એક સમયે બિગ બી પાસે મુંબઈમાં પોતાનું ઘર નહોતું, આજે 200 કરોડના પાંચ-પાંચ બંગલા

  • મુંબઈઃ 11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચનનો 77મો જન્મદિવસ છે. આ ઉંમરે પણ બિગ બી એનર્જેટિક રીતે કામ કરે છે. જ્યારે બિગ બી પહેલી જ વાર મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે પોતાનું ઘર નહોતું અને કોમેડિયન મહેમૂદના ઘરમાં રહેતા હતાં. આજે તેમની પાસે પાંચ બંગલા ઉપરાંત દેશ-વિદેશમાં સંપત્તિ છે. અમિતાભ બચ્ચન પાસે એક હજાર કરોડથી વધુની સંપત્તિ છે. તેમની પાસે મોઘીદાટ ગાડીઓ પણ છે.
  • દેશ-વિદેશમાં ફ્લેટ્, જમીનોઃ
  • મુંબઈ ઉપરાંત અમિતાભના પત્ની જયા પાસે ભોપાલમાં બે ફ્લેટ છે. ફ્રાન્સમાં પણ અમિતાભનો ફ્લેટ છે. એશ-અભિએ દુબઈમાં વીલા ખરીદ્યું છે. ગુરુગ્રામમાં એક પ્રોપર્ટી છે. યુપીમાં બિગ બીએ પુત્રવધૂ એશના નામે જમીન ખરીદેલી છે. અભિએ મુંબઈમાં એક ફ્લેટ લીધો છે. અમદાવાદ ખાતે પણ બિગ બીએ જમીન લીધી છે અને બંગલો બની રહ્યો છે.
  • મુંબઈમાં કઈ જગ્યાએ છે બિગ બીના પાંચ બંગલા?
  • 1. જુહુમાં બિગ બીનો જલસા કરીને બંગલો છે અને અહીંયા એશ-અભિ રહે છે. આ બંગલો 10 હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે.
  • 2. પ્રતિક્ષામાં અમિતાભ તથા જયા રહે છે. આ જ બંગલામાં અભિષેક તથા શ્વેતા નાનાથી મોટા થયા છે.
  • 3. જનક બંગલામાં બિગ બની ઓફિસ છે. અહીંયા તેઓ જન્મદિવસ સેલિબ્રેટ કરે છે અને ફિલ્મને લઈ ચર્ચા કરે છે.
  • 4. વત્સ તથા નૈવેદ બંગલો પણ છે. આ બંગલાઓ પાર્ટી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
  • બાથરૂમ ફિટિંગ્સ જર્મની-ફ્રાંસથી મગાવ્યું
  • અમિતાભે પોતાના ઘરમાં કમ્ફર્ટને મહત્વ આપ્યું છે. ઘરનું ફ્લોરિંગ ઈટાલિયન માર્બલ છે. બાથરૂમ ફિટિંગ્સ મટિરિયલ જર્મની તથા ફ્રાંસથી મગાવવામાં આવ્યું હતું.

Post a Comment

0 Comments