એક રૂપિયો ખર્ચ્યા વગર આ રીતે ફટોફટ વજન ઉતારો, બસ રોજ 3 મિનિટ કરો આ કામ

  • અમદાવાદઃ આજે મોટાબાગના લોકો વધુ વજનને કારણે હેરાન રહે છે. વજન ઓછું કરવા માટે કેટલાંક ડાઈટિંગની મદદ લે છે તો કેટલાંક જીમમાં જઈને પરસેવો પાડે છે. જોકે, ડાયટિંગ ને જીમમાં ગયા વગર આજે અમે એવી ટિપ્સ આપી રહ્યાં છે, જે તમને બહુ જ ઉપયોગી સાબિત થશે.
  • તમે એક્યુપ્રેશર પદ્ધતિથી તમે વજન ઓછું કરી શકો છો. એક્યૂપ્રેશર જૂની પદ્ધતિ છે, જેમાં આખા શરીરમાં કેટલાંક વિશેષ પોઈન્ટ્સ પર દબાણ કરવાનું હોય છે, જેનાથી બીમારી કે મુશ્કેલીઓ દૂર થાય છે. એક્યૂપ્રેશરમાં સ્ટ્રેસ, માથાનો દુખાવો તથા ઊંઘની સમસ્યાનો ઉકેલ મળે છે. આનાથી માનસિક બીમારી પણ દૂર કરી શકાય છે.
  • એક્યૂપ્રેશર માત્ર બીમારીઓ જ ઠીક કરવામાં મદદરૂપ નથી પરંતુ મેટાબોલિઝ્મ વધારવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. એક્યૂપ્રેશર માટે તમારે કોઈ આસિસ્ટન્ટની જરૂર નથી પરંતુ તમે જાતે પ્રેક્ટિસ કરીને વજન ઓછું કરી શકો છે. આપણા શરીરમાં એવા ઘણાં મસાજ પોઈન્ટ્સ છે, જ્યાં તમે આંગળીથી પ્રેશર આપીને સરળતાથી વજન ઘટાડી શકો છો.
  • સૌ પહેલાં તમે તમારા ઉપરના હોઠ તથા નાકનીવચ્ચેની જગ્યાએ આંગળીથી હળવું પ્રેશર આપીને વજન ઓછું કરી શકો છો. આ પ્રેશર પોઈન્ટને શુઈગો સ્પોટના નામથી ઓળખવામાં આવે છે. નિયમિત રીતે આ સ્પોટ પર 2થી 3 મિનિટ સુધી મસાજ કરવાથી મેટાબોલિઝ્મ સિસ્ટમ સારી થાય છે અને વજન ઘટે છે.
  • આ ઉપરાંત તમે કોણીથી એક ઈંચના અંતરે આવેલ જગ્યાને પ્રેશર આપીને દબાવો. રોજ 2થી 3 મિનિટ સુધી અંગૂઠાથી દબાણ આપવાથી આંતરડાઓ વ્યવસ્થિત રીતે કામ કરે છે, જેનાથી ભોજન સરખું રીતે પચે છે. આને ઈનર એલ્બો પોઈન્ટ કહેવાય છે.
  • કાનના નીચેના હિસ્સાને દબાવીને તમે વજન ઓછું કરી શકો છો. તેથી કાનના નીચેના હિસ્સાને આંગળથી પકડો અને તેને ઉપર-નીચે કરો. નીચે કરતાં સમયે આંગળીથી પ્રેશર આપવું. આ પોઈન્ટને રોજ 1-2 મિનિટ સુધી દબાવતો રહો. ઈયર લોબની નીચે આવેલા આ પોઈન્ટથી ભૂખ કંટ્રોલમાં રહે છે અને વજન વધતું નથી.
  • હાથના અંગૂઠાની નીચેના હિસ્સામાં એક પ્રેશર પોઈન્ટ છે. તેને પ્રેશર આપો. આ થાઈરોઈડ ગ્રંથિને ઉત્તેજિત કરે છે અને મેટાબોલિઝ્મને મજબૂત બનાવે છે. આ પોઈન્ટ પર રોજ બે મિનિટ સુધી પ્રેશર આપવું જોઈએ. આને થમ્બ પોઈન્ટ કહેવાય છે.


Post a Comment

0 Comments