સમગ્ર દેશ મા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટાઈકૂન ગણાતા ગૌતમ અદાણી ના પત્ની તેમજ પુત્રો કરે છે આ કામ..

 • ભારત દેશ ના ટોપ-ટેન અબજોપતિ ઉદ્યોગપતિ મા મુકેશ અંબાણી પ્રથમ ક્રમે છે તો ગૌતમ અદાણી નુ નામ બીજા ક્રમે તો આવે જ છે. તેમ છતા આપણે મુકેશ અંબાણી અને તેમના કુટુંબ વિષે જેટલી જાણકારી ધરાવીએ છે તેના કરતા ક્યાંય ઓછી જાણકારી ગૌતમ અંબાણી ના કુટુંબ વિષે ધરાવીએ છીએ. તેમની કુલ આવક ૧૧.૫ બિલિયન અમેરિકન ડોલર એટલે કે ૮૨.૨૩ હજાર કરોડ રૂપિયા છે. ગૌતમ અદાણી, અદાણી ગૃપ ના ચેરમેન તેમજ સ્થાપક છે. તેમણે ૧૯૮૮ મા એટલે કે માત્ર ૨૬ વર્ષ ની ઉંમરે જ અદાણી ગૃપ ની સ્થાપના કરી હતી.
 • હાલ તેમની ઉંમર ૫૬ વર્ષ ની છે અને તેમનો ધંધો હજારો થી કરોડો ડોલર્સ મા ફેલાયેલો છે. ૨૦૧૮ મા દેશ ના સર્વશ્રેઠ ઉદ્યોગપતિઓ ની એક યાદી મા તેમનું નવમુ સ્થાન હતું પરંતુ હાલ આ વર્ષે તેમણે ઘણી ઉંચી છલાંગ મારી ને બીજા ક્રમાંકે પોતાનુ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. તેમણે માત્ર અઢાર વર્ષ ની ઉંમર મા કોલેજ ના અભ્યાસ નો ત્યાગ કરી મુંબઈ ખાતે પોતાના ધંધા ની શરૂઆત કરી હતી. તેમની આર્થિક સદ્ધરતા વિષે તો ઘણા બધા જાણતા હશે પરંતુ તેમના અંગત જીવન વિષે ભાગ્યે જ કોઈ ને વધુ માહિતી હોય.
 • ગૌતમ અદાણી ના ધર્મપત્ની પ્રિતિ અદાણી
 • તેમની ધર્મપત્ની નુ નામ પ્રિતિ અદાણી છે અને તે અદાણી ફાઉન્ડેશન ની મેનેજીંગ ટ્રસ્ટી ના પદ ઉપર કાર્યરત છે. આ ફાઉન્ડેશન દ્વારા આશરે પાંચ લાખ જેટલા કુટુંબો ને જુદા-જુદા સ્તરે સેવા પુરી પાડે છે તેમજ ૧૪૭૦ જેટલા ગામડાઓ મા તેમના સતકાર્ય ની છાપ જોવા મળે છે. અદાણી ફાઉન્ડેશન મુખત્વે શિક્ષણ, કોમ્યુનીટી હેલ્થ અને કોમ્યુનીટી વેલ-બિંગ્સ ઉપર કામ કરી રહી છે.
 • ગૌતમ અદાણી ના સંતાનો
 • તેમને સંતાનો મા બે પુત્રો છે અને મોટા પુત્ર નુ નામ કરણ અને નાના પુત્ર નુ નામ જીત અદાણી છે. મોટા દીકરાએ ૨૦૧૩મા પરીધી શ્રોફ સાથે લગ્ન કર્યા હતા કે જે દેશ ના જાણીતા કોર્પોરેટ લોયર ની દીકરી છે અને કરણ અદાણી ઇકોનોમિક્સ વિષય મા સ્નાતક ની ડીગ્રી ધરાવે છે. તેણે પોતાની ડીગ્રી યુ.એસ.એ ની ‘Purdue university’ માથી મેળવી છે. ૨૦૧૬મા અદાણી પોર્ટ એન્ડ સેઝ માટે તેમની સી.ઈ.ઓ તરીકે પસંદગી કરવામા આવી હતી. તે ૨૦૦૯ થી સમગ્ર દેશ મા ફેલાયેલા અદાણી પોર્ટ્સ ની દેખરેખ સંભાળી રહ્યો છે. જ્યારે નાનો પુત્ર હજુ ભણે છે.
