ભાઈજાન સલમાનની આ દિલદારી જોઈને તમે પણ બોલી ઉઠશો કે સુપરસ્ટાર આવા પણ હોય!


 • મુંબઈઃ સલમાન ખાન પોતાની દરિયાદિલી માટે જાણીો છે. હાલમા જ સલમાન ખાને ફરી એકવાર પોતાની દરિયાદિલી બતાવી હતી. સલમાન ખાને પોતાની ફિલ્મના સ્પોટબોય્ઝને પૈસા ચૂકવવામાં મદદ કરી હતી.
 • શું બન્યું હતું?
 • સૂત્રોના મતે, ઘણીવાર બિઝી શિડ્યૂઅલને કારણે વર્કર્સને સમયસર પૈસા ચૂકવી શકતા નથી, જેમાં સ્પોટબોય્ઝનો સમાવેશ થઆય છે. થોડાં સમય પહેલાં જ કેટલાંક લોકોએ સલમાનને આ વાત કરી હતી કે સેટ પર કામ કરતાં લોકોને રોજની મજૂરી આપવામાં આવી નથી. સલમાને તરત જ પ્રોડ્યૂસર્સના ધ્યાનમાં આ વાત લાવી અને તરત જ તમામને પગાર ચૂકવ્યો હતો.
 • ભાઈને કોઈને દુઃખી ના જોઈ શકેઃ
 • ભાઈજાન સલમાન પોતાની આસપાસ રહેતા લોકોને ક્યારેય દુઃખી જોઈ શકે તેમ નથી. તે હંમેશાં પોતાની આસપાસ રહેતા લોકોને હંમેશાં ખુશ રાખે છે.
 • સાથે ભોજન લીધું
 • એકવાર સેટ પર રામ સુજન સિંહ નીચે બેસીને ભોજન લેતો હતો. સલમાને આ દ્રશ્ય જોયું હતું. તેણે તરત જ પોતાના સ્ટાફને કહ્યું કે તે પેલા વ્યક્તિને (રામ સુજન સિંહ) ટિફિન સાથે બોલાવે. જ્યારે રામ સુજન સિંહ પોતાનું ટિફિન લઈને આવ્યો ત્યારે સલમાન પણ નીચે બેસીને રામ સિંહ સાથે ભોજનનો આસ્વાદ માણ્યો હતો. કયો સુપરસ્ટાર આ રીતે સેટ પરના નાના વ્યક્તિ સાથે આ રીતે નીચે બેસીને ભોજન કરે.
 • 20 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
 • સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’ 20 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત સોનાક્ષી સિંહા, સાંઈ માંજરેકર છે. ફિલ્મમાં સલમાન ખાન ચુલબુલ પાંડેનુ પાત્ર ભજવ્યું છે. સલમાને આ ફિલ્મને લઈ કહ્યું હતું કે આ ફિલ્મ પહેલા 2 કરોડના બજેટમા બનવાની હતી. તે સમયે ફિલ્મમાં રણદીપ હુડ્ડા તથા અરબાઝ કામ કરવાના હતાં. જોકે, પછી અરબાઝે આ ફિલ્મમાં મોટાભાઈ સલમાનને લેવાનો આગ્રહ કર્યો હતો. જોકે, શરૂઆતમાં તે આ ફિલ્મ કરવા તૈયાર નહોતો. સલમાને ફિલ્મમા થોડા સુધારા કર્યાં હતાં અને પછી આ ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી.
 • બિઈંગ હ્યુમન સંસ્થા ચલાવે છેઃ
 • સલમાન ખાન બિઈંગ હ્યુમન નામની સંસ્થા ચલાવે છે. જે જરૂરિયાતમંદ બાળકોને મદદ કરે છે. આ ઉપરાંત સલમાન જરૂરિયાતમંદ લોકોને શક્ય તેટલી મદદ કરે છે.

Post a Comment

0 Comments