કોરોના દર્દીની હાલત જોવી છે? ફેફસાંની હાલત આવી કપરી થાય છે, તસ્વીરો જોઈને આંતરડી કકડી ઉઠશે!  • કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવીને રાખ્યો છે. આખા વિશ્વના વૈજ્ઞાનિકો અને ડોકટરો આ વાયરસના ઈલાજ માટે રસી અને દવાની ખોજ કરી રહયા છે. વાયરસ વિશે રોજબરોજ કોઈ નવી બાબતો સામે આવી રહી છે ત્યારે એક ડોકટરે કોરોના વાયરસનો એક વર્ચુઅલ રિયાલિટી વીડિયો રજૂ કર્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કોરોના વાયરસ વ્યક્તિના ફેફસાંને બરબાદ કરી નાખે છે.
  • જણાવી દઈએ કે અમેરિકાની હોસ્પિટલમાં ઈલાજ કરી રહેલા ડોકટરે એક વ્યક્તિના 360 ડિગ્રી, 3D તસ્વીરો ક્લિક કરી. એક અહેવાલ મુજબ, 50 વર્ષથી વધુની વ્યક્તિ કોરોના વાયરસથી પીડિત છે. થોડા દિવસોમાં જ તેની હાલત ગંભીર થઇ ગઈ. તેની સારવાર જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં કરવામાં આવી રહી છે. ત્યારે ડોક્ટરોએ લોકોને આ તસ્વીર દ્વારા બતાવ્યું છે કે આ વાયરસ કઈ રીતે કોઈ વ્યક્તિના ફેફસાને સંપૂર્ણ રીતે ખરાબ કરી દે છે. આ ખૂબ જ ઝડપથી ફેફસામાં પોતાની અસર બતાવવા લાગે છે.
  • ફેફસાની આ તસ્વીરો લેતા પહેલા જ દર્દીમાં કોરોના વાયરસના કોઈ પણ લક્ષણ દેખાઈ રહયા ન હતા પણ એકદમ જ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જે પછી તેને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યો પણ તેમની હાલતમાં કોઈ સુધાર ન થયો.
  • ડોકટરે તસ્વીરો જારી કરતા કહ્યું કે દર્દીના ફેફસાની તસ્વીરમાં લીલા રંગનું ક્ષેત્ર દેખાઈ રહ્યું છે કે કોરોના વાયરસ ફેફસાના ટિશ્યુને કઈ રીતે બરબાદ કરી ચૂકયું છે. ડોકટરની ટીમે આ વ્યક્તિના ફેફસાની સ્કેન કરેલી તસવીરોના આધારે વર્ચ્યુઅલ રિયાલિટી વિડીયો તૈયાર કર્યો. કહેવાઇ રહ્યું છે કે દર્દીઓને આઇસોલેશનમાં પણ રાખવામાં આવ્યો હતો.
  • શરૂઆતમાં પીડિત વ્યક્તિએ તાવ અને કફના લક્ષણ દેખાવા પર એક અન્ય હોસ્પિટલના આઇસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. પણ થોડા જ દિવસોમાં તબિયત ખરાબ થવા પર તેમને જ્યોર્જ વોશિંગટન યુનિવર્સીટીમાં દાખલ કરવામાં આવ્યો.
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કોરોના વાયરસથી બચવા માટે દિશાનિર્દેશ જારી કર્યા છે. આ દિશાનિર્દેશમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે સામાન્ય લોકો પીડિતોથી દૂર રહે અને કોઈ પણ એવી વસ્તુઓને ન અડે, જેનાથી કોરોના વાયરસના ફેલાવાની શક્યતા હોય.


Post a Comment

0 Comments