 • ગૌતમ અદાણીએ કેવી રીતે ઉભુ કર્યું આ અબજો રૂપિયા નુ સામ્રાજ્ય
 • ગુજરાત રાજ્ય ના અમદાવાદ ખાતે એક જૈન વાણિયા કુટુંબ ના વેપારી શાંતિલાલ તેમજ શાંતાબેન અદાણી ને ત્યા ગૌતમ નો જન્મ ૨૪મી જુન ૧૯૬૨ મા થયો હતો. તેઓ જૈન વાણીયા હોવા ને લીધે વેપાર-ધંધો તો તેમના લોહી મા જ હતો. તેમના પિતા કાપડ ના વેપારી હતા પરંતુ તેમનો રસ કાપડ ના ધંધા મા નહીં પણ બીજે જ હતો.
 • કીશોરાવસ્થા ની નાની ઉંમરે સ્વતંત્ર ધંધા મા જંપલાવ્યું
 • તેમનો શાળાઅભ્યાસ અમદાવાદ ની નામચીન સેઠ સી.એન. શાળા મા થયો હતો અને તેમણે ગુજરાત યુનિવર્સિટિ મા બી.કોમ ના અભ્યાસ શરૂ કર્યો હતો પણ તેને અધવચ્ચે પડતો મુકી ને એક યુવા તરીકે રૂપિયા કમાવા ની ધૂન મા મુંબઈ તરફ પોતાનું રુખ કર્યું. તેમણે ૧૯૭૮મા એટલે કે માત્ર ૧૬ વર્ષ ની કુમળી વયે મુંબઈ હીરા બજાર ની મહેન્દ્ર બ્રધર્સ નામ ની પેઢી મા ડાયમન્ડ સોર્ટર તરીકે કામ કરવાનુ શરૂ કર્યુ હતું. ત્યાં તેમણે બે થી ત્રણ વર્ષ સુધી કામ કર્યું અને ત્યારબાદ તેમણે મુંબઈ ના ઝવેરી બજાર મા પોતાની જ ડાયમન્ડ બ્રોકરેજ પેઢી ની સ્થાપના કરી અને ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષ ની હતી.
 • ત્યાં થી ફરી અમદાવાદ બાજુ મોઢું ફેરવ્યું
 • ૧૯૮૧ મા તેમના મોટાભાઈ મનસુખભાઈએ અમદાવાદ ખાતે એક પ્લાસ્ટિક્સ ની યુનિટ ની સ્થાપના કરી જેની દેખરેખ ની સમ્પૂર્ણ જવાબદારી તેમને સોપવામા આવી. આ ધંધા મા બન્ને ભાઈઓ ને ઘણી સફળતા મળી અને તેમના માટે આ ધંધા ના આંતરરાષ્ટ્રિય દરવાજાઓ પણ ખુલી ગયા. છેવટે ૧૯૮૮મા તેમણે અદાણી એક્સપોર્ટ્સ લીમીટેડ ની સ્થાપના કરી જેને હાલ અદાણી એન્ટરપ્રાઇઝ લીમીટેડ તરીકે ઓળખવા મા આવે છે. ૧૯૯૩મા ગુજરાત સરકાર દ્વારા મુંદ્રા પોર્ટ ના મેનેજરીયલ આઉટસોર્સિંગ ની જાહેરાત બહાર પાડવામા આવી અને ત્યારે અદાણી ગૃપ ને તેને સંભાળવા નો કોન્ટ્રાક્ટ મળ્યો.
