શાકભાજી વેંચનારને કચરાના ડબ્બા માંથી મળેલ છોકરીને આજે બનાવી કમિશનર, ૨૫ વર્ષ બાદ બાળકીએ આ રીતે ચુકવ્યું ઋણ

  • આવું સંજોગોવસાત ઘણી વાર જોવા મા આવ્યું છે કે આપણે જયારે પણ મુશ્કેલીઓ થી ઘેરાયેલા હોય છીએ ત્યારે પ્રભુ નુ સ્મરણ થતા અને તેની ઈચ્છા થી ભગવાન કોઈ અજાણ્યા માણસ ને આપણી મદદ માટે મોકલે છે. ત્યારે તે માણસ ના રૂપ મા ભગવાન જ આપણી સામે પ્રગટ થતાં હોય છે અને ત્યારે તે જ માણસ આપણા અટકાયેલા કાર્યો ને પૂર્ણ કરે છે જેમ કે પ્રભુ પોતે જ કરતા હોય.
  • આવી કોઇપણ વિપરીત મુશ્કેલીઓ મા આપણે ને જયારે કોઈ ખાસ માણસ ની જરૂર હોય છે ત્યારે ભગવાન આપણી મદદ અર્થે આવા માણસ ને મોકલી દે છે. આજ ના આ આર્ટીકલ મા આવી જ એક વાત ની પુષ્ટિ કરતા પ્રસંગ ને જણાવવા જઈ રહ્યા છીએ. આ બનાવ છે આસામ ના તિનસુખિયા ગામ નો કે જ્યાં આજ થી પચીસક વર્ષે પૂર્વે એક ઘટના ઘટી હતી તે વિશે નો. તો ચાલો જાણીએ આ સમ્પૂર્ણ બનાવ વિશે.
  • આશરે આજ થી પચીસ વર્ષ પહેલા સોબરન નામ ના એક શાકભાજી વેહચી ને પોતાનુ ગુજરાન ચલાવનાર માણસ સાંજ ના સમયે પોતાની શાકભાજી નુ વેચાણ કરી પોતાના ઘર તરફ જતો હતો ત્યારે રસ્તા મા તેને રોડ ના નીચાણ વાળા ભાગ મા એક નવજાત શિશુ નો રડવાનો અવાજ સંભળાયો અને તેને નજીક જઈને જોયુ તો એક કપડા મા મા એક નવજાત બાળકી વીંટેલી રડતી હતી.
  • આ પરિસ્થિતિ જોઈ તેને ત્યારે કઈ પણ સમજાયુ નહી પરંતુ પોતે ભાવુક હ્રદય નો માનવી હોવાથી પોતે ભાવવસ થઇ આ નવજાત શિશુ ને તેણે પોતાના ખોળા મા લઈ લીધી અને બાળકી ને પોતાના ઘરે લઇ આવ્યો. ત્યારે સોબરન આશરે ત્રીસ વર્ષ નો હતો અને પોતે હજુ પરિણીત ન હોવા ના લીધે આ નવજાત નુ પાલન પોષણ કરવુ તેના માટે મુશ્કેલીભર્યું હતું. તેમ છતાં પણ તેણે પોતાના કર્તવ્ય નુ પાલન ખૂબ જ સરસ રીતે કર્યું.
  • તેને એક બાપ ની જેમ આ બાળકી નુ પાલનપોષણ કર્યું અને તેને મોટી કરી. તે પોતે દરેક વિપરીત પરિસ્થિતિ નો સામનો કરતો, તે પોતે ભૂખ્યો રહી ને પણ આ બાળકી નુ જતન એક માત-પિતા ની જેમ કર્યું. તેને દીકરી ને કોઇપણ જાત ની કમી ન રેહવા દીધી અને સમય જતા તેનું નામ જ્યોતિ રાખ્યું. જયારે જ્યોતિ મોટી થવા લાગી ત્યારે તેને સ્કુલે મોકલી.
  • જ્યોતિએ પણ ભણવામા ખુબ જ મન લગાવ્યુ અને સન ૨૦૧૩ મા પોતે કમ્પ્યુટર સાઇન્સ મા ગ્રેજયુએટ થઈ અને સરકારી પરીક્ષા ની તૈયારી માટે મેહનત ચાલુ કરી દીધી. ત્યારબાદ માત્ર એક વર્ષ ની જ સફળ મેહનત ને લીધે તેને સન ૨૦૧૪ મા આસામ સેવા આયોગ ની પરીક્ષા ઉત્તીર્ણ કરી લીધી. જેમા તેણે આસામ સરકાર મા સહાયક આયકર નો હોદો મળ્યો.
  • જ્યોતિ ની આ ઉપલબ્ધિ માટે તેના પાલકપિતા સોબરન જણાવે છે કે તેમના આખા જીવન ની તપસ્યા અત્યારે ફળીભૂત થઈ છે. જ્યોતિએ આ સરકારી પરીક્ષા ઉત્તીર્ણ કરીને તેમનુ ઋણ ચૂકવી દીધું તેમજ મારા દ્વારા કરાયેલ પાલનપોષણ ને સફળ બનાવી દીધું છે.
  • આજે જ્યોતિ પોતાના પાલકપિતા સાથે જ રહે છે અને તેમનુ ઘણું ધ્યાન રાખે છે. આથી નક્કી થાય છે કે હજુ માનવતા જીવંત છે અને જેમ એક શાકભાજી વેહચનાર માણસ ના વિશાળ હ્રદય ને લીધે એક બાળકી નુ ભવિષ્ય અંધારા મા ડૂબવાથી બચી ગયુ અને તેણે પોતે એક માનવતા નુ અતિશ્રેષ્ઠ દાખલો આજ ના આ સમાજ સામે દાખવ્યો છે.
Post a Comment

0 Comments