કામ ના મળવાને કારણે આવા કામ કરીને જીવન વિતાવી રહ્યા છે “અંગ્રેજો ના જમાના ના જેલર” અસરાની

  • મિત્રો, આજ થી થોડા વર્ષ પૂર્વે બોકસઓફિસ પર છવાઈ ગયેલી ફિલ્મ શોલે નો એક ફેમસ ડાયલોગ “ હમ અંગ્રેજો કે જમાને કે જેલર હે” બોલનાર તથા તે પાત્ર ભજવનાર લોકપ્રિય અભિનેતા અસરાનીએ ૭૦ અને ૮૦ ના દાયકા મા અનેક સુપર હીટ ફિલ્મો મા કાર્ય કરેલું છે. અસરાની એ નામચીન અભિનેતાઓ માના એક અભિનેતા છે કે જેને તેમના બાળપણ થી જ ખ્યાલ હતો કે તે એક અભિનેતા બનવાના ગુણ ધરાવે છે. આ હેતુસર તેણે સૌપ્રથમ પુણે ના ફિલ્મ અને ટેલીવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા મા અભિનય નું પ્રશિક્ષણ લીધું હતું.
  • આજે આ લેખ મા અમે તમને અસરાની ના જીવન વિશે ના અમુક એવા પાસાઓ વિશે માહિતી આપીશું કે જેના વિશે તમને ખ્યાલ જ નહી હોય. અસરાની ની બોલીવૂડ ની સફર યાત્રા અત્યંત વિકટ હતી. આજે અસરાની એ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે ત્યાં પહોંચવા માટે તેમણે અત્યંત કઠોર પરિશ્રમ કર્યો છે.
  • ઘર મા ફેમિલી નો કર્યો વિરોધ :
  • અસરાની બાળપણ થી જ એક એક્ટર બનવાની ઈચ્છા ધરાવતા હતા. પોતાની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમણે પોતાના ઘર ના સદસ્યો નો પણ વિરોધ કર્યો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે જણવ્યું હતું કે જયારે તેમના ઘર ના સદસ્યોએ તેમને સૌપ્રથમવાર મોટા પડદા પર જોયો હતો ત્યારે તે અત્યંત ક્રોધિત થઇ ગયા હતા. આ ક્રોધ ના આવેશ મા આવીને તેઓ તેમને મુંબઈ થી ગુરદાસપુર પરત લઇ આવ્યા હતા. કારણ કે અસરાની ના પરિવારજનો ને તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી મા કાર્ય કરે તે જરાપણ પસંદ નહોતું.
  • અસરાની ના ફેમિલી મેમ્બર્સ તેમના ફિલ્મો મા કાર્ય કરવા ના આ નિર્ણય ના સખત્ત વિરોધી હતા. અસરાની ના પિતા ની ફક્ત એક જ ઈચ્છા હતી કે તે મોટો થઇ ને એક ગવર્મેન્ટ જોબ કરે. પરંતુ , અસરાની ફિલ્મ મા કાર્ય કરવા ઈચ્છતા હતા , આ કારણોસર તેમણે પરિવાર ના લોકો ની નજરો થી બચી ને ગુરદાસપુર થી મુંબઈ પરત આવી ગયા હતા. મુંબઈ આવ્યા બાદ અનેક પ્રયાસો કર્યા બાદ પણ તેમને સફળતા નો સ્વાદ ચાખવા ના મળ્યો એટલે તેમણે પુણે ના ફિલ્મ ઇન્સ્ટીટયુટ થી વર્ષ ૧૯૬૪મા ડિપ્લોમાં કર્યું.
  • પરંતુ આ કોર્ષ કર્યા બાદ પણ તેઓ ને ફિલ્મો મા અમુક નાના-નાના પાત્ર જ મળ્યા. ત્યારબાદ તેઓ હતાસ થઇ ને પુણે મા પાછા આવી ગયા અને અહીં એફટીઆઈઆઈ મા એક શિક્ષક ની જોબ કરવા માંડ્યા. શિક્ષક ની નોકરી કરતા સમયે પણ તેમના મન માંથી એક અભિનેતા બનવા નું સ્વપ્ન તૂટ્યું નહી. તેઓ એક શિક્ષક ની નોકરી કરતા ની સાથોસાથ ઘણાં ફિલ્મ નિર્માતાઓ ની મુલાકાત કરતાં અને અંતે તેમની મુલાકાત ડાયરેક્ટર ઋષિકેશ મુખર્જી સાથે થાય છે અને તેમની ફિલ્મ “સત્ય કામ” માં તેમને કાર્ય કરવાનો મોકો મળે છે. આ પિકચર ૧૯૬૯મા રીલીઝ થઇ હતી. આ પિક્ચર મા કાર્ય કર્યા બાદ અસરાનીએ સુપર હીટ ફિલ્મ “ગુડ્ડી” મા કાર્ય કર્યું. જેમાં તેમનો કોમિક અંદાજ સૌ કોઈ નો પ્રિય રહ્યો.
  • ત્યારબાદ પણ અનેક સુપરહિટ ફિલ્મો મા કર્યું કાર્ય 
  • ત્યારબાદ તેમણે “પિયા કા ઘર“, “મેરે અપને“,”શોર“,”સિતા ઔર ગીતા”,“પરિચય“, “બાવર્ચી“,”નમક હરામ” ,”અચાનક“,”અનહોની” જેવી અનેક સુપરહીટ ફિલ્મો મા કાર્ય કર્યું. કોમેડી અભિનય ની સાથોસાથ ૧૯૭૨મા રીલીઝ થયેલી ફિલ્મ “કોશિશ” અને “ચૈતાલી” મા અસરાનીએ નકારાત્મક અભિનય પણ ભજવેલા છે. અસરાનીએ પોતાના કરિયર મા ફક્ત અભિનય સુધી જ સીમિત ના રહ્યા. તેમણે ૧૯૭૭ માં “ચલા મુરારી હીરો બનને” નામક સેમી બાયોગ્રાફીકલ પિકચર પણ બનાવી.
  • આ પિકચર ની વાર્તા તેમના અંગત જીવન પર થી જ પ્રેરિત હતી. ભલે આ પિકચર ને લોકો દ્વારા એટલી બધી લોકપ્રિયતા ના મળી પરંતુ, અસરાનીએ ૧૯૭૯ માં “સલામ મેમસાહબ” , ૧૯૮૦ માં “હમ નહિ સુધરેંગે“, ૧૯૯૩ માં “દિલ હિ તો હૈ” અને ૧૯૯૭ મા “ઉડાન” જેવી પિકચરો પણ બનાવી. હાલ પ્રવર્તમાન સમય મા અસરાની પુણે ના ફિલ્મ અને ટેલીવિઝન ઇન્સ્ટીટયુટ મા લોકો ને અભિનય નું પ્રશિક્ષણ આપે છે.


Post a Comment

0 Comments