ઉંચી ફી લેતી ખાનગી શાળાના શિક્ષકોમાં આવી સંવેદના તમે જોઈ છે? માન થઈ જાત તેવી તસવીરો

  • અમરેલી: ‘શિક્ષક કભી સામાન્ય નહી હોતા’ કહેવતને સૌરાષ્ટ્રની એક સરકારી શાળામાં ભણાવતા શિક્ષકે સાબિત કરી દીધી છે. હાથમાં ચોક લઇને બ્લેકબોર્ડ પર શિક્ષણ આપતા આ શિક્ષકે હાથમાં કાતર લઇને એક ગરીબ વિદ્યાર્થીના વાળા કાપી આપ્યા અને તેને સ્નાન પણ કરાવ્યું હતું.
  • અમરેલીની જાફારાબાદ તાલુકામાં આવેલી મિતિયાળા પ્રાથમિક શાળાની આ ઘટના છે. જ્યાં કટકીયા રાઘવભાઇ ડી. શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આમ તો તેમનું નામ રાઘવભાઇ છે પણ સૌ કોઇ તેમને રઘુ રમકડું એવા હુલામણા નામથી ઓળખે છે.
  • રઘુભાઇ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સુપરવિઝન કરીને શાળામાં પરત આવ્યા અને તેમણે જોયું કે ધોરણ-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કવાડ નિલેશના માથાના વાળ ખૂબ વધી ગયા છે. તેમણે નિલેશને ઘણીવાર વાળ કપાવીને આવવા કહ્યું હતું. પરંતુ તે વાળ કપાવીને આવ્યો ન હતો.
  • ગરીબી એટલી કે 40 રૂપિયા પણ ક્યાંથી લાવે????
  • ધોરણ-2માં અભ્યાસ કરતા નિલેશના પરિવારની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે વાળ કપાવવાના 40 રૂપિયા ખર્ચ કરવા મુશ્કેલ હતા. નિલેશની આર્થિક સ્થિતિ જોતા રોજ હાથમાં ચોક લઇને ભણાવતા શિક્ષકે હાથમાં કાતર લીધી અને નિલેશના વાળ કાપી દીધા. નિલેશના માથામાં અને શરીર પર હજું ધુળેટીનો રંગ પણ હતો. તેથી રઘુભાઇએ તેને સ્નાન પણ કરાવી દીધું. શિક્ષકે વાળ કાપી નવડાવી આપતા નિલેશા ચહેરા પર ખુશી દેખાઇ રહી હતી.
  • ઘડિયાળમાં સમય જોતા ન આવડે પણ નિલેશ સમયસર શાળાએ આવી જાય
  • મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારના બીજા ધોરણમાં અભ્યાસ કરતા બાળક નિલેશને ઘડિયાળમાં સમય જોતા નથી આવડતું પણ તે દરરોજ શાળાએ તો સમયસર આવી જાય. આ બાળક એટલો તો સમજું છે કે મધ્યાહન ભોજનનો સમય થાય ત્યારે સહાધ્યાયીઓ માટે હાથ ધોવા પાણીની ડોલ પણ ભરી લાવે. કોઇ દિવસ બિમાર હોય તો ઘરે જતાં રહેવાના બદલે શાળામાં જ રહીને અભ્યાસમાં ધ્યાન આપે.
  • નિલેશની આર્થિક સ્થિતિ જોતા રોજ હાથમાં ચોક લઇને ભણાવતા શિક્ષકે હાથમાં કાતર લીધી અને નિલેશના વાળ કાપી દીધા.
  • ધોરણ-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કવાડ નિલેશના માથાના વાળ ખૂબ વધી ગયા છે. તેમણે નિલેશને ઘણીવાર વાળ કપાવીને આવવા કહ્યું હતું.
Post a Comment

0 Comments