આપણે તો એક લગ્ન કરીને થાકી જઈએ, બોલિવૂડના આ સ્ટાર્સ ત્રણ-ત્રણવાર ઘોડીએ ચઢ્યાં

 • મુંબઈઃ આજે તો સમાજમાં ડિવોર્સ લઈ બીજીવાર લગ્ન કરવા સામાન્ય છે. જોકે, બોલિવૂડમાં એવા સ્ટાર્સ છે, જેમણે એક કે બેવાર નહીં પણ ત્રણ-ત્રણ વાર લગ્ન કર્યાં છે. એમાંય બે એક્ટર તો ચાર-ચાર વાર લગ્ન કર્યાં છે. આજે અમે એવા જ કેટલાંક સ્ટાર્સ અંગે વાત કરીશું. કબિર બેદીએ દીકરીની ઉંમર કરતાં પાંચ વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યા છે. તો કમલ હસને ત્રણ-ત્રણ લગ્ન કર્યા પરંતુ એક પણ લગ્ન ટક્યા નથી. શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમે પણ ત્રણ લગ્ન કર્યાં છે પરંતુ ત્રીજા લગ્નનો પણ અંત આવી ગયો છે. આજે તો લોકો એક લગ્ન કરીને થાકી જાય છે પરંતુ બોલિવૂડ સ્ટાર્સ ચાર-ચાર લગ્ન બાદ પણ થાકતા નથી.
 • કિશોર કુમારઃ
 • કિશોર કુમારે ચાર વાર લગ્ન કર્યાં છે. પહેલાં લગ્ન 1950મા રૂમા ગુહા સાથે કર્યાં હતાં. આ લગ્નનો આઠ વર્ષ બાદ અંત આવ્યો હતો. બીજા લગ્ન મધુબાલા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, લગ્નના નવ વર્ષ બાદ એક્ટ્રેસનું નિધન થયું હતું. ત્યારબાદ યોગિતાબાલી સાથે ત્રીજા લગ્ન કર્યાં હતાં. જોકે, તેઓ ટૂંક સમયમાં જ અલગ થઈ ગયા હતાં. યોગિતાએ પછી મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કર્યા હતાં. જ્યારે કિશોર કુમારે ચોથા લગ્નલીન ચંદાવરકર સાથે કર્યાં હતાં.
 • સંજય દત્ત:
 • સંજય દત્તે પહેલાં લગ્ન રિચા શર્મા સાથે કર્યાં હતાં. 1996મા રિચાનું બ્રેન ટ્યૂમરને કારણે નિધન થયું હતું. 1998મા સંજયે મોડલ રેહા પિલ્લાઈ સાથે બીજા લગ્ન કર્યાં હતાં. 2005મા બંને અલગ થઈ ગયા હતાં. રેહાએ ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ આ લગ્ન પણ ટક્યા નહોતાં. સંજય દત્તે ત્રીજા લગ્ન માન્યતા સાથે કર્યાં છે. બંનેને ટ્વિન્સ દીકરો તથા દીકરી છે. પહેલાં લગ્નથી સંજયને દીકરી ત્રિશાલા છે, જે ન્યૂ યોર્કમાં રહે છે.
 • કરન સિંહ ગ્રોવર:
 • ટીવી એક્ટર કરન સિંહ ગ્રોવરે પહેલાં લગ્ન 2008મા ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા નિગમ સાથે કર્યાં હતાં. જોકે, થોડાંક જ મહિના બાદ આ લગ્નનો અંત આવ્યો હતો. 2012મા કરને જેનિફર વિન્ગેટ સાથે બીજા લગ્ન કર્યાં હતાં. બે વર્ષ બાદ આ લગ્ન પણ તૂટી ગયા હતાં. ત્રીજા લગ્ન કરને બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ સાથે કર્યાં હતાં.
 • લકી અલી:
