લાંબા સમય બાદ ‘ધક ધક ગર્લ’ માધુરી જોવા મળી, પતિ તો ઓળખાય પણ નહીં એવો લાગે છે


  • મુંબઈઃ બોલિવૂડમાં એવી ઘણી એક્ટ્રેસિસ છે, જે તેમના પતિ સાથે જાહેરમાં ઘણું ઓછું જોવા મળે છે. માધુરી દીક્ષિત પણ તેમાંની એક છે. હાલમાં જ માધુરી દીક્ષિત પતિ શ્રીરામ નેને સાથે જોવા મળી હતી. એક સમયે ‘ધક ધક ગર્લ’ માધુરીના હાસ્ય તથા તેની સુંદરતાના વખાણ થતા હતાં. આજે માધુરી દીક્ષિત 52 વર્ષની થઈ ગઈ છે. જોકે, તેનો ગ્રેસ આજે પણ એવો જ છે.
  • આજે પણ સુંદરતા પાછળ પાગલ છે ચાહકોઃ
  • માધુરી આજે પણ પોતાના ચાહકોને પોતાની સુંદરતાથી ઘાયલ કરે છે. હાલમાં જ માધુરી રેસ્ટોરન્ટની બહાર પતિ સાથે જોવા મળી હતી. માધુરીનો ડો. પતિ શ્રીરામ નેને ઘણાં જ અલગ લુકમાં જોવા મળ્યો હતો. દાઢીમાં શ્રીરામ નેને તદ્દન અલગ જ લાગતો હતો. તે બ્લેક ટી-શર્ટ તથા ક્રિમ રંગના પેન્ટમાં હતો. માધુરી દીક્ષિત લાઈટ મેક-અપ, મરૂન લિપસ્ટિક તથા ખુલ્લા વાળમાં ઘણી જ સેક્સી લાગતી હતી. ઉલ્લેખનીય છે કે માધુરી દીક્ષિત છેલ્લે ફિલ્મ ‘કલંક’માં જોવા મળી હતી.
  • લગ્ન કરીને અમેરિકામાં જતી રહી હતી
  • માધુરીએ 1999માં ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યાં હતાં અને તે લગ્ન બાદ અમેરિકા જતી રહી હતી. અહીંયા તેણે બે દીકરાઓ અરીન તથા રેયાનને જન્મ આપ્યો હતો. વર્ષ 2011માં માધુરી હંમેશ માટે ભારત પરત ફરી હતી.
  • આરએનએમ કંપની ચલાવે છે
  • માધુરીએ પોતાનું પ્રોડક્શન હાઉસ RnM (રામ એન્ડ માધુરી) શરૂ કર્યું હતું. માધુરી કાસ્ટિંગ, સ્ક્રિપ્ટ અપ્રૂવિંગ તથા ડિરેક્ટર્સ સાથે કામ કરે છે. જ્યારે તેનો પતિ પ્રોડક્શન, ફાઈનાન્સ તથા રોજબરોજના કામ જોતો હોય છે. માધુરીએ આ કંપની સ્થાપી તે પહેલાં શ્રીરામ નેને પત્નીના મેનેજર તરીકે કામ કરતો હતો.

Post a Comment

0 Comments