્ટ મુજબ ટાટા સન્સ અને ટાટા ટ્રેસ્ટે કોરોના વાયરસથી લડવા માટે પીએમ કેયર્સમાં રૂ. 1500 કરોડનું દાન આપ્યું છે.
 • Paytm- 500 કરોડ:
 • રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન નાગરિક સહાયતા અને કટોકટી રાહત ભંડોળ(પીએમ કેયર્સ) માં 500 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે.
 • મુકેશ અંબાણી- 500 કરોડ:
 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીએ પીએમ કેયર્સમાં 500 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત કંપની 5-5 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી રાહત કોષમાં પણ આપશે. આ પહેલા રિલાયન્સ ફાઉન્ડેશને 100 બેડની પહેલી કોવિડ-19 હૉસ્પિટલ ફક્ત 2 અઠવાડિયામાં તૈયાર કરી હતી.
 • ગૌતમ અદાણી-100 કરોડ અને રેલ મંત્રાલય-151 કરોડ:
 • માહિતી મુજબ અદાણી ફાઉન્ડેશને પીએમ કેયર્સમાં 100 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. જ્યારે રેલ મંત્રાલયે 151 કરોડ રૂપિયાના યોગદાનની જાહેરાત કરી છે.
 • BCCI- 51, અક્ષય કુમાર-25 કરોડ:
 • રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી રાહત ફંડમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) એ 51 કરોડ રૂપિયા આપવાની વાત કહી છે. જ્યારે બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
 • પ્રભાસ- 4 કરોડ, સુરેશ રૈના-52 લાખ, વરુણ ધવન- 30 લાખ:
 • રિપોર્ટ પ્રમાણે એક્ટર પ્રભાસે રૂપિયા 4 કરોડ, ક્રિકેટર સુરેશ રૈનાએ 52 લાખ અને એક્ટર વરુણ ધવને 30 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સિવાય સાઉથ એક્ટર રામ ચરણ તેજાએ 70 લાખ રૂપિયા આપવાની વાત કહી છે. બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યને પીએમ કેયર્સમાં 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
 • સચિન તેંડુલકર- 50 લાખ, IAS એસોસિએશન- 21 લાખ, IPS અસોસિએશન- 21 લાખ:
 • રિપોર્ટ પ્રમાણે સચિન તેંડુલકરે 50 લાખ રૂપિયાની મદદ કરશે, જ્યારે આઈએએસ એસોસિએશન સંકટના સમયમાં 21 લાખ રૂપિયા દાન કરશે. આ સિવાય દરેક સભ્ય ઓછામાં ઓછી એક દિવસની સેલરી દાન કરશે. આ સિવાય આઈપીએસ એસોસિએશન તરફથી 21 લાખ રૂપિયાનું યોગદાન કરવામાં આવશે. ત્યારે દરેક સભ્ય ઓછામાં ઓછી એક દિવસની સેલરી દાન કરશે.

Post a Comment

0 Comments