આ યુવાન નિયમિત ઓફિસે જવા કરે છે એરોપ્લેનની મુસાફરી, કારણ જાણીને તમે પણ દંગ રહી જશો

  • મિત્રો, નોકરીક્ષેત્રે સંકળાયેલા તમામ વ્યક્તિઓ વહેલી પરોઢે ઑફિસે જતા હોય છે અને ઑફિસે પહોંચવા માટે અનેક પ્રકાર ના વાહન વ્યવહાર ના સંસાધનો જેવા કે કાર, બસ અથવા તો બાઇક નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ, ઑફિસે પહોંચવા માટે ક્યારેય કોઈ વ્યક્તિ “વિમાન” નો ઉપયોગ કરે છે તેવું સાંભળ્યું ? આ વાત સાંભળીને તમે પણ કહી રહ્યા હશો કે, શું મજાક કરી રહ્યા છો તમે? ઑફિસ જવા માટે વળી, ઍરોપ્લેન નો ઉપયોગ કોણ કરતું હશે?
  • પરંતુ આજે આ લેખમા તમને એક વાસ્તવિકતા થી અવગત કરાવીએ છીએ જેમા એક એવા વ્યક્તિ વિશે આપણે ચર્ચા કરીશું કે જે નિયમિત વિમાન નો ઉપયોગ કરીને તેની ઓફિસે જાય છે. આ વાત સાંભળીને તથા આ લેખ વાંચી ને તમને નવાઈ અવશ્ય થશે, પરંતુ આ વાત બિલકુલ સૌ ટકા સાચી છે. વાસ્તવિકતા મા તો, આ વિશ્વ મા ફક્ત એક જ એવો વ્યક્તિ છે કે જે નિયમિત તેની ઑફિસે ઉડીને જાય છે. તમને આ વાત સાંભળીને થોડું વિચિત્ર અવશ્ય લાગશે , પરંતુ જે ચર્ચા આજે આપણે આ લેખમા કરાવા જઈ રહ્યા છીએ તે એકદમ સાચી છે.
  • આ વિશ્વ મા એક વ્યક્તિ એવો પણ હાજરાહજૂર છે કે જે પોતાની ઑફિસે આવવા-જવા માટે વિમાન નો યુઝ કરે છે. આ નામચીન વ્યક્તિનું નામ છે ‘કુર્ત વોન બન્દિસ્કી’. તે અમેરિકાના લોસ એન્જલસના બરબૈન્ક શહેર મા વસવાટ કરે છે, તે “મોટિવ” નામક ધરાવતી એક ફિટનેસ ટેક સંસ્થા નો ઑનર છે. આ વ્યક્તિ નું બિઝનેસ તેના ઘરે થી અંદાજીત ૬૦૦ કિ.મી જેટલા અંતરે સ્થિત છે. કુર્ત વોન બન્દિસ્કીની ઓફીસ સેનફ્રાન્સિસ્કો મા સ્થિત છે કે જે તેના હોમટાઉન બરબૈન્કથી અંદાજીત ૬૦૦ કિ.મી દૂર છે.
  • હવે તેની માટે સમસ્યા એવી છે કે તે ના તો તેના ઘર ને ત્યાંથી ઓફીસ તરફ સ્થળાંતરિત કરી શકે તેમ છે કે ના તો તેની ઓફીસ ને ઘર તરફ સ્થળાંતરિત કરી શકે તેમ છે. જેના કારણે તેણે નિયમિત ઘરે થી ઓફીસ અને ઓફીસ થી ઘરે પહોંચવા માટે વિમાન નો યુઝ કરવો પડે છે, આ અવરજવર ની સફરમા તે નિયમિત ના અંદાજીત ૬ કલાક જેટલો સમય પસાર કરે છે. તે રોજિંદા ઑફિસ થી ઘર અને ઘર થી ઑફિસ પહોંચવા માટે બે કાર અને એક વિમાન નો ઉપયોગ કરે છે.
  • તે નિયમિત પરોઢે ૫ વાગ્યે ઉઠીને તૈયાર થઈ જાય છે અને પોતાની કાર થી ૨૦ કિ.મી નુ સફર કાપી એયરપોર્ટ પોહચે છે. ત્યારબાદ એરપોર્ટે પહોંચ્યા બાદ , તે તેની કાર પાર્કિંગ મા લગાવીને વિમાન મા બેસે છે. વિમાન માંથી ઉતર્યા બાદ , ત્યાં ની પાર્કીંગ મા પાર્ક કરેલી બીજી કાર લઈને ૩૨ કિ.મી ની સફર કરે છે અને પોતાની ઑફિસ સુધી પહોંચે છે. કુર્ત વોન ઑફિસે થી ઘરે આવવા સમયે પણ આ જ પ્રક્રિયા અનુસરે છે. આ વ્યક્તિને તેની ઑફિસે આવવા-જવા અંદાજિત ૬ કલાક જેટલો સમય લાગે છે.
  • આ અવરજવર નો એક માસ નો ખર્ચ અંદાજીત દોઢ લાખ રૂપિયા જેટલો આવે છે. તે પોતાની આ ઓફીસ થી ઘર અને ઘર થી ઓફીસ ની યાત્રા દરમિયાન અનેકવિધ મહત્વ ના કાર્યો પૂર્ણ કરી લે છે. આ સાંભળીને તમે એવું કહી શકો કે, તે પોતાના કાર્ય પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત છે અને આ કારણોસર જ તે નિયમિત ૧૨૫૦ કિ.મી ની યાત્રા કરે છે. આટલી લાંબી યાત્રા અને પરિશ્રમ કરવો તે દરેક ના બસ ની વાત નથી.
  • આ વ્યક્તિ વિશે જાણીને તો એવી જ અનુભૂતિ થાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના કાર્ય પ્રત્યે સંપૂર્ણ રીતે ઈમાનદાર હોય તો તેના કાર્યમા ભલે ગમે તેટલી સમસ્યાઓ આવે, પરંતુ તે વ્યક્તિ આ તમામ સમસ્યાઓ ને પાર કરીને પોતાના કાર્ય ને યોગ્ય રીતે પરિપૂર્ણ કરે છે. આ વ્યક્તિ ની કાર્ય પ્રત્યે ની ઈમાનદારી અને સમર્પણ નો ગુણ જોઈને, આપણે પણ આ ગુણ આપણા જીવન મા અપનાવીને સફળતા ના ઉચ્ચ સ્તરે પહોંચવું જોઈએ. જેથી, આપણા દેશ નો પણ સર્વાંગી વિકાસ થાય.Post a Comment

0 Comments