ગુજરાતમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં અનેક જગ્યાએથી રૂપિયાનો વરસાદ થયો, જાણો કોને કેટલા આપ્યા


 • હાલ ગુજરાતમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે ઉભું થઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર પોતાની બનતી તમામ વ્યવસ્થાઓ ઉભી કરી છે. કેન્દ્ર સરકારથી માંડી દરેક રાજ્યોની સરકારે ફંડ ભેગું કરવા માટે લોકોને અપીલ કરી છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં હાલ રૂપિયાનો વરસાદ થયો હોય તેમ એક પછી એક જગ્યાએથી મોટું દાન મળી રહ્યું છે. આજે આપણે ગુજરાતમાં ક્યાંથી કેટલા રૂપિયા દાન મળ્યું તેનું એક લિસ્ટ રજૂ કરીએ છીએ. તો જાણો કોણે કેટલા રૂપિયાની સરકારને મદદ કરી.
 • ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકગાયિકા ગીતા રબારીએ પણ 2,11,000 રૂપિયા જેટલી રકમનો દાનનો ચેક આપ્યો છે. આ સિવાય અદાણી જૂથે પણ મહત્વનુ યોગદાન આપ્યું છે. હાલમાં ગૌતમ અદાણી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 5 કરોડ આપવામાં આવ્યા છે. આ સિવાય અદાણી જૂથે વડા પ્રધાનના રાહત ભંડોળમાં રૂ. 100 કરોડ આપવા ઉપરાંત હાલમાં કપરી સ્થિતિનો સામનો કરી રહેલા લોકોને સહાય કરી છે.
 • અદાણી જૂથે એસવીપી હોસ્પિટલ અમદાવાદના હેલ્થ વર્કર્સ અને ડોકટર્સને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો (પર્સનલ પ્રોટેકશન ઈક્વિપમેન્ટસ) પૂરાં પાડયાં છે. અદાણી ફાઉન્ડેશનનો સ્ટાફ ગુજરાતમાં મુંદ્રા ખાતે રોજમદાર કામદારો અને ટ્રક ચલાવનારા માટે દૈનિક 1,000 ફૂડ પેકેટ તૈયાર કરી રહ્યો છે.
 • - કોરોના મહામારી મામલે રાહત ફંડની સરવાણીમાં ખોડિયાર મંદિર ટ્રસ્ટ વરાણા દ્વારા રૂપિયા 11 લાખનું દાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં મંદિરના ટ્રસ્ટે ચેક અર્પણ કર્યો હતો. સમી મામલતદારને મંદિરના ટ્રસ્ટીએ ચેક આપીને ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે.
 • - કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલે પણ રૂપિયા 10 લાખની ગ્રાંટ ફાળવી છે. છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલને આ ગ્રાન્ટ ફાળવી છે. કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલે આપેલી ગ્રાન્ટના રૂપિયાથી મેડિકલ સાધન ખરીદવા માટે ગ્રાંટની ફાળવણી કરવામાં આવી છે. છોટા ઉદેપુરની સરકારી હોસ્પિટલમાં કોવિડ 19ના ટેસ્ટિંગ, સ્ક્રીનિંગના સાધનો, વેન્ટિલેટર તથા અન્ય મેડિકલ સાધનો ખરીદવા રૂપિયા 10 લાખની ગ્રાન્ટ ફાળવી છે. સ્થાનિક ધારાસભ્ય, સાંસદો દ્વારા 3 દિવસ અગાઉ પણ ગ્રાન્ટ ફાળવાઈ છે.
 • - કોરોના મહામારીમાં જગન્નાથ મંદિરનું રૂપિયા 51 લાખનું દાન આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 51 લાખનું દાન કરવામાં આવ્યું છે.
