આટલી બદલાઈ ગઈ છે રામાયણની સીતા, જુઓ વર્ષો પછી તેનો બદલાયલો લુક

  • 80 ના દાયકા નો લોકપ્રિય શો રામાયણ ફરી એકવાર દૂરદર્શન પર પ્રસારિત થઈ રહ્યો છે. રામાયણ માં ઘરે ઘરે રામ અને સીતા તરીકે જાણીતા અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયા આજે પણ લોકોના મનમાં એજ સ્વરૂપે સ્થાયી થયા છે. ફરક એટલો જ કે હવે બંને કલાકારો વૃદ્ધ થઇ ગયા છે. હવે જ્યારે રામાયણનું ટેલિકાસ્ટ ફરી શરૂ થવા જઇ રહ્યું છે તો ચાલો જાણીએ અભિનેત્રી દીપિકા ચિખલીયા વિશે જેણે સીતાની ભૂમિકા નિભાવી હતી. વળી, ચાલો જોઈએ ત્યાર થી લઈને અત્યાર સુધીમાં દીપિકાનો લૂક કેટલો બદલાયો છે.
  • હાલમાં જ દીપિકા ચીખલીયા કોમેડી શો કપિલ શર્મા શો માં જોવા મળી હતી. શો માં રામાયણના ત્રણ મુખ્ય પાત્રો રામ એટલે કે અરુણ ગોવિલ, સીતા એટલે કે દીપિકા ચીખલીયા અને લક્ષ્મણ એટલે કે સુનિલ લહરી પહોંચ્યા હતા. ત્રણેય એકદમ અલગ દેખાતા હતા.
  • આ દરમિયાન, તેમણે તેમની લોકપ્રિયતાનો એક કિસ્સો કહ્યો હતો. પડદા પર ભગવાનની ભૂમિકા ભજવ્યા પછી અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલીયાને લોકપ્રિય થવાનો અંદાજ ત્યારે આવ્યો હતો જયારે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ દિલ્હીમાં બોલાવીને સન્માનિત કાર્ય હતા.
  • રામાનંદ સાગરની સિરિયલ રામાયણ જાન્યુઆરી 1987 થી જુલાઈ 1988 દરમિયાન ચાલી હતી અને તે એક હિટ બની હતી. પછી ઘણા પ્રોડક્શન હાઉસે રામાયણ પર સિરિયલ બનાવી હતી. પરંતુ રામાનંદ સાગરના આ શો જેવું બીજું ફરીથી કશું થઇ શક્યું નહીં.

Post a Comment

0 Comments