 • ૧૯૯૫મા તેમણે પ્રથમ જેટી નુ સેટઅપ કર્યું. આજે આ કંપની દેશ ની સૌથી વિશાળ પ્રાઇવેટ મલ્ટી-પોર્ટ ઓપરેટર કંપની છે. મુંદ્રા પોર્ટ દેશ નો સૌથી મોટો પ્રાઇવેટ પોર્ટ છે. આ પોર્ટ પર વર્ષ ના ૨૧ કરોડ ટન કાર્ગો ની આયાત-નિકાસ થાય છે. આજે ગૌતમ અદાણી નો ધંધો માત્ર ભારત મા જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા સુધી ફેલાયેલો છે. હાલ અદાણી ગૃપ નવા-નવા સાહસો પણ કરી રહ્યું છે જેમાં એરપોર્ટ્સ તેમજ ડેટા સેન્ટર્સ નો પણ સમાવેશ થાય છે.
 • ગૌતમ અદાણી સાથે જોડાયેલી બીજી અવનવી વાતો
 • ગૌતમ અદાણીએ છ હજાર કરોડ ની ડીલ માત્ર સૌ કલાક મા જ પાક્કી કરી લીધી હતી. તેમણે ઉડ઼ુપી થર્મલ પાવર પ્લાન્ટ માટે ની ડીલ કરવા માટે સતત સૌ કલાક વાટા-ઘાટો કરી હતી અને આ સમય દરમિયાન તેમણે નક્કી કરેલા સમય મા જ આખી ડીલ ને પાક્કી કરી લીધી હતી. તેમની કંપની અદાણી પાવર લીમીટેડ દેશ ની સૌથી વધુ ઉર્જા ઉત્પન્ન કરતી પ્રાઇવેટ કંપની છે. અદાણી કંપની દેશ મા અસંખ્ય થર્મલ પાવર પ્લાન્ટ્સ ધરાવે છે અને જે ૪૬૨૦ મેગાવોટ વીજળી નુ શરેરાસ ઉત્પાદન કરે છે. આ સાથે જ તેઓ સૌર ઉર્જા ના ઉત્પાદન મા પણ દેશ મા પ્રથમ ક્રમાંકે છે.
 • તે પોતાની આવક ના ત્રણ ટકા જેટલો ભાગ પરોપકારી પ્રવૃત્તિઓ મા ફાળવે છે. અમદાવાદ ખાતે આવેલ અદાણી વિદ્યા મંદીર સ્કુલ ઓછી આવક ધરાવતા કુટુંબ ના બાળકો ને મફત શિક્ષણ પુરુ પાડે છે અને રાજ્ય ની ઉત્તમ શાળાઓ મા આ સ્કુલ ની ગણતરી કરવામા આવે છે. ૨૦૧૫ના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મા અદાણી કંપની ને મોખરા નુ સ્થાન આપવામાં આવ્યું હતું. તે વર્ષે અદાણી ગૃપ ને દેશ ની સૌથી વિશ્વાસુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્રાન્ડ ગણવામા આવી હતી.
 • આ સાથે જ દેશ ના મહત્ત્વ ના બંદરો ને રેલ માર્ગ સાથે જોડવાનો વિચાર નો શ્રેય પણ તેમને જ આપવો જોઈએ કેમ કે તે સમય ના રેલ્વે મિનિસ્ટર નિતિશ કુમાર ને તેમણે જ રેલ માર્ગ ને બંદરો સાથે જોડવા વિષે ના મહત્ત્વ ને સમજાવ્યું હતું અને તે માટે તેમને મનાવ્યા હતા. આ વાત ને ધ્યાન મા રાખી ને જ ભારતીય સરકાર ની પોર્ટ-રેઈલ લિંકેજ પોલીસી ઘડવામા આવી હતી. આજે ભારત ના વિકાસ માટે તે ઘણી મહત્ત્વ ની સાબિત થઈ રહી છે.
Post a Comment

0 Comments