સુરતીઓ માટે ચિંતાજનક સમાચાર, વિદેશથી આવેલાં આ 235 લોકોનો નથી લાગ્યો પત્તો, જુઓ આ રહ્યું લિસ્ટ  • સુરતમાં 67 વર્ષીય વૃદ્ધનો એક કેસ કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ સુરતમાં કોરોના પોઝિટિવનાં કુલ 9 કેસ નોંધાયા છે. જેમાં 2 વ્યક્તિ સ્વસ્થ થયા છે. તો એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. તેવામાં સુરતીઓ માટે ચિંતાજનક સમાચાર છે. સુરત કોર્પોરેશન દ્વારા એવા વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જેઓ 15 ફેબ્રુઆરી પછી ભારતમાં આવ્યા હોય પણ તેઓનો કોઈ પત્તો લાગી રહ્યો નથી.
  • સુરત મહાનગરપાલિકા દ્વારા 15 ફેબ્રુઆરી પછી વિદેશ પ્રવાસથી આવેલા 235 લોકોનું એક લિસ્ટ જાહેર કર્યું છે. પાલિકા કમિશનરે આજે વિદેશથી આવેલા અને ન મળી આવ્યા ન હોય તેઓના નામ સાથેની યાદી વેબ સાઈટ, અખબારી જાહેરાત સહિત અન્ય માધ્યમથી જાહેર કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા વિદેશ પ્રવાસની યાદી સાથેનું 647 લોકોનું લિસ્ટ મોકલવામાં આવ્યું હતું. પણ છેલ્લે આ 235 લોકો એવા છે કે જેઓને સુરત પાલિકા ટ્રેક કરી શકી નથી.

  • સુરત કોર્પોરેશન દ્વારા તમામ શહેરીવાસીઓને અપીલ કરી છે કે, જો આ વ્યક્તિઓ અંગે કોઈ માહિતી હોય તો આપે, અથવા જો આ વ્યક્તિઓનાં સંપર્કમાં આવ્યા હોય તો પણ પાલિકાને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. પાલિકાએ આ માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800 123 8000 જાહેર કર્યો છે. તેવામાં આ 235 લોકો કોરોના વાયરસનાં વાહક હોઈ શકે છે. અને તેને કારણે આગામી સમયમાં અન્ય લોકોને પણ ચેપ લાગી શકે છે. ત્યારે તમે જો આ વ્યક્તિઓમાંથી કોઈને જાણતાં હોય તો તાત્કાલિત તંત્રને જાણ કરો.
  • આ તમામ લોકો વિદેશથી આવી આજદિન સુધી કેટલી જગ્યાએ ગયા હશે અને કોને – કોને મળ્યા હશે તે પણ ડિક્લેર કરેલ નથી. તેમાં 45 નંબર પર પ્રદ્યુમન ગણપતસિંહ વસાવા નામ છે. પ્રદ્યુમન વસાવા ગુજરાત સરકારના મંત્રીશ્રી ગણપત વસાવાના પુત્ર છે તેઓ અમેરીકાથી આવેલ હોય, પ્રદ્યુમન વસાવા તેઓના ઘરે ગયા હોય તો રાજ્યના મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ પોતાની નૈતિક જવાબદારી સમજી પુત્રની જાણકારી સુરત મહાનગરપાલિકાને આપવાની હોય અને સરકારી તંત્રને સહકાર પુરો પાડાવાને બદલે સમગ્ર કિસ્સાને સગેવગે કરી દીધો.

Post a Comment

0 Comments