અભિનેત્રી કરિના કપૂર જેવું ફિગર બનાવવું હોય તો આ ડાયટ પ્લાન ફોલો કરો


  • મુંબઈ: લાંબા સમય સુધી વજન ઘટાડવા માટે કોઈ પણ સાઈડ ઈફેક્ટના ડાયટ પ્લાનને ફોલો કરવો બહુ જ જરૂરી હોય છે. જે લોકો કરિના કપૂર જેવી બોડી બનાવવા માગે છે એ લોકોને કરિના કપૂર ખાનનો ડાયટ પ્લાનને પણ ફોટો કરવો પડશે તો અમે તમને બતાવીશું કે શું છે કરિનાનો ડાયટ પ્લાન! કરિનાની ન્યુટ્રિશનિસ્ટ ઋતુજા દિવેકરએ સોશિયલ મીડિયા પર ડાયટ અને ફિટનેસને લઈને રહસ્ય મોટું ખોલ્યું છે.
  • હાલમાં જ ઋતુજાએ ફિલ્મ ‘ગુડ ન્યુજ’ના સોંગ ‘ચંડીગઢ’માં કરિનાના લુક માટે ડાયટ પ્લાન પોસ્ટ કર્યો હતો. ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ના સોંગમાં કરિના પાર્ટી આઉટફિટમાં ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી છે.
  • કરિનાની ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘ચંડીગઢ’ ગીતમાં સેક્સી લૂક મેળવવા માટે કરિનાએ ખાસ ડાયટ પ્લાન ફોલો કર્યો હતો.
  • આ સોંગમાં સેક્સી લુક માટે કરિનાએ 8 મીલ ડાયટ ફોલો કર્યું હતું. કરિના કપૂરે એક અઠવાડિયા સુધી રોજ 3 મીલ ડાયટના બદલે 8 મીલ ડાયટ ફોલો કરવાનું શરૂ કરી દીધું હતું. ઋજુતા દિવકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કરિનાનો ફોટો શેર કરીને લખ્યું કે, જો તમે વિચારતા હશો કે કરિના શું ખાય છે તો હું તમને જણાવું.
  • કરિના કપૂરના ડાયટ અંગે ઋજુતા દિવકરે વિગતવાર માહિતી આપી હતી જેમાં મીલ 1 – સવારે ઉઠીને રાત્રે પાણીમાં પલાળેલી કાળી દ્રાક્ષ કેસર સાથે. મીલ 2- બ્રેક ફાસ્ટમાં ચટણી સાથે પરાઠા. મીલ 3- વચ્ચેના સમયનું ભોજનમાં નારિયેળ પાણી ચપટી તકમરિયા સાથે. મીલ 4- લંચમાં પાપડ સાથે દહીં અને ભાત ખાતી હતી. મીલ 5- મીડ મીલ અખરોટ અને ચીઝ મીલ 6- સાંજના નાસ્તામાં બનાના મિલ્ક શેક. મીલ 7- ડિનરમાં દહીં સાથે ખીચડી અથવા સૂરણની ટિક્કી અને વેજ પુલાવ અને મીલ 8- ઊંઘતી વખતે દૂધ અથવા કેળાનું મિલ્ક શેક.
  • ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું હતું કે, ફિટ અને હેલ્ધી રહેવાની સાથે પરફેક્ટ ફિગર મેળવવું સરળ છે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બનશે કે તમે લાંબા સમય સુધી ફોટો કરી શકો. તમે સ્થાનિક ખાદ્ય પદાર્થો ખાવ, મોસમ પ્રમાણે ફળ-શાકભાજી ખાવો એમાં પણ ખાસ કરીને ખોરાકનું સેવન કરો. ઋજુતા દિવેકરે કહ્યું કે, સેક્સી ફિગર માટે કરિના કપૂર રોજ 8 મીલ ડાયટ પ્લાન સાથે તેણે અઠવાડિયામાં 5 કલાક જેટલું જ વર્કઆઉટ કર્યું હતું.

Post a Comment

0 Comments