• અનીલ કપૂર
  • વર્ષ 1956 માં જન્મેલ અનીલ કપૂર આજે 63 વર્ષ ના થઇ ગયા છે પરંતુ તો પણ ફિલ્મો માં એક્ટીવ છે. વર્ષ 1979 માં તેમને ફિલ્મ હમારે તુમ્હારે માં એક નાના કિરદાર થી પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી. તેના પછી વર્ષ 1980 માં તેમને પહેલી તેલુગુ ફિલ્મ કરી હતી. પછી થી અનીલ કપૂર એ રામ લખન, જુદાઈ, મિસ્ટર ઇન્ડિયા, બેટા, નાયક, સ્લમડોગ મીલેનીયર, લાડલા, તેજાબ, કર્મા, લોફર, હીર રાંઝા, મેરી જંગ, ઘરવાલી-બહારવાલી, નો એન્ટ્રી, બુલંદી, વેલકમ, ટોટલ ધમાલ જેવી ઘણી સફળ ફિલ્મો માં કામ કર્યું. તેમની હમણાં રીલીઝ થયેલ ફિલ્મ મલંગ છે જેમાં તેમના કિરદાર ને લોકો એ ખુબ પસંદ કર્યો.
  • મલાઈકા અરોડા
  • 23 ઓક્ટોમ્બર, 1973 એ મહારાષ્ટ્ર ના થાને માં જન્મેલ મલાઈકા ને દેખીને તમને બિલકુલ નહિ લાગે કે આ 46 વર્ષ ની છે. મલાઈકા બોલીવુડ ની પોપુલર આઈટમ ડાન્સર છે અને તેમને ઘણા બધા સુપરહિટ ગીતો પર આઈટમ નંબર કર્યું છે. તેમની ફિટનેસ અને એકટીવીટી દેખીને તમને લાગશે કે આ 25 વર્ષ ની કોઈ હસીના છે.
  • રેખા
  • રેખા એ બોલીવુડ માં વર્ષ 1965 માં ચાઈલ્ડ એક્ટ્રેસ ના રૂપ માં પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી પરંતુ બોલીવુડ માં વર્ષ 1969 થી કરી હતી. બોલીવુડ માં રેખા એ આસ્થા, કામસૂત્ર, મુકદ્દર કા સિકંદર, ખુબસુરત, ખૂન ભરી માંગ, ઉમરાવ જાન, ઘર, ખિલાડીઓ કા ખિલાડી, દો અનજાને, ખૂન પસીના, અમીરી-ગરીબી, ફૂલ બને અંગારે, કોઈ મિલ ગયા અને ક્રીશ જેવી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું.
  • મિલિંદ સોમન
  • 4 નવેમ્બર, 1965 એ યુનાઈટેડ કિંગડમ માં જન્મેલ મિલિંદ સોમન મૂળરૂપ થી ભારતીય છે. મિલિંદ ના વાળ ભલે જ સફેદ હોય પરંતુ તેમની બોડી આજે પણ કોઈ નવા છોકરા થી ઓછી નથી. મિલિંદ 90 ના દશક ના પોપુલર મોડેલ છે અને તેમને કેટલીક ફિલ્મો માં પણ કામ કર્યું છે.
  • હેમા માલિની
  • 16 ઓક્ટોમ્બર, 1948 એ દક્ષીણ ભારત માં જન્મેલ હેમા માલિની એક્ટ્રેસ થી સાંસદ બની ગઈ પરંતુ તેમના ચહેરા નો નિખાર આજ સુધી ઓછો નથી થયો. 71 વર્ષ ની ઉંમર માં પણ તમે તેમની ઉંમર નો અંદાજો નથી લગાવી શકતા.તેના પછી તેમને શોલે, સીતા ઓર ગીતા, સત્તે પે સત્તા, નસીબ, ક્રાંતિ, પ્રેમ નગર, જુગનું, જોની મેરા નામ, પ્રતિજ્ઞા, આઝાદ, શાલીમાર, ડ્રીમ ગર્લ, ચરસ, અંધા કાનુન, કુદરત, બાગબાન, જમાઈ રાજા જેવી ઘણી સફળ ફિલ્મો માં કામ કર્યું.