ભૂખી ગાયોની વેદના જોઈને પરેશ ધાનાણી ટ્રેકટર લઈને ગાયોને ઘાસ આપવા નીકળ્યા

  • લોકડાઉનના કારણે ગરીબ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. રોજનું રોજ કરીને ખાતાં હોય તેવા લોકની પાસે પૈસા કે અનાજ ન હોવાથી તેમને ભૂખ્યા રહેવાનો વારો આવે છે. શહેરની અને ગામડાઓની ઘણી સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો ગરીબ લોકોની મદદે આવ્યા છે અને તેમને બે ટંકનું ભોજન પૂરું પાડે છે. અન્ય રાજયોમાંથી કામ અર્થે આવેલા કેટલાક લોકો તો પોતાના વતન ચાલ્યા ગયા છે પરંતુ જે લોકો અહીં રહી ગયા છે તેમની હાલત ખૂબ જ દયનીય છે ત્યારે હવે ઘણી જગ્યા પર પોલીસ દ્વારા પણ ફૂડપેકેટ સેવા શરૂ કરવામાં આવી છે. તંત્ર પણ ગરીબ લોકોને ભોજન પહોંચાડી રહી છે ત્યારે વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ અમરેલીની આસપાસ રહેતા ગરીબ લોકોને ફૂડપેકેટ પહોંચાડવાની સેવા શરૂ કરી હતી.
  • પરેશ ધાનાણીએ ગરીબોને ફુડપેકેટ પહોચાડ્યા હતા ત્યારબાદ તેમને રસ્તા પર રઝળતા અબોલ પશુઓનો વિચાર આવ્યો. તેથી તેઓ પોતે ટ્રેક્ટરની પાછળ ટ્રોલી બાંધીને તેમાં ઘાસચારો ભરી પોતે અમરેલીના રસ્તા ઉપર રહેલા પશુઓને ઘાસચારો આપવા માટે નીકળ્યા હતા અને રસ્તા પર રઝડતી ગાયોને ઘાસચારો નાખ્યો હતો પરેશ ધાનાણીના આ કામને લોકોએ ખુબ બિરદાવ્યુ હતું અને ઘણા લોકો તેમના કામમાં સહકાર આપવા પણ આગળ આવ્યા હતા.
  • ઉલ્લેખનીય છે કે, ગરીબ ઉપરાંત મધ્યમ વર્ગના લોકોના કામ ધંધા પણ બંધ હોવાથી તેમના ઘરમાં પણ ધીમે ધીમે અનાજનો જથ્થો ઘટી રહ્યો છે ત્યારે સેવાભાવી સંસ્થાઓએ પોતે આવા લોકોની મદદે આવી છે અને આજની કીટ બનાવીને તેનું વિતરણ શરૂ કર્યું છે. અનાજની કિટમાં દસથી પંદર દિવસ ચાલે જેટલા અનાજનો જથ્થો લોકોને આપવામાં આવે છે ત્યારે લોકો પણ આવી સંસ્થાઓના ઉમદા કાર્યને બિરદાવી રહ્યા છે.

Post a Comment

0 Comments