કેદારનાથથી રામેશ્વરમ્ સુધી, આ શિવ મંદિરોનું રહસ્ય જાણી નવાઈનો પાર નહિ રહે ?

 • શિવજીના પ્રાચીન મંદિરોઃ

 • શિવજીના અમુક મંદિરો અનાદિકાળથી આપણી વચ્ચે મોજૂદ છે અને આપણી શ્રદ્ધાને ઉત્તરોત્તર વધારતા રહ્યા છે. આ મંદિરો એ સમયે બંધાયા હતા જ્યારે કોઈ સેટેલાઈટ ટેક્નોલોજી નહતી. પૃથ્વીના અક્ષાંશ-રેખાંશ માપવાની ટેક્નોલોજી તો દૂરની વાત છે, છતાંય અમે આજે તમને કંઈક એવુ જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી નવાઈનો પાર નહિ રહે.
 • નક્શામાં સૂચક સ્થાનઃ

 • શિવજીના સાત એવા પ્રાચીન મંદિરો છે જે નક્શા પર એક સીધી લીટી પર આવેલા છે. હવે પ્રાચીન સમયમાં અક્ષાંશ રેખાંશ માપવાની ટેક્નોલોજી નહતી તો આટલી બધી ચોકસાઈથી એકબીજાથી હજારો કે સેંકડો કિલોમીટર દૂર મંદિરો એક સીધી લીટીમાં કેવી રીતે બનવાયા તેનો વિજ્ઞાન પાસે પણ કોઈ જવાબ નથી. યોગિક ગણતરીના આધારે કેદારનાથથી માંડીને રામેશ્વરમ સુધીના મંદિરો લગભગ 79° E 41’54” ના અક્ષાંશ પર આવેલા છે.
 • સમાન અક્ષાંશ પર આવેલા પ્રાચીન શિવ મંદિરોઃ

 • કેદારનાથ- કેદારનાથ મંદિર (30.7352, 79.0669)
 • કાલેશ્વરમ્- કાલેશ્વર મુક્તીશ્વર સ્વામી મંદિર (18.8110, 79.9067)
 • શ્રીકાલહસ્તિ- શ્રીકાલહસ્તિ મંદિર (13.749802, 79.698410)
 • કાંચીપુરમ- એકાંબરેશ્વર મંદિર (12.847604, 79.699798)
 • થિરુવનૈકવલ- જંબુકેશ્વર મંદિર (10.853383, 78.705455)
 • તિરુવન્નામલાઈ- અન્નામલૈયર મંદિર (12.231942, 79.067694)
 • ચિદમ્બરમ- નટરાજ મંદિર (11.399596, 79.693559)
 • રામેશ્વરમ- રામનાથસ્વામી મંદિર (9.2881, 79.3174)
 • બીજો એક યોગાનુયોગઃ

 • આમાંથી પાંચ મંદિરોને પંચભૂત સ્થલમ્ કહેવામાં આવે છે. આ પાંચ મંદિરોમાં શિવલિંગ પ્રકૃતિના પાંચ તત્વોના સ્વરૂપમાં છે. હવે આને યોગાનુયોગ માનવો કે પછી આપણા પૂર્વજો વિજ્ઞાન વિષે આપણા કરતા અનેક ગણું વધારે જાણતા હતા?
 • પૃથ્વી- પૃથ્વી લિંગમ- એકાંબરેશ્વર મંદિર (કાંચીપુરમ)
 • પાણી- અપ્પુ લિંગમ- જંબુકેશ્વર મંદિર (તિરુવનૈકવલ)
 • અગ્નિ- અગ્નિ લિંગમ- અરૂણાચલેશ્વર મંદિર (તિરુવન્નામલાઈ)
 • વાયુ-વાયુ લિંગમ- કલાહસ્તિ મંદિર (કલાહસ્તિ)
 • આકાશ- આગ્ય લિંગમ- નટરાજ મંદિર (ચિદંબરમ)

Post a Comment

0 Comments