૧૨ વર્ષ થી કરે છે અગાશી ઉપર ખેતી, પાડોશીઓ ને પણ આપે છે મફતમા શાકભાજી  • બજાર મા રોજબરોજ વધતા જતા શાકભાજી ના ભાવો ની કોઈપણ પ્રકાર ની અસર મહેન્દ્રભાઈ સચ્ચન પર નથી થતી, તમે તેનું કારણ જાણો છો? કારણ કે તેઓએ તેના ઘર ની આગાશી ઉપર ૨૦ થી પણ વધુ પ્રકાર ના લીલા શાકભાજી ઉગાડયા છે. બજારમા મળતી જંતુનાશકો તેમજ રાસાયણિક ખાતરો થી ઉગાડવામા આવેલ શાકભાજી ખાતા સમયે, આપણ ને ઘણીવખત વિચાર આવે છે કે જો મારી પાસે થોડી જમીન હોત, તો પોતાના માટે શાકભાજી ત્યાં વાવ્યા હોત. મહેન્દ્ર સચ્ચને આ સ્વપ્ન ને વાસ્તવિક કરી બતાવ્યું છે.
  • તેમના જણાવ્યા પ્રમાણે તેમની અગાશી પર શાકભાજી ની ખેતી દ્વારા તે દર મહિને ૨૫૦૦ થી ૩૦૦૦ રૂપિયા ની બચત કરે છે અને સાથોસાથ તેને ઓર્ગેનિક શાકભાજી ખાવા માટે પણ સરળતા થી મળી રહે છે અને આ સિવાય ની વધતી શાકભાજી ને તેઓ પોતાના પડોશીઓ ને વહેંચી દે છે. લખનૌ ના મુનશી પુલિયા વિસ્તાર મા નિવાસ કરતા મહેન્દ્ર ને ખાણીપીણી નો ઘણો શોખ છે પરંતુ તેઓ મોંઘા અને સ્વાદ રહિત કેમિકલયુક્ત શાકભાજી ખાવા ઈચ્છતા ન હતા.
  • આ માટે તેમણે વિચાર કર્યો કે જમીન નો નાનો ટુકડો ખરીદીને તેમા ઓર્ગેનિક શાકભાજી ઉગાડીને ખાવા માટે જમીન નો ટુકડો શોધવા લાગ્યા પણ જમીન ના ભાવ સાંભળીને તેઓ અટકી ગયા કેમકે જમીન ખરીદવી તેમના માટે શક્ય ન હતી અને તેમની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. તેમને આ માટે કોઈ સમાધાન મળ્યું નહીં અને પછી એક દિવસે તેમને વિચાર આવ્યો કે તેમના મકાન ની આગાશી ઘણી મોટી છે અને જો તે તેને જ તેનું ખેતર બનાવી તેમા ઓર્ગેનિક શાકભાજી ઉગાડે તો કેવું રેહશે.
  • તેઓ વધુ વાત કરતા જણાવે છે કે “ખોરાક તેમજ આરોગ્ય દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે,” હાલ બજારમા મળતા તમામ શાકભાજીઓ મા જંતુનાશક દવા નો છંટકાવ કરવામા આવી રહ્યા છે અને સાથોસાથ રાસાયણિક ખાતર નો પણ ઉપયોગ કરવામા આવે છે, જેથી આરોગ્ય બગડે છે. આ માટે તેઓ જણાવે છે કે શરૂઆતમા, ” મેં ઓર્ગેનિક શાકભાજી માટે થોડાક છોડ ને રોપ્યા, અને તેનો સ્વાદ એક વાર ચાખ્યા બાદ મેં આખી આગાશી ને જ મારું ખેતર બનાવી દીધું. “
  • શરૂઆત ના સમય મા “મેં દૂધી, રીંગણ, ટામેટા, મૂળા જેવા શાકભાજી ની ખેતી કરી અને તેમાં કોઈપણ પ્રકાર ની જંતુનાશક દવા અથવા તો રાસાયણિક ખાતર નો ઉપયોગ ન કર્યો. આ શાકભાજી નો સ્વાદ ફક્ત તેમના ઘર ના સભ્યો ને જ નહીં પણ તેમના પડોશીઓ ને પણ ઘણો પસંદ પડ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, આ શાકભાજી શરીર મા પચવામાં તેમજ રાંધવામા ઓછો સમય લેતી હતી. ઓર્ગેનિક પદ્ધતિ થી ઉગાડવામા આવેલ શાકભાજી મા વધુ પોષકતત્વો હોય છે અને સાથોસાથ તે સ્વાદ મા પણ લાજવાબ હોય છે.
