કોરોના પોઝિટિવ દર્દીનો ઈલાજ કરતા ડો. જયેશ ડોબરિયાએ કહ્યું, ‘સારવાર કરવામાં શેનો ડર, પરિવાર જ મનોબળ વધારે છે’


  • રોજના 8થી 12 કલાક કામ કરીએ છીએ, દર્દીઓને માનસિક સપોર્ટ આપીએ છીએ
  • મમ્મી-પપ્પા, પત્ની અને છોકરાઓ મને પૂરતો સહકાર આપે છે.
  • રાજકોટ: કોરોના પોઝિટિવ દર્દીની સારવાર કરી રહેલા રાજકોટના તબીબ જયેશ ડોબરીયાએ DvyaBhaskar સાથે વાતચીત કરી હતી. તેમાં તેઓએ જણાવ્યું હતું કે, હું જયેશ ડોબરીયા કોરોના પોઝિટિવ દર્દીની સારવાર કરી રહ્યો છું. મને ઘણા બધા મિત્રોના પ્રશ્નો આવતા હોય છે. સામાન્ય રીતે સૌથી પહેલો પ્રશ્ન એવો હોય છે કે તમે કેટલા કલાક કામકરો છો? તમને ડર નથી લાગતો, તમારા મા-બાપની શું સલાહ હોય છે. સામાન્ય રીતે અમે આવા દર્દીઓની સારવારમાં રોજના 8થી 12 કલાક કામ કરતા હોઇએ છીએ. મમ્મી-પપ્પા, પત્ની અને છોકરાઓ મને પૂરતો સહકાર આપે છે. મારામાં કોઇ નેગેટિવીટી ન આવે તેનું ધ્યાન રાખે છે.
  • પોઝિટિવવાળી વાતો કરી દર્દીને માનસિક સપોર્ટ કરીએ છીએ
  • સાથેસાથે પૂરતી કાળજી રાખવાની સલાહ આપતા જ હોય છે. આથી મને સારવાર કરવામાં કોઇ ડર લાગતો નથી. બીજુ આવા દર્દીઓની હાલત કેવી હોય છે. સ્વાભાવિક છે કે સામાન્ય લોકો કે જેને કોઇને ઇન્ફેક્શન નથી તેને પણ એટલો ડર લાગતો હોય તો પોઝિટિવ દર્દી છે તેને ડર તો લાગવાનો જ છે. પરંતુ અમે તેની સાથે વ્યવસ્થિત અને પોઝિટિવવાળી વાતો કરીએ છીએ. આ ઉપરાંત તેને માનસિક સપોર્ટ પણ આપીએ છીએ. આવા દર્દીને માનસિક સપોર્ટની જરૂર હોય છે જે અમે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ આપતા જ હોઇએ છીએ. એટલે વાંધો આવતો નથી. પરંતુ મારી તમને બધાને એક સલાહ છે કે, જ્યારે આખુ તંત્ર આટલી તૈયારીઓ કરી સામનો કરી રહ્યું છે તેની સલાહનું પાલન કરીએ. નાનામાં નાની વસ્તુઓથી આ રોગ ન ફેલાય તેનું ધ્યાન રાખીએ.
  • તબીબના પત્નીએ કહ્યું હેરાન શું કામ થાવ છો
  • અમારા લગ્નના સત્તર વર્ષ થયા, સંતાનમાં બે પુત્રી છે, સ્વાઇન ફ્લૂ વખતે પણ તે સતત હોસ્પિટલે જ રહેતા હતા, મે ત્યારે તેમને પૂછ્યું હતું કે, આપણે પૈસાની કમી નથી, તો આટલા હેરાન શા માટે થાવ છો?, તેમણે કહ્યું કે તારો ભાઇ કે પિતા હોસ્પિટલમાં દાખલ હોય અથવા હું ડોક્ટર ન હોઉ અને બીમાર હોઉ અને કોઇ સારવાર કરે નહીં તો? આ શબ્દો છે રાજકોટની ખાનગી હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો.જયેશ ડોબરિયાના પત્ની વંદનાબેનના. તેઓએ કહ્યું હતું કે, કોરોનાનો ફેલાવો વધતા ડો.જયેશ ત્રણ દિવસ પહેલાં જ ઘરેથી કપડાં ભરેલી બેગ લઇને હોસ્પિટલે નીકળી ગયા હતા, મારી બંને પુત્રી સૂચી અને હીર જ્યારે પિતાની વ્યસ્તતા અંગે કહે છે ત્યારે હું તેમને કહું છું કે, આજે સમાજ અને દેશને તારા પિતા જેવા નિષ્ણાત ડોક્ટરની જરૂર છે, તારા પિતા રિયલ હીરો છે, હોસ્પિટલે જતા પહેલા તેમણે પૂછ્યું હતું કે, ઘર સંભાળી લઇશને કોઇ તકલીફ નહીં પડેને? મેં કહ્યું હતું કે, ચિંતા કરોમાં હું લક્ષ્મીબાઇ છું, તમે નિષ્ફીકર બની દર્દીદેવની સેવા કરો. સાચું કહું ખૂબ ડર લાગે છે, દિવસ વિતતો નથી અને રાત લાંબી લાગે છે, પણ મેં તેમને આ વાત કરી નથી. 15 દિવસનું કહીને ગયા છે ત્યારે મે તેને કહ્યું હતું કે, તાનાજીની જેમ વિજયી થઇને આવજો.
video mukava no baki che

Post a Comment

0 Comments