તોફાની ટપુડાની બેસ્ટી યાદ છે? નાનકડી સોનુ હવે થઈ ગઈ મોટી, જુઓ હવે કેવી લાગે?

 • મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલમાં પલક સિધવાણી સોનુનો રોલ પ્લે કરી રહી છે. જોકે, જ્યારે આ સીરિયલ શરૂ થઈ ત્યારે સોનુનો રોલ ઝીલ મહેતા પ્લે કરતી હતી. હાલમાં ઝીલ 21 વર્ષની થઈ ગઈ છે. તેણે 14 વર્ષની ઉંમરમાં આ શો છોડ્યો હતો.
 • 10મા ધોરણમાં આવતા સીરિયલ છોડી હતી
 • ‘તારક મહેતા..’ને કારણે ઝીલ લોકપ્રિય થઈ હતી. આ સીરિયલે ઝીલને પૈસા તથા ફૅમ મળ્યાં હતાં. જોકે, ઝીલ અભ્યાસ પર ફોકસ કરવા માગતી હોવાને કારણે તેણે પેરેન્ટ્સની સહમતીથી આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. તેને બોર્ડ એક્ઝામમાં 93.33 ટકા આવ્યાં હતાં.
 • આટલા ટકા આવ્યા તો પણ કોર્મસ લીધું:
 • ઝીલને બોર્ડમાં 93.33 ટકા આવ્યા બાદ તેના ફ્રેન્ડ્સ તથા પરિવારને એમ જ હતું કે તે સાયન્સ લેશે. જોકે, ઝીલે બધાને ખોટા પાડીને કોમર્સ લીધું હતું. આ વાતથી અનેકને નવાઈ લાગી હતી. ઝીલે NMMIS યુનિવર્સિટીમાંથી બીબીએ કર્યું હતું.
 • સંતાનમાં એક માત્ર દીકરી
 • ઝીલની માતા લતા મહેતા બ્યૂટીશિયન તરીકે કામ કરે છે, જ્યારે તેના પિતા નલીન મહેતા બિઝનેસમેન તરીકે કામ કરે છે. તેમને સંતાનમાં એક માત્ર દીકરી જ છે. તેમણે દીકરીને દીકરા તરીકે ઉછેરી છે. આટલું જ નહીં ઝીલને પિતા કરતાં માતા વધુ લાડ લડાવે છે. આટલું જ નહીં માતા-પિતાને ઝીલને પર ઘણો ગર્વ છે.
 • એક્ટિંગ હોબી તરીકે પસંદ છેઃ
 • ઝીલ ક્યારેય એક્ટિંગને કરિયરને તરીકે લેવા માગતી નહોતી. તેને એક્ટિંગ હોબી તરીકે જ પસંદ હતી. આટલા વર્ષો બાદ પણ ઝીલ મહેતાના લોકો સોનુ તરીકે ઓળખે છે અને તેના ઓટોગ્રાફ માગે છે.
 • સીરિયલના સેટ પર જાય છેઃ
 • ઝીલ આજે પણ ‘તારક મહેતા..’ના સેટ પર જાય છે અને કલાકરોને મળે છે. ઝીલને આ સીરિયલ જોવી ઘણી જ પસંદ છે અને તે આ સીરિયલના જૂના એપિસોડ પણ જોતી રહેતી હોય છે. ઝીલને 18મા જન્મદિવસ પર તેના ‘તારક મહેતા..’ના શરૂઆતના 50 એપિસોડની ડીવીડી ગિફ્ટમાં આપી હતી.

Post a Comment

0 Comments