ભારત ઈટલીથી એક મહિનો અને અમેરિકાથી 15 દિવસ દૂર, હવે ગણતરીના જ દિવસો જ બાકી

  • દેશ, દુનિયામાં Coronaથી સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કુલ 258 કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ચારના મોત થઈ ચૂક્યા છે. ૨૩ દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા પછી સાજા થયા હતા. ૨૧૨ જેટલાં દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે અને એમાંથી બેની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય છે. એવામાં WHOએ 19 માર્ચે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું છે કે ભારતમાં કોરોના કયા સ્ટેજ પર છે અને તે કેટલી ઝડપથી વકરતો જાય છે. WHOએ આપેલી જાણકારી અનુસાર ભારતમાં કોરોનાનું સંક્રમણ સ્થાનિક સ્તરે પહોંચી ગયું છે. સાથે જ અવું પણ જણાવ્યું છે કે લોકલ ટ્રાન્સમિશનનો અર્થ એ છે કે કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ જે તે ભૌગોલિક સ્થળ ખાતે હાજર હોય. ભારતમાં અત્યારે કોરોના વાઈરસ એટલી હદે ફેલાયો નથી. નિયંત્રણ ન થવાની સ્થિતિમાં ભારત આ મામલે ઈટાલીથી એક મહિના અને અમેરિકાથી 15 દિવસ જ દૂર છે. ભારતમાં 18 માર્ચ સુધી 12 હજારથી વધારે લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતની સરખામણીએ ખૂબ ઓછી વસ્તીવાળા દક્ષિણ કોરિયામાં બે લાખ 70 હજાર વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે.
  • ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને તે હવે 251ને પાર કરી ચુકી છે અને હાલ ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ બીજા સ્ટેજમાં પહોંચી ચુક્યું છે અને જો આ સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો તે ત્રીજા સ્ટેજ પર પણ જઈ શકે છે. આ સ્ટેજમાં કોરોના વાયરસ વ્યાપક સ્તર પર ફેલાવવા લાગે છે અને આ સ્ટેજ અત્યંત ખતરનાક અને ભયજનક છે. પ્રિસ્ટંન યુનિવર્સિટીના રમનન લક્ષ્મીનારાયણના જણાવ્યા પ્રમાણે- મને શંકા છે કે, જો અમારા ત્યાં 20 ગણાથી વધારે ટેસ્ટ થતાં તો 20 ગણા કરતા વધારે કેસ સામે આવતા. જો કોરોના વાઈરસ ભારતમાં વધી ગયો તો તેની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ અલગ હશે. આ સ્થિતિમાં ભારત અમેરિકા કરતાં બે સપ્તાહ પાછળ અને ઈટાલીથી એક મહિનો જ પાછળ છે. દેશની અપર્યાપ્ત સ્વાસ્થય સુવિધાઓને ધ્યાનમાં રાખીને ભારતની સ્થિતિ ચિંતાજનક થઈ શકે છે.
  • વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસ બે લાખને પાર કરી ગયો છે. વિશ્વમાં પહેલા એક લાખ કેસ નોંધાતા જ ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. પરંતુ આ સંખ્યા બે લાખ પાર પહોંચતા ફક્ત 12 દિવસ લાગ્યા હતા. આઈ સીએમઆરના વડા ડો. બલરામ ભાર્ગવે ચેતાવણી આપી હતી કે ભારતમાં 30 દિવસમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું સ્ટેજ આવી શકે છે.
  • દેશમાં કોરોનાના કુલ ૨૫8 કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ચારના મોત થઈ ચૂક્યા છે. ૨૩ દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા પછી સાજા થયા હતા. ૨૧૨ જેટલાં દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે અને એમાંથી બેની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય છે. ભારતમાં કોરોનાનો ફેલાવો વધ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે ૧૪,૩૭૬ સેમ્પલનું પરીક્ષણ થઈ રહ્યું છે. ભારતમાં કોરોનાના કુલ જેટલાં દર્દીઓ નોંધાયા છે, એમાંથી ૩૨ વિદેશી નાગરિકો છે. સૌથી વધુ ૧૭ ઈટાલીના અને ૫ બ્રિટિશ નાગરિકો ભારતમાં કોરોનાની ઝપટમાં આવ્યા હોવાનું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચના અહેવાલમાં કહેવાયું હતું. રાજસ્થાનમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈટાલીના એક ૬૯ વર્ષના વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું. જયપુરમાં મેટ્રો સર્વિસ બંધ કરાઈ હતી. શંકાસ્પદ કેસોને આઈસોલેશનમાં રખાયા છે.
  • સૌથી વધુ ૫૨ કેસ મહારાષ્ટ્રમાં દર્જ થયા હતા. ૪૦ દર્દીઓ સાથે કેરળ બીજા ક્રમનું સૌથી પ્રભાવિત રાજ્ય બન્યું હતું. ઉત્તર પ્રદેશમાં ૨૩ અને દિલ્હીમાં ૧૭ કેસ પોઝીટિવ નોંધાયા હતા. આ બંને રાજ્યોમાં સંક્રમણ રોકવાના ભાગરૂપે પગલાં ભરાયા હતા. ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જોકે, દુધ-અનાજ-કરિયાણા-શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત દવાની દુકાનો ખુલ્લી રહેશે એવી જાહેરાતો રાજ્ય સરકારોએ કરી હતી.
  • દિલ્હીમાં કાર્યરત ખાનગી કંપનીઓને સૂચન કરવામાં આવ્યું છે કે તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવે. સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રના ચાર શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. દેશમાં પહેલી વખત કોરોનાના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. એકથી આઠ સુધીની પરીક્ષા પણ રદ્દ કરાઈ હતી અને બધાને વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે એવી જાહેરાત થઈ હતી.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. વડાપ્રધાને કોરોના સામે લડવા માટે પગલાં જે ભરાઈ રહ્યા છે તેની સમીક્ષા કરી હતી અને બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસેથી રાજ્યોની સ્થિતિ જાણી હતી.
  • કોરોના સામે લડવા માટે સૈન્યને સજ્જ કરાયું છે. સૈન્ય વડા એમએમ નરવણેએ સુરક્ષાદળોની તૈયારીની સમીક્ષા કરી હતી. એટલું જ નહીં, સૈન્યના અધિકારીઓ અને જવાનોને પણ વર્ક ફ્રોમ હોમનો આદેશ અપાયો છે. લગભગ ૩૫ ટકા સૈન્ય અધિકારી અને ૫૦ ટકા જવાનો ૨૩મી માર્ચથી એક સપ્તાહ માટે વર્ક ફ્રોમ હોમ સેવા આપશે. જરૂર પડશે તો જ તેમને તુરંત બોલાવાશે નહીં તો તેમને સાવધાનીના ભાગરૂપે ઘરે રહેવાનું કહેવાયું છે.

Post a Comment

0 Comments