જે ઘરે પુત્રવધુ કરતી હોય છે આ પાંચ કામ, ત્યાં સદા રહે છે માતા લક્ષ્મી નો વાસ, જાણો ક્યાં છે આ કાર્યો

  • મિત્રો , આપણાં સમાજ મા પુત્રી અને ઘર ની કુલવધૂ ને ઘર ની લક્ષ્મી ગણવામા આવે છે. આટલું જ નહિ પરંતુ , જો કોઈ યુવતી પરણીને પોતાના સાસરે જાય છે એટલે કે ઘર મા નવી વધુ નું આગમન થાય છે ત્યારે ઘર મા તેના શુભ કદમો પડતાં જ ગ્રહ અને નક્ષત્રો નો હકારાત્મક પ્રભાવ જોવા મળે છે , ઘર મા ખુશહાલી નો માહોલ બન્યો રહેશે તથા ઘર મા રહેલી તમામ નકારત્મક ઉર્જા દુર થાય છે. પરંતુ , જો કોઈ સ્ત્રી અમુક વિશિષ્ટ આદતો નું નિયમિત પાલન કરે તો તે ઘર મા હંમેશા માતા લક્ષ્મી નો વાસ રહે છે.
  • આપણે સૌ એ વાત જાણીએ જ છીએ કે જે ઘરમા માતા લક્ષ્મી સ્વયં વાસ કરે છે તે ઘર મા કયારેય પણ નાણાં ની અછત સર્જાતી નથી. તેમના ઘર મા બરકત રહે છે. આ આદત જોવા જઈએ તો ખુબ જ નાની છે પરંતુ, તે અત્યંત શુભ ફળ આપનાર છે. તો ચાલો જાણીએ કે આ પાંચ આદતો કઈ-કઈ છે જે અનુસાર ઘર ની સ્ત્રીઓ વર્તે તો તેમના ઘર મા માતા લક્ષ્મી નો વાસ અવશ્ય થાય છે.
  • સૌપ્રથમ આદત તો એ કેળવવી કે નિયમિત પૂજા-પાઠ કરવા. જે ઘર ની વહુ નિયમિત વહેલી પરોઢે તથા સંધ્યાકાળે પૂજન કરે છે તેમજ ફકત પ્રભુ ના નામનુ સ્મરણ કરે, ભજન-કીર્તન કરે તે ઘર મા માતા લક્ષ્મી સ્વયં વાસ કરે છે. તેમનું ઘર નિરંતર સુખ તથા સમૃદ્ધિ થી પરિપૂર્ણ રહે છે. માટે સ્ત્રીઓએ નિયમિત ઘર મા પરોઢે તથા સંધ્યાકાળે પૂજા-પાઠ કરવા જોઈએ.
  • અન્ય આદત છે આપણાં થી જ્યેષ્ઠ વ્યક્તિઓ નો આદર કરવો. સામાન્ય રીતે સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિએ તેમના થી જ્યેષ્ઠ વ્યક્તિ નો આદર રાખવો જોઈએ. પરંતુ , જે ઘર ની વહુ સાચા મન થી તેનાથી જ્યેષ્ઠ તેમજ વડીલો નો આદર સત્કાર અને માન સમ્માન કરે છે તે ઘર જાણે સ્વર્ગ સમાન બની જાય છે. આ ઘર મા કયારેય પણ વાદ-વિવાદ નથી સર્જાતો, સકારાત્મક ઉર્જા નું નિર્માણ થાય છે અને ઘર મા સુખ શાંતિ નો માહોલ બન્યો રહે છે તથા માતા લક્ષ્મી સ્વયં આ ઘર મા વાસ કરે છે.
  • ત્રીજી આદત એ છે કે નિયમિત તુલસી તથા સૂર્ય ને જળ અર્પિત કરવું. જે ઘર ની વહુ તુલસી કાઠે “ઓમ તુલસી નમામી નમ:” મંત્ર નું જાપ કરતા-કરતા જળ અર્પણ કરે તેના ઘર મા માતા લક્ષ્મી ની અસીમ કૃપા વરસે છે. આ ઉપરાંત જો ઘરની વહુ “ઓમ સૂર્યાય નમ:” મંત્ર નું જાપ કરતા-કરતા સૂર્ય ને જળ અર્પણ કરે છે તેમના ઘર ના સદસ્યો નું નસીબ પણ સૂર્ય ની માફક ચળકાટ ધરાવે છે.
  • ચોથી આદત એ છે કે જે ઘર ની વહુ દાન ધર્મ મા વિશ્વાસ રાખનાર અને દયાળુ સ્વભાવ ધરાવતી હોય છે તે ઘર થી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મી ના આશીર્વાદ પ્રાપ્ત થવાથી ઘર ની સમૃદ્ધિ મા પણ વૃદ્ધિ થાય છે. ફક્ત આટલું જ નહિ પરંતુ, ઘર ની વહુ જેટલું દાન કરે છે તેનું ૧૦૦ ગણું ફળ પ્રાપ્ત થઈ રહે છે. આથી, જ્યારે પણ ઘર ની વહુ કંઈક દાન-ધર્મ નું કાર્ય કરી રહી હોય ત્યારે ઘર ના સદસ્યો એ તેને ના રોકવી જોઈએ.
  • આ પછી આવે છે વિનમ્ર વ્યવહાર. જે ઘર ની વહુ નો સ્વભાવ વિનમ્ર હોય છે તે ઘરમા હંમેશા સકારત્મકતા જળવાઈ રહે છે. તે ઘર થી માતા લક્ષ્મી અત્યંત રાજી થાય છે અને આ ઘરમા માતા લક્ષ્મીનો હંમેશ માટે વાસ થાય છે. પરંતુ જે ઘર ની વહુ અહીં ની ત્યા કરે એટલે કે ઈર્ષા કે દ્વેષભાવ ધરાવતી હોય તો તે ઘરમા નકારાત્મક ઉર્જા નુ આગમન થાય છે. આવા ઘરમા કયારેય પણ માતા લક્ષ્મી વાસ કરતાં નથી, માટે સ્ત્રીઓએ આ આદત ને દૂર કરવી જોઈએ અને બને તેટલો વિનમ્ર વ્યવહાર કેળવવો જોઈએ. તો મિત્રો , જે ઘર ની વહુ મા આ પાંચ આદતો કેળવેલી હોય તે ઘરમા માતા લક્ષ્મી નો વાસ તો થાય જ છે પણ સાથોસાથ તે ઘરના લોકોના દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ પણ થાય છે.

.

Post a Comment

0 Comments