આગ્રા ની આ યુવતી કરે છે મોતી ની ખેતી, જુવો કેવી રીતે ઉગાડે છે મોતી

  • આજ ના આ લેખ મા વાત કરવી છે એક એવી યુવતી વિશે કે જેની વાત સાંભળીને તમે આશ્ચર્ય મા મુકાઈ જશો. અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે મોતી સીપ મા મળતા હોય છે પણ આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે એક એવી યુવતી વિશે જે કરે છે મોતી ની ખેતી. આ યુવતી નું નામ છે રંજના યાદવ.
  • જયારે પહેલી વખત એક ડ્રમ મા કરવામા આવેલા એક પ્રયોગ થી સાત થી આઠ મોતી નીકળ્યા ત્યારે તેનો વિશ્વાસ વધી ગયો. હાલ રંજના યાદવે ૧૪ થી ૧૫ ફૂટ ના એક તળાવ મા મોતી નો આ પાક લગાવ્યો છે. આ તળાવ મા તેણે આશરે બે હજાર સીપ નાખ્યા છે અને જેમા નવા વર્ષ ના નવેમ્બર સુધી મા મોતી નો પાક તૈયાર થઇ જશે.
  • સ્કુલ ઓફ સાયન્સ મા થી મેળવી એમએસસી ની પદવી :
  • રંજના યાદવ ના જણાવ્યા મુજબ આગ્રા મા આ મોતી ની પાક નો આ પ્રથમ પ્રયત્ન છે. આ પ્રયત્ન માત્ર તેની લગન થી જ સંભવ થયું છે. તેણે ડો. ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલય ના સ્કુલ ઓફ લાઈફ સાઈન્સ મા થી એમએસસી ની પદવી મેળવેલ છે અને તેને અભ્યાસ દરમિયાન આ મોતી ની ખેતી વિશે જાણવા મળ્યું હતું. ત્યારે રંજનાએ ભુવનેશ્વર જઈ ને પર્લ ફાર્મિંગ ની વિધિવત પ્રશિક્ષણ મેળવ્યું.
  • રંજના ના પિતા નું નામ સુરેશ યાદવ છે અને તેને પોતાની પુત્રી ની ધગસ ને જોતા મહાર્શીપુરમ મા એક તળાવ નું નિર્માણ કરાવ્યું હતું. બે માસ અગાવ ગુજરાત થી મંગાવવા મા આવેલી સીપ આ તળાવ મા નાખવામા આવી હતી. આ સીપો ને આ તળાવ મા એક જાળીવાળા બેગ મા આશરે એક મીટર ની ઊંડાઈ મા લટકાવી દેવા મા આવી છે.
  • મોતી ઉત્તપન્ન થાય છે કુદરતી રીતે :
  • રંજના જણાવે છે કે તેના આ પ્રયત્ન મા માણસ નો તો માત્ર પ્રયાસ જ સામેલ છે પણ મોતી તો કુદરતી રીતે તૈયાર થાય છે. જયારે સીપ ની અંદર રેતી, કીડા, જંતુઓ જાય છે ત્યારે સીપ તેને એક ચમકદાર પરત થી ઢાંકી દે છે. આ પરત મુખ્યરૂપે કેલ્શિયમ ની હોય છે અને મોતી બનવા ની રીત પણ આજ હોય છે.
  • આ એક સીપ ની અંદર આશરે ૪ થી ૬ મિ.લી. મીટર વ્યાસ ના બીડ અથવા તો ન્યુક્લિયર નાખવામા આવે છે અને જયારે આ મોતી તૈયાર થાય છે ત્યારબાદ તેને પોલીશ કરાવવા મા આવે છે. આ સીપ મા ન્યુક્લીઅર નાખવા પહેલા તેમજ પછી સીપ ને ઘણી પ્રકાર ની પ્રક્રિયાઓ મા થી પસાર થવું પડે છે. આ મોતી ને બનાવવા માટે સીપ ને પ્રતિરોધક દવાઓ તેમજ પ્રાકૃતિક ચારો પણ નાખવામા આવે છે અને ત્યારબાદ તેને આ તળાવ મા નાખવામાં આવે છે.
Post a Comment

0 Comments