શું તમને ક્યારેય વિચાર આવ્યો કે લોકો કેમ મંદિર ના પ્રથમ પગથીયા ને સ્પર્શ કરે છે? ૯૯ ટકા લોકો નહીં જાણતા હોય

  • ભારત મા મંદિરો ને એક પવિત્ર સ્થળ માનવામા આવે છે. જ્યાં માનવી ને આત્મા થી આધ્યાત્મિકતામા શુદ્ધિકરણ પ્રાપ્ત થાય છે. મંદિરમા જઈને માનવી ને માનસિક શાંતિ મળે છે. પરંતુ આ સિવાય, ઘણી વસ્તુઓ છે જે દરેક માનવી કરતા હોય છે. તેમાંથી પ્રથમ તે છે કે જ્યારે તમે કોઇપણ મંદિર અથવા તો કોઈ પૂજા સ્થાને તો તેને જોઈને તમે માથું નમાવો છો, વંદન કરવા ની એક આદત છે જે કોઈ ભાગ્યે જ ભૂલતું હોય છે. એક વાત એ છે કે મંદિરમા પ્રવેશતા પહેલા મંદિરની સીડીઓ ને સ્પર્શ કરવો અને મંદિર ના દરવાજા ની ઘંટડી વગાડવી.
  • પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આવું શું કામે કરવામા આવે છે અથવા કે પછી આપણે ફક્ત આપણા વડીલો દ્વારા કરવામાં આવતી આ ટેવો નુ જ અનુસરણ કરીએ છીએ? મંદિર મા પ્રવેશતા પહેલા ઘંટ વગાડો, પ્રથમ પગથિયા ને સ્પર્શ કરો, કપાળ પર તિલક લગાવવું આ તમામ કામો એવા છે કે જે લોકો સદીઓથી એકબીજાની દેખા-દેખી કરીને કરતાં આવ્યા છે પરંતુ તેની પાછળ ના તથ્યો અને તે કરવા પાછળ નું કારણ ભાગ્યે જ કોઈ જાણતું હશે. તો ચાલો તમને જણાવીએ કે આ કરવા પાછળ નું વાસ્તવિક કારણ શું છે.
  • એવી માન્યતા છે કે મંદિરમા પ્રવેશતા પહેલા આપણે ભગવાન નુ પૂજન કરવાનું શરૂ કરીએ છીએ અને તેના સન્માનમા આપણે પગથિયાઓ ને સ્પર્શ કરતા હોઈએ છીએ. ઘણા લોકો નુ એવું માનવું છે કે આવું કરવાથી મંદિરમા પ્રવેશતા પહેલા અને પૂજા-અર્ચના શરૂ કરતા પહેલા ભગવાન ની પરવાનગી લે છે અને તેમનું સન્માન કરે છે. આ બંને બાબતો થી એવું સ્પષ્ટ થાય છે કે આપણા દ્વારા આવું કરવાથી આપણે આપણી નમ્ર પ્રકૃતિ ને દેવી-દેવતાઓ સામેં રજૂ કરી શકીએ.
  • મંદિર ના દરવાજા ની પ્રથમ સીડી તમને મુખ્ય મંદિર અને મૂર્તિ સાથે જોડે છે. હિન્દુ મંદિરો એક વિશેષ વ્યવસ્થા નુ પાલન કરીને બનાવવામા આવે છે, જે મુજબ તમામ મંદિરો પણ બનાવવામા આવે છે. મંદિર નુ નિર્માણ ઘણા વેદો ની સંભાળ રાખીને કરવામા આવે છે. આ સાથે જ વધુ મા તમને જણાવી દઈએ કે હિન્દુ મંદિર ની વાસ્તુકલા સ્થાપત્ય વેદો પર આધારીત છે. આ વેદ મુજબ જ મંદિર નુ નિર્માણ અથવા બાંધકામ એવી રીતે કરવું જોઈએ કે મંદિર ના પ્રવેશદ્વાર પર દેવ ના પગ હોય.
  • આ માટે જ મંદિરના પ્રવેશદ્વાર ને સ્પર્શ કરીને માથે ત્યાં ની રજ ને અડાવવા મા આવે છે જેનો અર્થ છે કે તમે ભગવાન ને પગે સ્પર્શ કરી રહ્યા છો. જ્યારે પણ તમે મંદિરમા પ્રવેશતા પહેલા પ્રથમ પગથિયાને સ્પર્શ કરો છો, ત્યારે ધ્યાનમા રાખવું કે તમે ભગવાન ના પગે સ્પર્શ કરો છો. હવે જો આપણે મંદિરમા પ્રવેશતા પહેલા ઘંટ ની વાત કરીએ, તો એવી માન્યતા છે કે મંદિર ના પ્રવેશદ્વાર પર ઘંટ વગાળવા થી પ્રભુ ના આશીર્વાદ તેમજ સંપત્તિ મેળવીએ છીએ. આ સાથે જ જે જગ્યાએ અથવા તો મંદિર મા નિતમિત ઘંટ વાગે છે તેને જાગૃત દેવ મંદિર પણ કહેવામા આવે છે.

Post a Comment

0 Comments