 • સિંગર-એક્ટર લકી અલીએ પહેલાં લગ્ન ન્યૂઝીલેન્ડની યુવતી સાથે કર્યાં હતાં. બંને ‘ઓ સનમ’ મ્યૂઝિક વીડિયોમાં સાથે જોવા મળ્યાં હતાં. જોકે, આ લગ્ન ટક્યા નહીં. ત્યારબાદ બીજીવાર લકીએ ઈનાયા સાથે લગ્ન કર્યાં અને બંનેને બે સંતાનો પણ છે. અલબત્ત, આ લગ્ન પણ ઝાઝું ટક્યાં નહીં. વર્ષ 2010મા બ્રિટિશ મોડલ એલિઝાબેથ સાથે લકીએ ત્રીજા લગ્ન કર્યાં છે.
 • સિદ્ધાર્થ રોય કપૂર:
 • સિદ્ધાર્થ રોય કપૂરે પહેલાં લગ્ન બાળપણની મિત્ર સાથે કર્યાં હતાં. બીજા લગ્ન જાણીતી ટીવી પ્રોડ્યૂસર સાથે કર્યાં હતાં. જોકે, બંને 2011મા અલગ થઈ ગયા હતાં. ત્રીજીવાર બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન સાથે લગ્ન કર્યાં હતાં.
 • વિધુ વિનોદ ચોપરા:
 • પ્રોડ્યૂસર વિધુ વિનોદ ચોપરાએ સૌ પહેલાં ફિલ્મ એડિટર રેણુ સલુજા સાથે લગ્ન કર્યાં હતાં. બીજા લગ્ન શબનમ સુખદેવ સાથે કર્યાં હતાં. ત્રીજીવાર લગ્ન રાઈટર-ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપરા સાથે કર્યાં હતા.
 • કમલ હસન
 • કમલ હસને સૌ પહેલાં 1978મા ક્લાસિકલ સિંગર વાણી ગણપતિ સાથે પહેલાં લગ્ન કર્યાં હતાં. 10 વર્ષ બાદ બંને અલગ થયા હતાં. પછી સારિકા સાથે લીવ-ઈનમાં રહેતો હતો. દીકરીના જન્મ બાદ કમલ હસને સારિકા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, પછી આ લગ્નનો પણ અંત આવ્યો હતો. ત્રીજીવાર ગૌતમી સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, 2016મા આ લગ્ન તૂટી ગયા હતાં.
 • કબિર બેદી:
 • બોલિવૂડ એક્ટર કબિર બેદીએ પહેલાં લગ્ન બંગાળી ડાન્સર પ્રોતિમા બેદી સાથે કર્યાં હતાં. બીજા લગ્ન બ્રિટિશ ફેશન ડિઝાઈનર સુસાન સાથે કર્યાં હતાં. ત્રીજા લગ્ન ટીવી પ્રેઝેન્ટર નિક્કી સાથે કર્યાં હતાં. ચોથા લગ્ન 71 વર્ષની ઉંમરે પરવીન દોસાંજે સાથે કર્યાં હતાં. કબિરની પત્ની તેની દીકરીની ઉંમર કરતાં પણ નાની છે. કબીરની દીકરી પૂજા બેદીની ઉંમર 49 છે, જ્યારે પરવીનની ઉંમર 44 વર્ષ છે. એટલે કે કબિરની પત્ની તેની સાવકી દીકરી કરતાં પાંચ વર્ષ નાની છે.
 • અદનાન સામી:
 • સિંગર અદનાન સામીએ પહેલાં લગ્ન ઝેબા બખ્તિયાર સાથે કર્યાં હતાં. બીજા લગ્ન દુબઈની યુવતી સબાહ ગલદારી સાથે કર્યા હતાં. ત્રીજા લગ્ન રોયા ફરયાબી સાથે કર્યાં છે. બંનેની દીકરી મેદીના છે.
 • નીલિમા અઝીમ:
 • શાહિદ કપૂરની માતા નીલિમાએ પણ ત્રણ લગ્ન કર્યાં છે. પહેલાં લગ્ન પંકજ કપૂર સાથે કર્યાં હતાં. આ લગ્નથી નીલિમાએ શાહિદને જન્મ આપ્યો હતો. બીજા લગ્ન એક્ટર રાજેશ ખટ્ટર સાથે કર્યાં હતાં, જેમાં ઈશાન ખટ્ટરનો જન્મ થયો હતો. ત્રીજા લગ્ન ક્લાસિકલ વોકાલિસ્ટ ઉસ્તાદ રઝા અલી ખાન સાથે 2004મા કર્યાં હતાં. જોકે વર્ષ 2009મા આ લગ્નનો અંત આવી ગયો હતો.

Post a Comment

0 Comments