કનિકા કપૂર છેલ્લા 10 દિવસથી સારવાર હેઠળ છતાંયે તેને કેમ નથી મળતો કોરોનાથી છુટકારો?

  • બોલિવૂડ સિંગર કનિકા કપૂરને 20 માર્ચે કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ પહેલા લખનૌની કેજીએમયૂ હોસ્પિટલમાં, ત્યાર બાદ સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે પીજીઆઈ શિફ્ટ કરવામાં આવી હતી. આમ 20થી30 માર્ચ સુધી કનિકાના ચાર વખત રિપોર્ટ કરવામાં આવ્યા. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, કનિનાના આ ચારેય રિપોર્ટ પોઝિટિવ જ આવ્યા છે.
  • જેથી સવાલ એ ઉભા થાય છે કે, આખરે તેના પર કોરોનાની અસર આટલા બધા સમય સુધી કેમ છે? બીજો સૌથી મોટો સવાલ એ છે કે, કનિકા કોરોનાગ્રસ્ત હોવા છતાંયે જેટલા પણ લોકો તેના સંપર્કમાં આવ્યા તેમાંથી કોઈને પણ હજી સુધી કોરોના ટેસ્ટ પોઝિટિવ કેમ નથી આવ્યા? જ્યારે લંડનથી મુંબઈ અને ત્યાર બાદ લખનૌ આવ્યા બાદ કનિકાએ અનેક જગ્યાએ પાર્ટી ઓ કરી અને અનેક લોકોના સંપર્કમાં આવી હતી.
  • ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે કનિકા પર આટલા લાંબા સમય સુધી અસર રહેવાના અનેક કારણ હોઈ શકે છે. જ્યારે સંભવીત દર્દીની પહેલીવાર તપાસ કરવામાં આવે ત્યારે વાયરસ પણ તેના પ્રારંભીક તબક્કામાં હોય ત્યારે જ જાણ થઈ જાય ત્યારે પરિણામ પણ સકારાત્મક આવે છે. પરંતુ વાયરસ જ્યારે આખા શરીરમાંથી સંપૂર્ણ રીતે જવામાં સમય લાગે છે.
  • તેવી જ રીતે દર્દીની રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી ઓછી હોય તો દર્દીને યોગ્ય થવામાં સમય લાગી શકે છે. જો દર્દીને શ્વાસની બિમારી હોય અથવા તો તેને ધુમ્રપાનની આદત હોય તો કોરોના વાયરસની અસર ઘણા લાંબા સમય સુધી રહે છે.
  • તો પછી કનિકાના સંપર્કમાં આવેલા લોકોને કેમ તેની અસર ના થઈ? આ મામલે ડૉક્ટરોનું કહેવું છે કે, આ બાબતની જાણકારી મળતા જ ડોક્ટરો તેમને આઈસોલેશનમાં રાખી દીધા અને બાકીના લોકોની ઓળખ કરીને તેમની પણ તપાસ કરવામાં આવી. ખરી રીતે તો સંપર્કમાં આવ્યાના 5 કે 6 દિવસમાં જ દર્દીની તપાસ કરવામાં આવે તો તેમાં કોરોનાના લક્ષણો સારી રીતે જાણી શકાય છે. પરંતુ કનિકાના કેસમાં તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસ બે દિવસની અંદર જ કરી લેવામાં આવી હતી. બની શકે છે ત્યાં સુધી કોરોના વાયરસના લક્ષણો સ્પષ્ટ ના પણ થયા હોય.
  • હાક કનિકા કપૂર અને તેના સંપર્કમાં આવનારા તમામ લોકો ડૉક્ટરની દેખરેખમાં છે. કનિકાને લઈને તેના પરિવારજનો ચિંતામાં છે. પરિવારજનોએ તો ડોક્ટર્સની તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા છે. પરંતુ તબિબોએ કનિકાની સારવાર યથાવત રાખી છે.
  • આ વીડિયો પણ જુઓ : દેશમાં કોરોના વાયરસથી 1139 લોકો સંક્રમિત

Post a Comment

0 Comments