મેરઠમાં એક જ પરિવારનાં 13 લોકોને થયો કોરોના, 35ના રિપોર્ટ આવવાનો બાકી


  • ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોનાનું જોખમ વધી રહ્યું છે. એક જ પરિવારમાંથી અહીં આઠ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે, પરિવારના 13 લોકોને કોરોના ચેપ લાગ્યો છે. આ બધા વચ્ચે, પીડિતોની સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે 46 માંથી ફક્ત 11નાં જ રિપોર્ટ આવ્યા છે. આ પરિવારના પાંચ લોકોને કોરોના ચેપ લાગ્યો હતો, ત્યારબાદ ચેન ઓફ ટ્રાન્સમિશનથી અન્ય લોકોની ટ્રેસ કરવામાં આવ્યા.
  • મેરઠમાં રવિવારે કોરોના વાયરસનાં એક જ પરિવારમાં 8 નવા દર્દીઓ મળ્યા છે. CMO ડોક્ટર રાજકુમાર મુજબ, જીલ્લામાં કોરોના વાયરસ પોઝીટીવ દર્દીઓની સંખ્યા હવે વધીને 13 થઈ ગઈ છે. બધા જ દર્દીઓ એક જ પરિવારનાં છે. હવે દર્દીઓની સંખ્યામાં વધારો થવાનું અનુમાન છે, કારણકે ટેસ્ટ કરાયેલાં 46માંથી ફક્ત 11ની જ તપાસ થઈ છે. 35નાં રિપોર્ટ આવવાનાં બાકી છે.
  • મેરઠમાં કોરોનાંથી વધતા મામલાઓથી પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. ડોક્ટરોનું માનવું છેકે, કોરોનાનાં દર્દીઓનાં આંકડા ઘણા વધી શકે છે. વાસ્તવમાં ખુર્જામાં રહેતો એક શખ્સ મહારાષ્ટ્રનાં અમરાવતીથી મેરઠ આવ્યો હતો. ત્યારબાદ તેની પત્ની અને ત્રણ સંબંધીઓમાં કોરોનાનો ચેપ દેખાયો હતો.
  • જે શખ્સને ચેપ લાગ્યો છે તે મહારાષ્ટ્રમાં ક્રોકરીનો વ્યવસાય કરતો હતો. સ્વાસ્થ્ય વિભાગ, પોલીસ અને પ્રશાસને શાસ્ત્રી નગર, હુમાયૂંનગર અને સોહરાબ ગેટ વિસ્તારને સીલ કરીને રાખ્યા છે. જ્યારે બીજી તરફ કારોબારી અને તેનાં સંબંધી સાથે સંપર્કમાં આવેલાં 35 લોકોને પણ આઈસોલેશન વોર્ડમાં રાખ્યા છે. તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

Post a Comment

0 Comments