લોકડાઉન વચ્ચે દાંતના દર્દીઓ માટે વિનામૂલ્યે કન્સલ્ટિંગ, મેડિકલ સ્ટોર ઘર બેઠા દવા આપી જશે


  • કોરોના વાઈરસથી ઉભી થયેલી સ્થિતિમાં તબીબોએ તોડ કાઢ્યો.
  • તબીબોએ ફ્રીમાં સેવા આપવાની સાથે મેડિકલ સ્ટોરવાળા આગળ આવ્યા.
  • સુરતઃ કોરોના વાયરસની મહામારીનો સામનો કરવા માટે 21 દિવસ માટે ભારતને લોકડાઉન કરવામાં આવ્યો છે, ત્યારે અન્ય હોસ્પિટલો કે કલીનિકો ભલે ચાલુ હોય પણ દાંતના દુઃખાવાની સારવાર કરતા મોટા ભાગના દવાખાના બંદ થઈ ગયા છે. ત્યારે દાંતના તબીબોએ અનોખી સેવા શરૂ કરી છે. સાથે સાથે મેડિકલ સ્ટોરવાળાએ પણ જરૂરી દવાઓ ઘર બેઠા આપવાનું શરૂ કર્યું છે.
  • દાંતના દર્દીઓ માટે સેવા
  • દાંતના દર્દીઓ ને કોઈ મુશ્કેલી નહી પડે અને સમય પર યોગ્ય સારવાર મળી રહે તે માટે સુમ્મીરો ફોઉન્ડેશન આગળ આવ્યું છે. જેમાં સુમ્મીરો ડેન્ટલ ક્લિનિક દ્વારા વિનામૂલ્યે દાંતની ચકાસણીની સેવા શરૂ કરવામાં આવી છે. સુમ્મીરો ડેન્ટલ ક્લિનિક ના નિષ્ણાંત તબીબો દર્દીઓને વીડિયો દ્વારા કન્સલ્ટિંગ કરીને જરૂરી માર્ગદર્શન સાથે જ દવાઓ પણ લખી આપે છે. ડૉ. ઉષ્મા કક્કડ એ જણાવ્યું હતું કે દર મહિને દાંત સંબધિત બીમારીના નવા દર્દીઓ આવતા હોય છે, ત્યારે લોકડાઉન ની આ કપરી પરિસ્થિતિમાં જ્યારે દાંત રોગની સારવાર કરતા મોટાભાગના દવાખાના બંધ છે ત્યારે દર્દીઓ ને કોઈ મુશ્કેલી નહી પડે અને સમયસર તેમણે સારવાર મળી રહે તે માટે સુમ્મીરો ડેન્ટલ ક્લિનિક દ્વારા આ સેવા વિનામૂલ્ય શરૂ કરવામાં આવી છે.
  • મેડિકલ સ્ટોરની ઘર બેઠા દવા આપી જશે
  • સુરતના અમુક મેડિકલ સ્ટોર ઘર બેઠા મોટી ઉંમરના દર્દીઓને દવા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડાયાબિટીસ, હ્રદયરોગ સહિતની જેમની બે મહિના કે મહિનાની દવા શરૂ હોય તેમને ઘર બેઠાં દવા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. 20 ટકા રાહત દરે મેડિકલ સ્ટોર દ્વારા વરાછા, અડાજણ સહિતના વિસ્તારના અમુક મેડિકલ સ્ટોરવાળાએ આ સેવા શરૂ કરી છે.

Post a Comment

0 Comments