વડોદરામાં JCPએ પેરાલીસીસથી પીડાતી મહિલાને હોસ્પિટલ પહોંચાડી, ACPએ હતાશ થયેલી મહિલાનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું


  • કંઇ વાહન ન મળતા પિતાએ પેરાલીસીસથી બીમારીથી પીડાતી દીકરી માટે JCPનો સંપર્ક કર્યો અને તેઓએ પોલીસની ગાડી મોકલી દીધી
  • માંજલપુરમાં મહિલા એકલી રહેતી હોવાથી કોરોના વાઈરસના સમાચાર સાંભળીને માનસિક રીતે ડરી ગઇ હતી
  • વડોદરાઃ કોરોના વાઈરસના લોકડાઉન વચ્ચે વડોદરા શહેરમાં પોલીસની માનવતાની મહેકના બે કિસ્સા આજે સામે આવ્યા છે. વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશનર કે.જી. ભાટીએ પેરાલીસીસની બીમારીથી પીડાતી મહિલાને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી હતી અને સારવાર કરાવ્યા બાદ ઘરે પહોંચાડી હતી. આ ઉપરાંત વડોદરાના એફ ડિવિઝનના એસીપી એસ.બી. કુંપાવતે કોરોના વાઈરસથી હતાશ થઇ ગયેલી અને એકલવાયી જિંદગી જીવતી મહિલાને તેના વૃદ્ધ માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.
  • મહિલા અને તેના માતા-પિતા પોલીસની કામગીરીથી ભાવ વિભોર થયા.
  • વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક મહિલા એકલી રહે છે. આ મહિલાના પતિ અને બાળકો અમેરિકામાં રહે છે. હાલ રાત દિવસ સતત કોરોનાની ભયાનકતાના સમાચારો સાંભળીને હતાશ થઇ ગયેલી મહિલા માનસિક ભય અનુભવી રહી હતી. 85 વર્ષના વયોવૃદ્ધ માતા-પિતા પણ લોકડાઉનમાં દીકરી પાસે જઇ શકવામાં સમર્થ ન હતા. અને દીકરી પણ માતા-પિતા પાસે જવામાં મૂંઝવણ અનુભવી રહી હતી. આવા સમયે પેટ્રોલિંગમાં ફરી રહેલા એસીપી એસ.બી. કુંપાવતને મહિલાએ રોક્યા હતા અને પોતાની આપવીતી તેમને જણાવી હતી. તેઓએ સંવેદના દાખવીને તુરંત જ પોતાનું પોલીસ વાહન મોકલીને મહિલાના વયોવૃદ્ધ માતાપિતાને મહિલાના ઘરે પહોંચાડ્યા હતા. તેમની કામગીરીથી મહિલા અને તેમના વયોવૃદ્ધ માતા-પિતા ભાવવિભોર થઇ ગયા હતા.
  • તમારી ફરજ નિષ્ઠા અને માનવીયતાને હું દિલથી સલામ કરું છું
  • પોલીસ અધિકારીના માનવતા ભરેલા વ્યવહારથી ગદગદિત થયેલી મહિલાએ જણાવ્યું હતું કે, તમારી ફરજ નિષ્ઠા અને માનવીયતાને હું દિલથી સલામ કરું છું. હવે મને મારા માતા-પિતાને મળીને સારૂ લાગી રહ્યું છે.
  • મારી દીકરીની સારવારમાં મદદરૂપ થનાર પોલીસનો આભાર માનુ છુ.
  • બીજી કિસ્સામાં વડોદરા જોઇન્ટ પોલીસ કમિશનર કે.જી ભાટીની સૂચનાથી વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એસ. આનંદ અને તેમની ટીમે ભૂમિનગરમાં રહેતા આર. કે. માસ્ટર(72)ની પેરાલીસીસની બીમારીથી પીડાતી દીકરીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી હતી અને સારવાર કરાવ્યા બાદ ઘરે પહોંચાડી હતી. જેથી દીકરીના પિતા આર. કે. માસ્ટરે જણાવ્યું હતું કે, મેં મારી દીકરીની સ્થિતિ વિશે જાણ કરતા જોઇન્ટ પોલીસ કમિશનર ભાટી સાહેબને જાણ કરતા તેઓએ તુરંત જ પોલીસની ગાડીની વ્યવસ્થા કરી આપી હતી અને પી.આઇ.ને મોકલીને મારી દીકરીને હોસ્પિટલ પહોંચાડી હતી અને હોસ્પિટલથી ઘરે પણ મૂકી ગયા હતા. જેથી વડોદરા પોલીસનો હું આભાર માનુ છું.
video mukava baki che

Post a Comment

0 Comments