શું તમને ક્યારેય વિચાર આવ્યો કે હોટેલ મા આપવામા આવતા સાબુ જયારે પુરા વપરાયા ન હોય તો તેનું શું કરવામા આવે છે ?

 • મિત્રો, વિશ્વ ની મુખયત્વે દરેક મોટી અને નાની હોટલો મા આપણ ને નવા સાબુ, ટૂથપેસ્ટ અને આવી બધી ચીજવસ્તુઓ મળી રહે છે. ઘણી મોટી હોટલોમા આ સાબુ-શેમ્પૂ પણ નિયમિત બદલાવવા મા આવે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સાબુ, શેમ્પૂ, મોઇશ્ચરાઇઝર્સ, ટૂથપેસ્ટ વગેરે નુ થાય છે શું? જે આપણે વાપરતા નથી અથવા તો ઓછામા ઓછા ઉપયોગમા લઈ શકીએ છીએ?
 • આ છે સીધો જવાબ, પરંતુ વાસ્તવિક નથી :
 • આ પ્રશ્ન નો સરળ જવાબ એ હોઈ શકે છે કે અડધી વપરાયેલી ઉત્પાદન ફેંકી દેવામા આવશે. આ ઉપરાંત, જે વસ્તુઓ નો યૂઝ થતો નથી તે પેકેજ કરવામાં આવે છે, તે અન્ય અતિથિ ને આપવામા આવે છે. શરૂઆત મા વાંચીએ તો તે યોગ્ય લાગે છે, પરંતુ તે વાસ્તવિક નથી.
 • સૌપ્રથમ કચરા મા ફેંકી દેવાતી હતી આ વસ્તુઓ :
 • તે વાત તો નિશ્ચિત છે કે આવી વસ્તુઓ સમગ્ર દિવસમા હોટલ ના રૂમ માંથી બહાર અનેકવાર આવતી જતી હોય છે. ૯ વર્ષ પૂર્વે , મોટાભાગ ના હોટલ મા તેને કચરામા ફેંકી દેતા હતા. દિવસમા હજારો ટન કચરો જે પર્યાવરણ ને હાનિ પહોંચાડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નો એક લેખ મા કહેવામાં આવ્યું છે કે, જ્યારે હોટલ ના રૂમ માંથી સાબુ, શેમ્પૂ અને સમાન કચરો જેવા ઉત્પાદનો નિયમિત ઢગલા કરવામા આવે છે, ત્યારે તે લાખો ગરીબ લોકો ની સ્વચ્છતા ની સમસ્યા નું સમાધાન લાવી શકે છે.
 • નિયમિત લાખો માત્રા મા વપરાય છે સાબુ અને શેમ્પુ :
 • જે લોકો સાબુ, શેમ્પૂ ખરીદી શકતા નથી અને ગંદકી ના કારણે બિમારી થી ગ્રસ્ત રહે છે, તેમનું કલ્યાણ થઈ શકે છે. વર્ષ ૨૦૦૯ માં અમુક એન. જી. ઓ એ આ દિશામા અભિયાન શરૂ કર્યો હતો. એક અહેવાલ અનુસાર , આવી લાખો વસ્તુઓ નિયમીત આપણા દેશ ના હોટલ ના રૂમો માંથી બહાર નીકળી જાય છે. દેશમા ૧ થી ૧.૫ લાખ હોટલ ના રૂમ્સ છે. કોઈ એવી કલ્પના કરી શકે છે કે નિયમિત અહીં વસવાટ કરનારા કેટલા એવા અતિથિગણો છે જે આ સાબુ નો ઉપયોગ કરી શકશે?
 • રી-સાયકલિંગ કરી ને વિકાસશીલ દેશમા મોકલવામા આવે છે :
 • જો કે, આ સમસ્યા નું સમાધાન લાવવા માટે ‘ક્લીન ધ વર્લ્ડ’ અને સમગ્ર વિશ્વ ની અન્ય અનેકવિધ સંસ્થાઓએ ‘ગ્લોબલ સોપ પ્રોજેક્ટ’ ના સહકાર થી એક અભિયાન નો પ્રારંભ કર્યો હતો. આ અભિયાન હેઠળ, નવા સાબુ ના નિર્માણ કાર્ય માટે યૂઝ કરેલાં અડધા સાબુ નો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કંડિશનર, શેમ્પૂ અને મોઇશ્ચરાઇઝર નું કરવામાં આવે છે. આ રિસાયકલ કરેલા ઉત્પાદનો વિકાસશીલ દેશો મા પહોંચાડવા મા આવે છે.

 • ગરીબી રેખા હેઠળ જીવતા લોકો મા સ્વચ્છતા ને મળે છે પ્રોત્સાહન :
 • આ અભિયાન નો લાભ એવા ક્ષેત્રોમા પ્રાપ્ત થાય છે જ્યાં સ્વચ્છ પાણી, સ્વચ્છતા અને સ્વચ્છતા માટે ની સેવાઓ નો અભાવ હોય છે. ગરીબ દેશો ન્યુમોનિયા અને ઝાડા જેવી અનેકવિધ જાનલેવા બીમારીઓ નો શિકાર બને છે. રિસાયકલ સાબુ-શેમ્પૂ આ લોકોમા સ્વચ્છતા ની વિચારણા ને આગળ વધારવા મા પ્રોત્સાહન આપે છે.
 • આ વસ્તુઓ નું નિર્માણ થાય છે કીટાણુરહિત અને શુદ્ધ :
 • વિશ્વના મોટા ભાગના તમામ દેશોમા હવે આ વલણ ને વેગ મળી રહ્યો છે. ઘણી એન. જી. ઓ. સ્થાનિક સ્તરે આ કાર્ય કરતી હોય છે, જે નિયમિત આ પ્રકાર ના ઉત્પાદનો હોટલ માંથી ભેગા કરે છે અને ગરીબોમા તેનું વિતરણ કરે છે. પરંતુ, તેનું વિતરણ કરતા પૂર્વે તે વસ્તુઓ નું રિસાયકલ કરવામા આવે છે. આ અડધા યૂઝ થયેલા સાબુ અને અન્ય ચીજવસ્તુઓના રિસાયક્લિંગમા કઈ જાજો ખર્ચ નથી. રિસાયકલ દરમિયાન વધેલા સાબુ શેમ્પૂ, કન્ડિશનર સાફ કરીને તેને જીવાણુ નાશ કરવામાં આવે છે અને ત્યારબાદ શુદ્ધતા માટે તેનું પરીક્ષણ પણ કરવામાં આવે છે.
 • હજુ પણ ફેંકી દે છે ઘણા હોટેલ વાળા :
 • ‘કોરા’ હોટલ ના પાર્ટનર લુઇસ હાર્મન જણાવે છે, “એવું નથી કે અમે બાકી વધેલી તમામ ચીજ વસ્તુઓ નું દાન કરીએ છીએ .” જે વસ્તુઓ પાછી યૂઝ થઈ શકે , અમે તે અન્ય વ્યક્તિઓ ને આપીએ છીએ. તે કોઈપણ પ્રકાર ની ખાદ્ય વસ્તુ નથી. જો કે, હજુ પણ ઘણી હોટલો આ ચીજ વસ્તુઓ ફેંકી દે છે.
Post a Comment

0 Comments