 • - અમરેલી - કોરોના સામેની લડાઈમાં મંદિરો આગળ આવ્યા છે. અમરેલીના ભુરખિયા હનુમાન મંદિર તરફથી પણ દાન આપવામાં આવ્યું છે. CM રાહત નિધિ ફંડમાં રૂપિયા 5.02 લાખનું દાન આપ્યું છે. ટ્રસ્ટીઓએ જિલ્લા કલેક્ટરને ચેક અર્પણ કર્યો હતો.
 • - કચ્છના સાંસદ વિનોદ ચાવડા એક લાખ રૂપિયાનું મુખ્યમંત્રી રાહતફંડમાં અનુદાન બાદ કલાકાર પણ આગળ આવ્યા છે. જાણીતા લોકગાયિકા ગીતાબેન રબારી પણ પોતાના વ્યક્તિગત બચત માંથી 2.11 લાખનું અનુદાન કર્યું છે. ગીતા રબારી કલેક્ટર ચેક અપર્ણ કરી મુખ્યમંત્રી રાહતફંડમાં રૂપિયા જમા કરાવ્યા હતા. તે સાથે જ ગુજરાત તમામ કલાકારો જરૂરિયાતમંદ લોકોને કીટ અર્પણ કરશે.
 • - કોરોના મહામારી વચ્ચે CM રાહત નિધિમાં દાનની સરવાણીમાં અનેક સ્વામિનારાયણ સંસ્થાઓએ રૂપિયા 4 કરોડની રકમ દાનમા આપી છે. અમદાવાદ, ગઢડા, વડતાલ સ્વામિનારાયણ સંસ્થાએ મોટું દાન આપ્યું હતું.
 • - કોરોના મહામારી ડામવા શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ આર્થિક સહભાગી બન્યું હતું. મુખ્યમંત્રી રાહત ફંડમાં મંદિર ટ્રસ્ટ દ્વારા 551111 રૂપિયાનું દાન અપાયું છે. વિષ્ણુ મંદિરના વાઇસ ચેરમેન દ્વારા જિલ્લા કલેક્ટરને ચેક અપાયો છે. જરૂરિયાત મંદ અસરગ્રસ્તો માટે શામળાજી મંદિરના ટ્રસ્ટ દરેક રીતે તૈયાર કરાયો છે.
 • દરેક ધાર્મિક સંસ્થાઓ દ્વારા કોરોના વાયરસની આપત્તિમાં પ્રધામંત્રીશ્રીના રાહત ફંડમાં આપવામાં આવેલ સહાયતાની રકમની યાદી.
 • - શ્રી તિરુપતિ બાલાજી ટ્રસ્ટ : 200 કરોડ રૂપિયા
 • - શિરડી સાંઈ ટ્રસ્ટ :51 કરોડ રૂપિયા
 • - માતા વૈષ્ણોદેવી ટ્રસ્ટ :7 કરોડ રૂપિયા
 • - સોમનાથ મંદિર:- 1 કરોડ રૂપિયા
 • - જલારામ મંદિર:- 5 કરોડ 10 લાખ રૂપિયા
 • - શ્રી સ્વામિનારાયણ મંદિર,કાલુપુર, અમદાવાદ: 51,00,000/-
 • - શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન :- 27 00 000/-
 • - શ્રી સ્વામિનારાયણ મંદિર ,સરધાર,રાજકોટ: 21,00,000/-
 • - શ્રી સ્વામિનારાયણ મંદિર,કુંડળ: 21,00,000/-
 • - શ્રી સ્વામિનારાયણ મંદિર,જૂનાગઢ : 11,00,000 + આયસોલેશ માટે મંદિરના ઉતારા
 • - શ્રી સ્વામિનારાયણ મંદિર,બાપુનગર, અમદાવાદ:- 1,000 જેટલા લોકોને ભોજન વિતરણ
 • -શ્રી સ્વામિનારાયણ મંદિર ,વડતાલ: આયસોલેશન માટે 500 જેટલા મંદિર ના ઉતારા.
 • YDS (હરિધામ-સોખડા) સંસ્થા દ્વારા અનેક જગ્યાએ ફુડ પેકેટ, ભોજન વ્યવસ્થા,કોરોના કિટ, ચેકઅપ વ્યવસ્થાઓ..
 • - BAPS સંસ્થા દ્વારા અનેક લોકોને શાકભાજીની કીટનું વિતરણ
 • - ઉમિયાધામ મંદિર : 15,00,000/-
 • - ખોડલધામ ટ્રસ્ટ :- 21,00,000
 • - જૈન સંપ્રદાય: આયસોલેશન માટે ગુજરાતની તેમની તમામ ધર્મશાળા ઓ
 • - વિશ્વનાથ મંદિર: ગરીબ લોકો માટે ભોજનની વ્યવસ્થા.

 • જાણો સમગ્ર વિગત: PM રિલીફ ફંડમાં સહાય કરવા જીતુ વાઘાણીની અપીલ

Post a Comment

0 Comments