બોલિવૂડ / 25 કરોડની મદદ જાહેર કર્યા બાદ અક્ષય કુમાર બોલ્યો, આ દાન...


  • સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. શનિવારે અભિનેતા અક્ષય કુમારે પીએમ રિલીફ ફંડમાં કરોડ રૂપિયાની મદદ કરી હતી. અક્ષયની આ મદદથી તેની ખૂબ પ્રસંશા થઈ રહી છે. પ્રધાનમંત્રીએ પોતે અભિનેતાના આ કામની પ્રસંશા કરી છે.
  • સમગ્ર દેશ અત્યારે કોરોનાની સામે જંગ લડી રહ્યો છે.
  • આ કપરાં સમયથી ઉગરવા બોલિવૂડ સેલેબ્લ દિલ ખોલીને દાન કરી રહ્યાં છે.
  • 25 કરોડ રૂપિયા દાનમાં આપી અક્ષયે કહી આ વાત
  • આટલી મોટી રકમ દાન કર્યા બાદ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, આ યોગદાન મારી તરફથી નહીં પરંતુ મારી મા તરફથી ભારત માતાને છે. અક્ષયને જ્યારે કહેવામાં આવ્યું કે, તેણે દેશના સેલિબ્રિટિસ સામે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો અક્ષયે કહ્યું, હું કોણ છું ચેરિટી અથવા ડોનેશન કરવાવાળો અને બીજી વાત એ કે, આપણે દેશને ભારત માતા કહીએ છીએ. આ યોગદાન મારું નહીં પણ મારી મા તરફથી ભારત માતાને છે.
  • અક્ષયનું કહેવું છે કે, તે હમેશાં પોતાની માતૃભૂમિની સુરક્ષા માટે ઊભો રહેશે. વધુમાં તેણે કહ્યું- અહી હું મારી માતાનું એટલે નામ લઈ રહ્યો છું કારણ કે, સમગ્ર વિશ્વમાં એક ડર છે કે, સિનિયર સીટીઝનની અવગણના કરવામાં આવશે અને તેઓ આ કોરોના વાયરસના જોખમમાં મૂકાશે. આપણે આવું વિચારી પણ કેવી રીતે શકીએ. મારી માતાનું જીવન મહત્વપૂર્ણ છે. તમારા માતા-પિતાનો જીવ મહત્વપૂર્ણ છે. જેથી આ કપરાં સમયમાં આપણે એકબીજાનો જીવ બચાવવાની કોશિશ કરવી જોઈએ. જેથી તેના માટે મૈં બહુ નાનકડો પ્રયાસ કર્યો છે.
  • તમને જણાાવી દઈએ કે, અક્ષય કુમારે એક પોસ્ટ લખીને 25 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. અક્ષયે તેની પોસ્ટમાં લખ્યું- અત્યારે એવો સમય છે જ્યારે કોઈપણ વ્યક્તિની જિંદગી સૌથી વધુ મૂલ્યવાન છે. જેથી આવી સ્થિતિમાં આપણે એ તમામ કામ કરવા જોઈએ, જેનાથી લોકોની મદદ થઈ શકે. જેથી આ કપરાં સમયમાં હું પોતાની સેવિંગ્સમાંથી 25 કરોડ રૂપિયાની મદદ કરું છું, કારણ કે જાન હૈ તો જહાન હૈ.

Post a Comment

0 Comments