પાકિસ્તાનમાં ડોકટરો પાસે હાથના ગ્લોઝ કે માસ્ક પણ નથી, અને આ રીતે જુગાડ કરી કરે છે લોકોની સારવાર


  • આજે સમગ્ર દુનિયામાં બસ એક જ નામ ચારે બાજુ ગુંજી રહ્યું છે, અને એ નામ છે કોરોના વાયરસ. કોરોના વાયરસને કારણે આજે સમગ્ર દુનિયા ઘરમાં કેદ થઇ ગઈ છે. આજે આખી દુનિયા એક થઇ કોરોના સામે લડી રહી છે. દરેક દેશો કોરોના સામે લડવામાં વ્યસ્ત છે એવામાં એક એક એવી ઘટના સામે આવી છે જેના વિષે તમે જાણી ચોંકી ઉઠસો.

  • ખરેખર કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં 1500થી વધારે લોકોનો કોરોના વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવી ગયો છે અને આ આંકડો વધવાની પણ પૂરે-પૂરી શક્યતાઓ છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થઇ ચુક્યા છે. કોરોના વાયરસના આટલા કેસ વધતા હોવા છતાં પણ પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સુધી ત્યાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું નથી.
  • હાલ તો ખાસ વાત એ કહી શકાય કે હાલ પાકિસ્તાનમાં તમામ સરકારી હોસ્પિટલો ભગવાન ભરોસે ચાલી રહી છે કારણ કે, હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતાં ડૉક્ટરો પાસે માસ્ક, ગ્લોઝ અને સેનેટાઇઝરની સુવિધાઓ આપવામાં આવી નથી. સ્થાનિક ડૉક્ટરે પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, અમે માથા પર અને હાથ પર પોલીથીન પહેરીને લોકોની સારવાર કરી રહ્યા છીએ એટલું જ નહીં ડૉક્ટરે તેમના આવી રીતે દર્દીની સારવાર કરતાં ફોટાઓ લોકો સાથે શેર કર્યા હતા.
  • એક રીપોર્ટ મુજબ પાકિસ્તાનમાં ડૉક્ટર અને નર્સની હાલત ખૂબ જ કફોડી છે. સ્થાનિક ડૉક્ટર આમિર અલી ખાને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દેશ કોરોનાથી કેવી રીતે બચી શકશે કારણ કે દવા તો દૂરની વાત છે અહીં ડૉક્ટર અને નર્સ પાસે ગ્લોઝ, માસ્ક અને સેનેટાઇઝર પણ નથી. આ પરિસ્થિતિમાં ડૉક્ટર હાથમાં અને માથામાં પોલીથીન પહેરીને દિવસમાં 40થી વધારે દર્દીઓને સારવાર કરવા મજબૂર બન્યા છે.

  • આ બાબતે ડોક્ટરે લોકલ અધિકારીને ઘણા પત્રો લખ્યા છે પરંતુ તેમની વાત કોઈ સાંભળવા તૈયાર નથી ત્યારે ડૉક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે અમને સૌથી મોટા જોખમમાં મૂકી દીધા છે. ડૉક્ટરોને કોરોનાનું સંક્રમણ લાગશે તો દર્દી સારવાર કોણ કરશે. આ પ્રશ્ન ખુબ ગંભીર છે અને ડૉક્ટરોની વેદના સાંભળવા વાળુ કોઈ નથી.

Post a Comment

0 Comments