મુકેશ અંબાણી-નીતા અંબાણી જેટલી પૈસાદાર નથી આ ગુજરાતી વહુ પણ કરે છે આ પ્રશંસનીય કામ!


 • મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાનો 13 ઓક્ટોબરના રોજ 52મો જન્મદિવસ છે. હાલમાં જ જૂહી ચાવલાએ જન્મદિવસને લઈ યાદો શૅર કરી હતી. જૂહી ચાવલાએ ગુજરાતી બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યાં છે. મહેતા ગ્રૂપ પાસે 2800 કરોડથી વધુ સંપત્તિ છે.
 • શું કહ્યું જૂહીએ?
 • જૂહીએ કહ્યું હતું કે તેને આજે પણ યાદ છે કે નાનપણમાં ફુગ્ગા ફુલાવીને તેના રૂમને સજાવવામાં આવતો અને તેનો ભાઈ પીનથી તમામ ફુગ્ગાઓ ફોડી નાખતો. દર વખતે તેમની વચ્ચે આ વાતને લઈ ઝઘડો થતો હતો. જ્યારે પણ ઘરની રિંગ વાગે ત્યારે તે દરવાજો ખોલતી અને ફ્રેન્ડ્સ પાસેથી ગિફ્ટ લેતી. તે બુક્સ સિવાય કોઈ પણ ગિફ્ટ લેવા તૈયાર થઈ જતી. પાર્ટી પૂરી થયા બાદ તેના રૂમમાં બહુ બધી ગિફ્ટ્સ રહેતી.
 • મોડી રાત સુધી પાર્ટી કરતાં
 • એક્ટ્રેસ થયા બાદ તે આખી રાત મિત્રો સાથે પાર્ટી કરતી. બારીઓ પર કાળા પડદા અથવા તો કાળા કાગળ લગાવી દેવામાં આવતા અને તેઓ મોટા અવાજે સંગીત સાંભળતા અને પાર્ટી કરતાં.
 • હવે, ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે પાર્ટી
 • જૂહીએ કહ્યું હતું કે ‘ક્યામત સે ક્યામત તક’ હીટ થયા બાદ તેણે એક ભવ્ય જન્મદિવસની પાર્ટી આપી હતી પરંતુ હવે તે માત્ર ક્લોઝ ફ્રેન્ડ્ સાથે પાર્ટી સેલિબ્રેટ કરે છે.
 • આમિરે ગિફ્ટમાં ચોકલેટ આપી હતી
 • એક ફન્ની પ્રસંગ યાદ કરતાં જૂહીએ કહ્યું હતું કે એકવાર આમિર તેની બર્થડે પાર્ટીમાં આવ્યો હતો અને તેને કહ્યું હતું કે તે ગિફ્ટ લઈને આવ્યો છે. આ વાત સાંભળીને તે ઘણી જ ઉત્સાહી થઈ ગઈ હતી. જોકે, આમિરે ગિફ્ટમાં નાનકડી ચોકલેટ આપી હતી અને તે એકદમ નિરાશ થઈ ગઈ હતી.
 • 200થી વધુ બાળકોને જમાડે છે
 • જૂહીએ કહ્યું હતું કે તે પાર્ટી આપતી નથી પરંતુ જરૂરિયાતમંદ લોકોને જમે છે. દર વર્ષે તે 200થી વધુ બાળકોને જમાડે છે.

Post a Comment

0 Comments