જો તમારી કુંડળી માં પણ નબળો હોય સૂર્ય તો થશે અશુભ, કરો આ ચમત્કારીક ઉપાય

 
  • આકાશ મંડળનો ચમકતો ગ્રહ એટલે કે સૂર્ય વ્યક્તિને નામ, દામ, સૌરત અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે છે. વ્યક્તિ રાજા સમાન સુખો ભોગવી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય અશુભ હોય કે કોઈપણ રીતે નબળો પડતો હોય તો તે વ્યક્તિ માટે શુભ ફળ આપનારો નિવડતો નથી. જન્મ કુંડળીમાં સૂર્ય એ પિતા, પતિ અને આત્માનો કારક ગણવામાં આવે છે. સાથે સાથે તે સત્તાનો અને સૌભાગ્યનો કારક છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો, તુલા રાશિમાં નીચનો અને સિંહ રાશિમાં સ્વગૃહી બને છે.
  • આ ઉપરાંત સૂર્ય મેષ, સિંહ અને ધન રાશિઓમાં મૂળ ત્રિકોણી શુભ બને છે. સૂર્ય અને અન્ય કોઈ ગ્રહ વચ્ચે ૧૫ અંશથી ઓછું અંતર હોય તો તે ગ્રહ તેજસ્વી હોવા છતાં પણ સૂર્યના પ્રભાવ વચ્ચે અસ્તનું ફળ આપે છે. કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં ૧૨ મે સૂર્ય નબળો માનવામાં આવે છે. સૂર્યના મિત્ર ગ્રહો ચંદ્ર, મંગળ અને ગુરુ છે. સૂર્યના શત્રુ ગ્રહો શનિ, રાહુ અને કેતુ છે.
  • સૂર્ય પર જ્યારે પણ આ શત્રુ ગ્રહોની દ્રષ્ટિ હોય છે અથવા તો કોઈ શત્રુ ગ્રહ સૂર્ય ની સાથે હોય અથવા તો કોઈના જીવનમાં અશુભ સૂર્ય ની મહાદશા ચાલતી હોય છે ઓ તે વ્યક્તિને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. જન્મ કુંડળીમાં જુદા જુદા ભાગોમાં સૂર્યના અશુભ હોવાને કારણે અલગ અલગ પરિણામો મળે છે.
  • સૂર્ય ને મજબૂત કરવાના ઉપાયો :
  • જો જન્મ કુંડળીમાં સૂર્ય અશુભ ફળ આપી રહ્યો હોય તો સૌથી પહેલા વ્યકિતએ મીઠા નું સેવન ઓછુ કરી દેવું જોઈએ. તેનો અર્થ એ થાય છે કે જમતી વખતે ઉપરથી મીઠું નાખવું જોઈએ નહિં. સાથે જ દરેક રવિવારે મિઠાનું વગરનું ભોજન કરવું જોઈએ. આ વ્યકિતએ સ્વાદે મધુર વસ્તુ વધું ખાવી જોઈએ. કુંડળીના બીજા ભાવમાં અશુભ સૂર્ય માટે કોઈ ધાર્મિક સ્થાને નારિયેળનું તેલ, સરસવનું તેલ અઠવ તો બદામનું દાન કરવું જોઈએ. કુંડળીના ત્રીજા ભાવમાં અશુભ સૂર્ય માટે માતા ની સેવા કરવી જોઈએ. કુંડળીના ચોથા ભાવમાં અશુભ સૂર્ય માટે રવિવારે જરૂરિયાતમંદ અને અંધ લોકોને દાન અને ભોજન કરાવવું જોઈએ.
  • કુંડળીના પાંચમા ભાવમાં અશુભ સૂર્ય માટે ૪૩ દિવસ સુધી સરસિયાના તેલ ના થોડા છાંટા નિયમિત જમીન પર છાંટવા જોઈએ. કુંડળીના છઠ્ઠા ભાવમાં અશુભ સૂર્ય માટે ઘરમાં હંમેશા ગંગાજળ રાખવું જોઈએ અને વાંદરાને ગોળ તથા ચણા ખવડાવવા જોઈએ. સૂર્યને મજબૂત કરવાના ઉપાય કુંડળીના સાતમાં ભાવમાં અશુભ સૂર્ય માટે મીઠું ઓછુ ખાવું, કોઈ શુભ કાર્ય કરતા પહેલા સ્વદે મધુર વસ્તુ ખાવી.
  • કુંડળીના આઠમાં ભાવમાં અશુભ સૂર્ય માટે શક્ય હોય તો કોઈ સળગતી ચિતામાં તાંબાનો સિક્કો નાખવો જોઈએ અને નદીમાં ગોળ પધરાવવો જોઈએ. કુંડળીના નવમાં ભાવમાં અશુભ સૂર્ય માટે ભેટમાં ચાંદીની વસ્તુ ન લેવી જોઈએ અને પૈતૃક વાસણ ન વેંચવું જોઈએ. કુંડળીના દસમાં ભાવમાં અશુભ સૂર્ય માટે કાળા અને વાદળી રંગના કપડા ન પહેરવા જોઈએ.
  • કુંડળીના અગિયારમાં ભાવમાં અશુભ સૂર્ય માટે રાતના સમયે માથા નીચે બદામ મુકવી જોઈએ અને ત્યાર બાદ સવારે તેને કોઈ મંદિરમાં દાન કરી દેવી જોઈએ. કુંડળીના બારમાં ભાવમાં અશુભ સૂર્ય માટે ધાર્મિક કાર્યો કરતા રહેવા જોઈએ.







Post a Comment

0 Comments