અમિતાભ બચ્ચને પત્ની જયાની એવી તસવીર બતાવી કે તમે પણ બોલી ઉઠશો કે વાહ!


  • મુંબઈ: સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અમિતાભ પોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કાંઈકને કાંઈક પોસ્ટ કરતા જ રહે છે. પછી એ તેની નવી ફિલ્મના શૂટનો ફોટો હોય કે જૂની યાદો. બિગ બી પોતાની પોસ્ટના માધ્યમથી ઘણું કહી જાય છે. એવામાં તેમણે જયા બચ્ચનનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તેમના પત્ની માથા પર પાઘડી બાંધી સ્વામી વિવેકાનંદના લૂકમાં નજર આવી રહ્યા છે.

  • આજ સુધી નથી રિલીઝ થઈ જયા બચ્ચનની આ ફિલ્મ: અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટો શેર કરવાની સાથે જ કેપ્શન લખ્યું, ‘જયાએ બંગાળી ફિલ્મ ‘ડાગટર બાબૂ’માં સ્વામી વિવેકાનંદની ભૂમિકા ભજવી હતી, પરંતુ આ ફિલ્મ કોઈ કારણોથી હજી સુધી રિલીઝ નથી થઈ શકી.’આ બ્લેક અને વ્હાઈટ ફોટોમાં જયા બચ્ચન વિવેકાનંદના રૂપમાં છે. આ ગેટઅપમાં તેઓ ફિટ બેસી રહ્યા છે. જયા છેલ્લી વાર ફિલ્મ દ્રોણમાં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે 2016માં આવેલી કરીના કપૂરની ફિલ્મ કી એન્ડ કામાં કેમિયો કર્યો હતો.

  • આ ફિલ્મમાં નજર આવશે અમિતાભ બચ્ચન: જો અમિતાભ બચ્ચનના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તેઓ જલ્દી જ આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ગુલાબો સિતાબોમાં નજર આવશે. સાથે તેઓ ઝુંડ, ચહેરે અને બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પણ કરી રહ્યા છે.

  • આ તમામ 2020ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મો છે. બ્રહ્માસ્ત્રમાં તેઓ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે નજર આવશે. આ ફિલ્મમાં રણબીર અને આલિયાની જોડી પહેલી વાર મોટા પડદા પર જોવા મળશે.

Post a Comment

0 Comments