સલમાન ખાનના કઝિન ભાઈનું 38 વર્ષની ઉંમરે નિધન, બંને સાથે કરતાં હતા ફિટનેસ ટ્રેનિંગ

  • જ્યાં આખો દેશ કોરોના વાયરસના કારણે ભયમાં જીવી રહ્યો છે ત્યારે બોલિવૂડમાંથી એક શોકિંગ સમાચાર આવી રહ્યાં છે. સલમાન ખાનના કઝિન ભાઈ અબ્દુલ્લા ખાનનું 38 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અબ્દુલ્લા સાથેની તસવીર શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
  • કોરોનાના હાહાકાર વચ્ચે સલમાનના પરિવાર પર આભ તૂટ્યું
  • સલમાનના કઝિન ભાઈનું નિધન થઈ ગયું.
  • બંને સાથે એક્સરસાઈધ કરતા હતા.
  • તમને જણાવી દઈએ કે, સ્વાસ્થ્યને લગતી તકલીફના કારણે અબ્દુલ્લાને થોડા દિવસ પહેલા કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેના મોતનું કોરોના સાથે કોઈ કનેક્શન નથી, પરંતુ ફેફસાનું કેન્સર હોવાથી તેનું મોત થયું છે.
  • અબ્દુલ્લા ખાન સલમાન ખાનના પિતા સલીમ ખાનની નાની બહેનનો દિકરો હતો. આ સમાચારથી પરિવાર શોકમાં છે. એવું કહેવાય છે કે સલમાન અને અબ્દુલ્લા સાથે ફિટનેસ ટ્રેનિંગ કરતા હતા અને બંને વચ્ચેનું બોન્ડિંગ પણ જબરદસ્ત હતું.
  • સલમાન ખાને અબ્દુલ્લા સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું છે કે, ‘તને હંમેશા પ્રેમ કરતાં રહીશું. તમને જણાવી દઈએ કે, અબ્દુલ્લાએ આમ તો આજ સુધી કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી, પરંતુ સલમાન ખાન તેની સાથે અવારનવાર ફોટોઝ અને વીડિયો શેર કરતો હતો.
instapic pending che


Post a Comment

0 Comments