  • આ શાકભાજી ની વિપરીત બજારમા મળતાં શાકભાજી સ્વાદ રહિત અને શરીર માટે હાનિકારક હોય છે, ઓર્ગેનિક પદ્ધતિ થી ઉગાડવા મા આવેલ શાકભાજી કુદરતી રીતે ઉગે છે તેમજ તેનો વિકાસ પણ સંપૂર્ણ કુદરતી રીતે થાય છે અને જમીન પણ પોતાનું બંધારણ ને જાળવી રાખે છે જેથી ઓર્ગેનિક શાકભાજી માનવ શરીર માટે વરદાન રૂપ સાબિત થાય છે. તેઓ છેલ્લા ૧૨ વર્ષ થી આ રીતે ખેતી કરી છે અને બજાર માથી શાકભાજી ખરીદવા નુ બંધ કરી દીધું છે.
  • આ શાકભાજી ની દરેક ઉપજ બાદ તેનું બિયારણ તે સાચવી રાખે છે તેમજ આ બિયારણ તેઓ બીજા લોકો ને પણ આપે છે જેથી હરકોઈ ઓર્ગેનિક શાકભાજી ઉગાડી શકે. આ “ઓર્ગેનિક પદ્ધતિ થી ઉગાડવામા આવતા ફળો તેમજ શાકભાજીઓમા એન્ટી ઓક્સિડેન્ટ્સ નું પ્રમાણ વધુ હોય છે કેમ કે તેમા કોઇપણ પ્રકાર નુ પેસ્ટિસાઇડ્સ હોતું નથી અને જેથી માનવ શરીર માટે સારા એવા પોષકતત્વો જાળવી રાખે છે અને તમને રોગો થી સુરક્ષિત રાખે છે.”
  • આ અગાશી ને ખેતર બનાવવા માટે તેમને ઘર મા કોઈપણ પ્રકાર નો ફેરફાર નથી કરવો પડ્યો અને ના તો કોઈપણ પ્રકાર નો ખર્ચ કરવો પડ્યો હતો. આ ૬૦૦ ચોરસ ફૂટ ની અગાશી ઉપર સર્વપ્રથમ તેમણે એક જાડું પ્લાસ્ટિક પાથર્યું અને ત્યારબાદ નદી નો કાપ તેમજ દેશી ખાતર ભેળવી ને આખી અગાશીમા પાંચ ઇંચ જેટલો થર પાથરી દીધો અને આ માટી માટે ખાતર પણ રસોડા ના વધતા કચરા માંથી બનાવ્યું અને તેમાં શાકભાજી ઉગાડવા નુ કામ શરૂ કર્યું.
  • આ અગાશી ઉપર આવી રીતે ઓર્ગેનિક ખેતી કરવાનો બીજો ફાયદો એ છે કે ઉનાળા મા ઘર નો નીચલો ભાગ ઠંડો રહે છે. ઉનાળામા સિમેન્ટ ની છત ગરમ થાય છે, પરંતુ હવે અમારે રાત-દિવસ એસી ચલાવવા ની પણ જરૂર પડતી નથી, જેના થી વીજળી ની બચત થાય છે તેમજ આજુબાજુ ની હવા પણ સ્વચ્છ રહે છે. દસ થી બાર વર્ષોમા, તેમણે આજુબાજુ ના લોકો સહિત ઘણા મિત્રો ના ઘરે અગાશી ઉપર આ ખેતર બનાવ્યા છે. હાલ ની વધતી મોંઘવારી તેમજ ભેળસેળ ને ધ્યાન મા લઈને હવે શહેરોમા પણ કિચન ગાર્ડન નો ટ્રેન્ડ વધી રહ્યો છે. હવે ઘણી કંપનીઓ પણ તમને કિચન ગાર્ડન નો સંપૂર્ણ સેટઅપ કરી આપે છે.
  • શુદ્ધ શાકભાજી તેમજ ફળો ના અન્ય પણ ઘણા ફાયદાઓ છે. તેના સેવન થી બાળકો ઓછા બીમાર પડે છે. આ પદ્ધતિ થી ઉગાડવા મા આવેલ શાકભાજી મા પોષકતત્વો તેમજ વિટામિન, ખનિજો, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન ભરપુર પ્રમાણ મા હોય છે. આ સાથે જ તેમા રહેલા ન્યુટ્રિઅન્ટ્સ હૃદયરોગ ની સાથોસાથ માઇગ્રેન, રક્ત દબાણ, ડાયાબિટીશ તેમજ કેન્સર જેવા રોગો થી પણ રક્ષણ આપે છે. જો આપણે પણ આપણી જરૂરિયાત તેમજ સગવડ મુજબ આપણી અગાશીમા શાકભાજી ની ખેતી કરીએ, તો આપણે આપણા સ્વાસ્થ્ય ની સાથોસાથ પરિવાર ના દરેક સભ્ય ની સ્વાસ્થ્ય ની રક્ષા અને પર્યાવરણ નુ પણ રક્ષણ કરી શકીએ છીએ.


Post a Comment

0 Comments