કોરોના વાયરસ સામે લડવા માટે જાણો માયાભાઇ અને કીર્તિદાને જાણો કેટલું દાન કર્યું

  • વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના પોજિટિવ કેસનો આંકડો 58 પર પહોંચી ગયો છે અને અત્યાસુધીમાં 5 લોકોના મોત થયા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ દેશમાં ગરીબ લોકોની માટે ધાર્મિક સંસ્થાઓ, બીજનેશ મેન અને કલાકારો સરકારને રૂપિયા ડોનેટ કરી રહ્યા છે. ગુજરાતના પ્રસિધ્ધ હાસ્ય કલાકાર માયાભાઇ આહિર અને ગાયક કીર્તીદાન ગઢવીએ પણ સરકારને લાખો રૂપિયાનું દાન કર્યું છે.
  • રિપોર્ટ અનુસાર ગાયક કલાકાર કીર્તીદાન ગઢવીએ કોરોના વાયરસની સ્થિતિમાં ગરીબ લોકોને મદદ કરવા માટે 11 લાખનું દાન કર્યું હતું અને લોકોને સરકારના આદેશનું પાલન કરીને ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી હતી. માંગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ વતી માયાભાઇ આહિરે અને રામભાઇ કામળીયાએ 11 લાખ રૂપિયાનું દાન મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં કર્યું હતું. આ ઉપરાત માયાભાઇ આહિરે અલગથી 1,11,111 રૂપિયાનું દાન કર્યું હતું.
  • ઉલ્લેખનિય છે કે, કોરોનાના કારણે લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને રાહતનિધિ ફંડમાં સહયોગ આપવા માટેની અપીલ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની અપીલ પછી અંબાજી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક-એક કરોડ રૂપિયા આપ્યા હતા ત્યારબાદ હાસ્ય કલાકાર હકભા ગઢવીએ પોતાની ત્રણ બેંકના ખાતામાં રહેલા તમામ રૂપિયા સરકારને દાન કરવાની જાહેરાત કરી હતો. તેમને કહ્યું હતું કે, હું મારા ઘરનું ગુજરાન 50 હજાર રૂપિયામાં ચલાવીશ અને આજે સારું કામ કરવાનો મને મોકો મળ્યો છે.

Post a Comment

0 Comments