ભાવનગરની આ શાળાએ ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓની એક વર્ષની ફી કરી દીધી માફ


  • ભારતમાં અત્યારે કોરોનાવાયરસ નો કહેર વર્તાઈ રહ્યો છે, તમામ કામ ધંધા ઠપ્પ છે. શાળા- કોલેજો બંધ છે પરંતુ લોકડાઉન પૂર્ણ થયા બાદ માધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને આર્થિક મુશ્કેલી ઉભી થશે તે વાત સૌ જાણે છે. વાલીઓ પોતાના વિદ્યાર્થીઓની ફી ભરવા પૈસા ક્યાંથી લાવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવી માંગ પણ ઉઠી છે કે સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓની ફી માફ કરાવવા માટે નિર્દેશ કરવામાં આવે.
  • ભાવનગરની શ્રી તક્ષશિલા વિદ્યાલય, બોર તળાવ રોડના સંચાલક શ્રી અશોક પટેલે આજે સમગ્ર દેશ જ્યારે કોરોનાની મહામારીથી અસરગ્રસ્ત છે, આ શાળાના તમામ વાલીઓને અને વિદ્યાર્થીઓને આર્થિક મદદ મળી રહે એ તે માટે હાલમાં અભ્યાસ કરતા બાળકો કે જે બાલમંદિર અને ધોરણ 1 થી 12 ચાલુ વર્ષે ભણી રહ્યા છે તેમની તમામ માફ કરવાનો નિર્ણય કર્યો છે. શાળામાં ભણતા 700 વિદ્યાર્થીઓની આશરે 6 લાખ જેટલી ફી માફ કરાઈ છે, આ પગલું કેટલાય વાલીઓને રાહત આપશે અને ગુજરાતની અનેક શાળા ઓને આ પગલું લેવા માટે પ્રેરણારૂપ થશે.
  • શાળા સંચાલક અશોક પટેલે આ ઉમદા નિર્ણય કરીને રાજયની તમામ શાળા સંચાલકોને એક આદર્શ પુરો પાડ્યો છે. આ શાળા છેલ્લા ૨૬ વર્ષથી ભાવનગરમાં કાર્યરત છે. જેની સ્થાપના 1994માં કોંગ્રેસ નેતા મનહર પટેલ દ્વારા કરવામાં આવી હતી.

Post a Comment

0 Comments