વેદો નુ આ મંત્ર છે ઘણું લાભદાયી, તેના જાપ થી પૂરી થાય છે તમામ મનોકામનાઓ

  • માતા ગાયત્રી નો મહામંત્ર વેદો નો એક મહત્વ નો મંત્ર માનવામા આવે છે જેનું મહત્વ લગભગ “ॐ” સમાન ગણવામા આવે છે. આ યર્જુવેદ ના મંત્ર “ॐ ભૂભુર્વ સ્વ:” તેમજ ઋગ્વેદ ના છંદ ૩.૬૨.૧૦ ના મેળ થી રચાયેલ છે. એવું પણ માનવામા આવે છે કે આ મંત્ર ના ઉચ્ચારણ તેમજ તેને સમજવા થી પ્રભુ ની પ્રાપ્તિ થાય છે. આ મંત્ર માથી નીકળતા તરંગો બ્રહ્માંડ મા જઇને ઘણા દિવ્ય તેમજ શક્તિશાળી અણુઓ તેમજ તત્વો ને આકર્ષિત કરી ને જોડે છે.
  • આ દિવ્ય શક્તિ બ્રમ્હાંડ મા થી પરત ફરી પોતાના ઉદગમ સ્થાને આવે છે જેથી માનવ શરીર દિવ્યતા તેમજ પરલૌકિક સુખ થી ભરાઇ જાય છે. આ મંત્ર ને વેદમા ચમત્કારી તેમજ ફાયદાકારક માનવામા આવ્યો છે. ચાર વેદો મા આ ગાયત્રી મંત્ર નો ઉલ્લેખ જોવા મળે છે. આ મંત્ર મા એટલી શક્તિ છે કે જો તેનું નિયમિત ત્રણ વખત જાપ કરવામા આવે તો વ્યક્તિ ની આજુબાજુ રેહલી નકારાત્મક શક્તિઓ દુર થાય છે તેમજ તેના થી બીજા ઘણા લાભ પણ પ્રાપ્ત થાય છે. આ મંત્ર બૌદ્ધિક ક્ષમતા તેમજ મેઘા શક્તિ એટલે કે સ્મરણશક્તિ ને વધારે છે.

  • આ મહામંત્ર નો સાદી ભાષા મા અર્થ
  • આ મંત્ર દર્શાવે છે કે હે પ્રાણ સ્વરૂપા, દુખો નો નાશ કરનારા, સુખ સ્વરૂપા, શ્રેષ્ઠ તેમજ તેજસ્વી, પાપ નુ નાશ કરનારા, દેવ સ્વરૂપા પરમાત્મા ને અમે અમારા અંતરાત્મા થી ધારણ કરીએ છીએ. આ પરમાત્મા અમારી બુધ્ધિ ને સારા માર્ગે દોરે તેવી યાચના કરીએ છીએ. આ મંત્ર નો જાપ માળા થી કરવા ઈચ્છતા હોય તો ૧૦૮ મણકાવાળી માળા લઈ જાપ કરવો જોઈએ. આ માટે તુલસી અથવા તો ચંદન ની માળા ને શ્રેષ્ઠ માનવામા આવે છે. આ મંત્ર ને શાંતિ થી અને પૂર્ણ રૂપ થી બોલવો જોઈએ. તેના અર્થ તેમજ મહત્વ ને સમજ્યા બાદ જ તેનો જાપ કરવો જોઈએ.Post a Comment

0 Comments