શું તમે જાણો છો વિશ્વભરમાં દહેશત ફેલાવનાર કોરોના વાઈરસનું નામ કેવી રીતે પડ્યું


  • કોરોના વાયરસ સામે લડવા દેશમાં લોકડાઉન છે. એવામાં એ જાણવું જરૂરી છે કે કોરોનાવાયરસ નામ કેવીરીતે પડ્યું. કોવિડ-19 નામ કોણે આપ્યું અને કોઈ મહામારીનું નામ કેવી રીતે રાખવામાં આવે છે. કોવિડ-19 એ મહામારીનું નામ છે જે સાર્સ-કોવ-2 વાયરસથી થાય છે.
  • ભારત સહિત દુનિયા એક અતિ-અતિ સૂક્ષ્મ વાયરસે હાહાકાર મચાવ્યો છે. અમેરિકા, ચીન, ભારત, કેનેડા સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોનાની લપેટમાં આવી ગયા છે. સમગ્ર દુનિયામાં કોરોનાના કેસો ઝડપભેર વધી રહ્યા છે. અને મૃત્યુઆંક પણ સતત વધતો જાય છે. સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ કોરોના વાયરસ વાયરસોનો એક સમૂહ છે. તેના સંક્રામણથી ફ્લુ જેવા લક્ષણો જોવા મળે છે. નાક નીતરવું, ખાંસી, ગળામાં દુખાવો થવો અને તાવ આવવો એ તેના લક્ષણો છે.
  • સંક્રમણની સ્થિતિ વધુ ખરાબ થતાં ન્યૂમોનિયા જેવી સ્થિતિમાં પણ પહોંચે છે. અને કેટલાક કિસ્સામા દર્દીનું મોત પણ થાય છે. કોરોનાનો લેટિનમાં અર્થ તાજ થાય છે. કોરોના વાયરસની સપાટી પર કાંટા જેવી આકૃતિ હોય છે જે જોવામાં તાજ તેવી લાગે છે. તેને કારણે તેને કોરોના નામ અપાયું છે. કોવિડ-19 એ મહામારીનું નામ છે જે સાર્સ-સીઓવી-2 વાયરસથી થાય છે. એનું નામ સાર્સ-સીઓવી-2 નામ એટલા માટે અપાયું કેમકે કોરોનાવાયરસનું જેનેટિક કજન છે. જેનાથી 2002માં સાર્સ-સીઓવી ફેલાયો હતો. સાર્સ-સીઓવી-2ની સરખામણીમાં કોવિડ-19 વધુ આસાન છે.
  • કોરોનાવાયરસ સામાન્ય વાયરસ છે. જે માણસો અને જાનવરોમાં મળે છે. 1930માં પહેલી વખત તેની જાણ થઈ હતી. તે સમયે વાયરસ ઘરેલુ મરઘીઓમાં મળ્યો હતો. જાનવરોમાં કોરોનાવાયરસ શ્વસન, આંતરડા, યકૃત વગેરે સમસ્યાનું કારણ બને છે. માત્ર સાત કોરોનાવાયરસ એવા છે જે માણસોમાં બીમારી ફેલાવે છે. ચાર કોરોનાવાયરસને કારણે માણસોમાં સામાન્ય શરદી અને જુકામની સમસ્યા રહે છે.
  • તેનું નામ 229ઈ, ઓસી43, એનએલ63 અને એચયુકે1 છે. જ્યારે ત્રણ કોરોનાવાયરસ માણસોના ફેફ્સામાં ગંભીર સંક્રમણ પેદા કરે છે. જે 2002માં સાર્સ-સીઓવી, 2012માં મર્સ-સીઓવી અને હાલમાં કોવિડ-19 છે. નોવેલ કોરોનાવાયરસનો મતલબ છે કે તે નવો વાયરસ છે. તે એ વાયરસોથી અલગ છે જે પહેલા માણસોમાં મળ્યો ન હતો.. નોવલ કોરોના જૂનોટિક બીમારી જેવી છે જે જાનવરમાં હોય છે. અને જાનવરમાંથી માણસમાં ફેલાય છે.
  • હવે વાત કરીએ એચ-1એન-1 વાયરસની. તો આ વાયરસે દસ્તક લેતા લોકોની ઉંઘ ઉડી ગઈ હતી. એચ-1એન-1 વાયરસ માણસોમાં ફેલાય છે ત્યારે તેને સ્વાઈન ફ્લૂ નામ અપાય છે. સ્વાઈન ફ્લૂ એવી બીમારી છે જે મોટાભાગે એવા લોકોને થાય છે જેની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે. માટે આ સંક્રમણમાં મોટાભાગે બાળકો, સગર્ભા અને વૃદ્ધો આવે છે. એચ-1એન-1 વાયરસથી તાવ આવે છે. હાથ-રગમાં દુખાવા સાથે થાક લાગે છે. તો શરદી પણ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જોકે સમયસર સારવાર લેવાય તો દર્દી સ્વાઈન ફ્લૂમાંથી સાજો થઈ જાય છે.

Post a Comment

0 Comments